IPL 2022: ઇન્ડિયન પ્રીમિયર લીગની પહેલી સિઝનથી ચેન્નાઇ સુપર કિંગ્સની સાથે રહેલા સુરેશ રૈનાને આઇપીએલની 15મી સિઝન માટે રિટેન નથી કરવામાં આવ્યો. રિટેન ખેલાડીઓના લિસ્ટમાં સુરેશ રૈનાનુ નામ ના હોવુ ખુબ ચોંકાવનારુ છે. 2008થી શરૂ થયેલી આઇપીએલમાં સુરેશ રૈના પહેલી સિઝનથી જ ચેન્નાઇની ટીમનો મુખ્ય ખેલાડી રહ્યો છે. મહેન્દ્ર સિંહ ધોનીની ગેરહાજરીમાં રૈનાએ ટીમની કમાન પણ સંભાળી છે.


IPLની 15મી સિઝન માટે CSKએ 4 ખેલાડીઓને રિટેન કર્યા છે. જેમાં રવિન્દ્ર જાડેજા (16 કરોડ), મહેન્દ્ર સિંહ ધોની (12 કરોડ), મોઇન અલી (8 કરોડ) અને ઋતુરાજ ગાયકવાડ (6 કરોડ) સામેલ છે.


ધોની અને રૈનાની જોડી ચેન્નાઇ સુપર કિંગ્સ માટે ખુબ સફળ રહી હતી અને હવે ચેન્નાઇ સુપર કિંગ્સનો રૈનાને રિટેન ના કરવાનો ફેંસલો ચોંકાવનારો છે. વળી, ચેન્નાઇના ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજાને પહેલા નંબર પર 16 કરોડ રૂપિયામાં અને મહેન્દ્ર સિંહને બીજા નંબર પર 12 કરોડ રૂપિયામાં રિટેન કરવામાં આવ્યા છે. ફ્રેન્ચાઇઝીના આ નિર્ણયથી એ સ્પષ્ટ દેખાઇ રહ્યું છે કે ચેન્નાઇની કોશિશ ધોની બાદ ટીમની કમાન જાડેજાના હાથોમાં સોંપવાની છે.




જાડેજાની વાત કરીએ તો, તે પણ 2012 થી ચેન્નાઇની સાથે જોડાયેલો છે. જાડેજાએ એક ઓલરાઉન્ડર તરીકે ચેન્નાઇમાં પોતાની અલગ જગ્યા બનાવી લીધી છે. જાડેજા ચેન્નાઇ માટે 132 IPL મેચ રમી ચૂક્યો છે, અને હવે તેને ધોનીનો ઉત્તરાધિકારી તરીકે પણ જોવામાં આવી રહ્યો છે. 32 વર્ષીય જાડેજાનુ હાલનુ ઇન્ટરનેશનલ ફોર્મ પણ ખુબ શાનદાર રહ્યું છે. આ ઉપરાંત ચેન્નાઇએ ઇંગ્લેન્ડના ઓલરાઉન્ડર મોઇન અલીને પણ રિટેન કર્યો છે.