નવી દિલ્હીઃ આઈસીસી વર્લ્ડકપ 2019માં ભારતે ટૂર્નામેન્ટમાં તળિયે રહેલી ટીમ અફઘાનિસ્તાન સામે 11 રને જીત મેળવી હતી. આ મેચ એક સમયે ભારત હારી જાય તેમ લાગતું હતું પરંતુ ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહની શાનદાર બોલિંગ અને મોહમ્મદ શમીની હેટ્રિકના કારણે વિજય મેળવ્યો હતો. મેચ બાદ વિરાટ કોહલીએ બેટ્સમેનો પર ગુસ્સો ઠાલવ્યો હતો.

કે.એલ. રાહુલ તથા અન્ય બેટ્સમેનોના ખરાબ શોટ પસંદગીને લઈ કેપ્ટન કોહલીએ કહ્યું, અફઘાનિસ્તાન જેવી ટીમ પાસે ખૂબ પ્રતિભા છે. તે તમને તમારી મરજી મુજબ રમવા દેતી નથી. જ્યારે હું ક્રિઝ પર બેટિંગ કરવા ગયો ત્યારે મેં પિચની ગતિને સમજી. આ પિચ પર ક્રોસ શોટ ફટકારવા આસાન નહોતા તેથી મે સ્ટ્રાઇક ફરતી રાખવાનું વિચાર્યું. મને લાગે છે કે ફટકા મારવાના પ્રયાસમાં અમે વિકેટો ગુમાવી હતી. આ પીચ પર સીધા બેટથી રમવું જ એકમાત્ર વિકલ્પ હતો.

અમે ટોસ જીતીને મોટો સ્કોર બનાવવા માંગતા હતા પરંતુ હરિફ ટીમમાં ત્રણ ક્વોલિટી સ્પિનરો હતા. પિચ ધીમી હતી તેથી જો અમે 270 રનનો સ્કોર કરત તો પણ સારું  હતું. 250 રનનો સ્કોર પણ આ વિકેટ પર એક ફાઇટિંગ ટોટલ હતું. મેચ જીતવાનો શ્રેય અમારા બોલરોને જાય છે.

ટીમ ઈન્ડિયાના 3ડી ખેલાડી કહેવાતા વિજય શંકર અંગે કોહલીએ કહ્યું, વિજય શંકર સારી બેટિંગ કરે છે અને તેની ફિલ્ડિંગ પણ સારી છે. વર્લ્ડકપમાં આપણા દેશનું પ્રતિનિધિત્વ કરવું તમામ માટે ગૌરવની વાત છે.

અફઘાનિસ્તાનના અપસેટથી સહેજમાં બચી ટીમ ઈન્ડિયા, આ રહ્યા મેચના ટર્નિંગ પોઇન્ટ, જાણો વિગત

વર્લ્ડકપઃ અફઘાનિસ્તાનને હરાવવાની સાથે જ ટીમ ઈન્ડિયાએ બનાવ્યા આ રેકોર્ડ, જાણો વિગત

શમીએ સર્જયો ઈતિહાસ, ઝહીર-શ્રીનાથ જેવા દિગ્ગજ બોલરો પણ નથી બનાવી શક્યા આ ખાસ રેકોર્ડ, જાણો વિગત

ટ્રમ્પે આપ્યો બે હજાર જેટલા વસાહતી પરિવારોને દેશ નિકાલ કરવાનો આદેશ, જુઓ વીડિયો