શારજહાંઃ સોમવારે કોલકત્તા નાઇટ રાઇડર્સ (Kolkata Knight Riders) અને રૉયલ ચેલેન્જર્સ બેંગ્લૉર (Royal Challengers Bangalore) વચ્ચે મેચ રમાઇ. આ મેચમાં બેંગ્લૉરની ટીમને (RCB) ચાર વિકેટથી હરાવીને કેકેઆર ફાઇનલમાં રેસમાં આગળ વધી  છે. આ દરમિયાન ચાલુ મેચે વિરાટ કોહલી અને એમ્પાયર વચ્ચે ઝઘડો પણ થયો  હતો.  


ખરેખરમાં, કોલકત્તા નાઇટ રાઇડર્સ  (Kolkata Knight Riders)ની ઇનિંગમાં સાતમી ઓવરમાં રૉયલ ચેલેન્જર્સ બેંગ્લૉર (Royal Challengers Bangalore)ના યુજવેન્દ્ર ચહલનો ઓવરનો છેલ્લો બૉલ સીધો KKRના બેટ્સમેન રાહુલ ત્રિપાઠી (Rahul Tripathi)ના પેડ પર જઇને ટકરાયો. આ પછી ચહલ અને રૉયલ ચેલેન્જર્સ બેંગ્લૉર (RCB)ના અન્ય ખેલાડીઓ જોરદાર અપીલ કરી, જેને એમ્પાયરે નકારી દીધી. આ પછી વિરાટ કોહલી (Virat Kohli)એ ડિસીઝન રિવ્યૂ સિસ્ટમ (DRS) લીધુ. ટીવી રિપ્લેમાં જોયા બાદ મેદાની એમ્પાયરનો ફેંસલો બદલવો પડ્યો. આ ફેંસલો આવ્યા બાદ વિરાટ કોહલી અને એમ્પાયર વચ્ચે જોરદાર ઝઘડો થઇ ગયો હતો. વિરાટે એમ્પાયરને ખખડાવી નાંખ્યો હતો. 






સોશ્યલ મીડિયા પર ટ્રૉલ થઇ રહ્યો છે કોહલી-
સોશ્યલ મીડિયા પર એક વીડિયો છે, જેમાં સ્પષ્ટ રીતે દેખાઇ રહ્યું છે કે વિરાટ કોહલી એમ્પયાર સાથે ઝઘડો કરી રહ્યો છે. વિરાટ કોહલીના આ વર્તનથી સોશ્યલ મીડિયા પર કૉમેન્ટ આવી રહી છે, અને કોહલીને ટ્રૉલ કરવામાં આવી રહ્યો છે. 


વિરાટ 13 વર્ષોથી ટ્રૉફી જીતવાનો પ્રયાસ કરી રહ્યો છે- 
રૉયલ ચેલેન્જર્સ બેંગ્લૉર  (RCB) ના હાર્યા બાદ એકવાર ફરીથી વિરાટ કોહલીની આઇપીએલ ટ્રૉફી જીતવાનુ સપનુ તુટી ગયુ છે. વિરાટ કોહલી છેલ્લા કેટલાય વર્ષોથી આ ટ્રૉફી જીતવાની કોશિશ કરી રહ્યો છે. આ ટીમે 3 વાર ફાઇનલમાં પ્રવેશ કર્યો છે, પરંતુ ટ્રૉફી જીતવામાં સફળ નથી થઇ શકી. હવે વિરાટ કોહલીએ વર્ષ 2021ની આઇપીએલની છેલ્લી કેપ્ટન તરીકેની મેચ પણ રમી લીધી છે, પરંતુ તેમાં પણ તે ફાઇનલમાં નથી  પહોંચી શક્યો.