મહીસાગરઃ ખોડિયાર માતાજીના મંદિરમાં મગર આવી જતાં લોકોના ટોળે ટોળા ઉમટ્યા, જુઓ વીડિયો
યુવરાજ સિંહ બાદ ટીમ ઈન્ડિયાના વધુ એક ખેલાડીએ જાહેર કરી નિવૃત્તિ, જાણો વિગત
abpasmita.in | 23 Jun 2019 01:07 PM (IST)
પંજાબ ક્રિકેટ એસોસિએશનના પ્રવક્તા સુશીલ કપૂરે કહ્યું કે, મનપ્રીત સિંહ ગોનીએ ક્રિકેટના તમામ ફોર્મેટમાંથી નિવૃત્તિ જાહેર કરી છે.

નવી દિલ્હીઃ ભારતીય ક્રિકેટ ટીમને બે વખત વર્લ્ડકપ જીતાડનારા પૂર્વ ઓલરાઉન્ડર યુવરાજ સિંહે નિવૃત્તિની જાહેરાત કર્યા બાદ વધુ એક ખેલાડીએ સંન્યાસની જાહેરાત કરી છે. પંજાબ ક્રિકેટ એસોસિએશનના પ્રવક્તા સુશીલ કપૂરે કહ્યું કે, મનપ્રીત સિંહ ગોનીએ ક્રિકેટના તમામ ફોર્મેટમાંથી નિવૃત્તિ જાહેર કરી છે. કપૂરે કહ્યું, ગોની શ્રેષ્ઠ બોલર રહ્યો છે. ફર્સ્ટ ક્લાસ કરિયરમાં ગોનીએ પંજાબ ક્રિકેટ ટીમને અનેક મચો જીતી છે. તેણે આકરી મહેનત કરીને નેશનલ ટીમમાં સ્થાન મેળવ્યું હતું. પંજાબ ક્રિકેટ એસોસિએશન તરફથી મનપ્રીત ગોનીના ફેંસલાનું સ્વાગત કરીને તેને ભવિષ્ય માટે શુભકામના પાઠવું છું. 36 વર્ષીય ગોની તેના ક્રિકેટ કરિયરમાં 2 વન ડે મેચ, 61 ફર્સ્ટ કલાસ, 55 લિસ્ટ એ મેચ અને 90 ટી મેચ રમી છે. ગોનીએ પ્રથમ વન ડે 25 જૂન, 2008ના રોજ હોંગકોંગ સામે રમી વન ડે કરિયરની શરૂઆત કરી હતી. કરિયરની અંતિમ વન ડે 28 જૂન, 2008ના રોજ બાંગ્લાદેશ સામે રમ્યો હતો. 2 વન ડેમાં તેણે 2 વિકેટ ઝડપી હતી. ગોનીએ ફર્સ્ટ ક્લાસ કરિયરમાં 61 મેચમાં 196 વિકેટ ખેરવી છે. આ દરમિયાન તેણે 10 વખત પાંચ-પાંચ વિકેટ લીધી છે. ઉપરાંત 1226 રન પણ બનાવ્યા છે. ગોનીને રાષ્ટ્રીય સ્તરે ઓળખ આઈપીએલથી મળી હતી. 2008થી 2010 સુધી તે ચેન્નાઇ સુપર કિંગ્સ તરફથી રમ્યો હતો. 2011-12માં ડેક્કન ચાર્જર્સ હૈદરાબાદ, 2013-17 કિંગ્સ ઇલેવન પંજાબ, 2018-19માં મુંબઈ ઈન્ડિયન્સ તરફથી રમ્યો હતો. આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ જાહેર કર્યા બાદ ગોની ચાલુ વર્ષે કેનેડામાં યોજાનારી ગ્લોબલ ટી-20 ક્રિકેટ ટુર્નામેન્ટમાં ટોરંટો નેશનલ ફ્રેંચાઇઝ ટીમ તરફથી રમશે. સલમાનના ખાસ મિત્રની માતાનું નિધન, સમાચાર મળતાં જ પહોંચી ગયો સાંત્વના આપવા, જાણો વિગતઅફઘાનિસ્તાન સામે જીત બાદ નાખુશ કેપ્ટન કોહલીએ બેટ્સમેનોને સંભળાવી ખરી-ખોટી, જાણો શું કહ્યુંઅફઘાનિસ્તાનના અપસેટથી સહેજમાં બચી ટીમ ઈન્ડિયા, આ રહ્યા મેચના ટર્નિંગ પોઇન્ટ, જાણો વિગત