નવી દિલ્હીઃ ભારતમાં ઇન્ડિયન પ્રીમિયર લીગની (IPL 2021) 14મી સિઝનને અધવચ્ચેથી સસ્પેન્ડ (IPL Suspended) કરી દેવામાં આવી છે. ભારતમાં કોરોનાનો કેર (CoronaVirus) વધતા બીસીસીઆઇ (BCCI) કમિટી દ્વારા આઇપીએલને સસ્પેન્ડ કરવાની જાહેરાત કરાયા બાદ વિદેશી ખેલાડીઓ (Foreign Cricketers) પોત પોતાના દેશમાં સ્વદેશ પરત ફરી ચૂક્યા છે. પરંતુ આમાં ઓસ્ટ્રેલિયન ખેલાડીઓ (Australian Cricketers) હજુ સુધી સ્વદેશ પહોંચી શક્યા નથી. ઉલ્લેખનીય છે કે ઓસ્ટ્રેલિયાના પીએમ (Australian PM) મૉરિસને ભારતમાંથી આવતી જતી તમામ ફ્લાઇટ્સ પર કોરોનાના કારણે પ્રતિબંધ લગાવી (Flights Banned) દીધો છે. 


ફ્લાઇટ્સ પર પ્રતિબંધ હોવાના કારણે આઇપીએલના (IPL) તમામ ઓસ્ટ્રેલિયન ખેલાડીઓ અને સપોર્ટ સ્ટાફ હાલ માલદીવમાં રોકાયો છે. હવે રિપોર્ટ કે અહીં ક્વૉરન્ટાઇન દરમિયાન ઓસ્ટ્રેલિયન ખેલાડીઓએ દારુ પીને ધમાલ કરી છે. ઓસ્ટ્રેલિયન ઓપનર બેટ્સમેન ડેવિડ વોર્નર (David Warner) અને ખેલાડીમાંથી કૉમેન્ટેટર બની ચૂકેલા માઇકલ સ્લેટર (Michael Slater) વચ્ચે મોડી રાત્રે ઝપાઝપી (David Warner and Michael Slater Clash) થઇ હતી, આ દરમિયાન બન્ને દારુના નશામાં હતા. જોકે બન્નેએ આ અંગે ખુલાસો કરીને વાતને નકારી દીધી હતી. 


‘ડેલી ટેલિગ્રાફ’ના રિપોર્ટ પ્રમાણે, તાજ કોરલ રિસોર્ટમાં ક્વૉરન્ટાઇન દરમિયાન વોર્નર અને સ્લેટર વચ્ચે પહેલા બોલાબોલી થઇને ને પછી ઝપાઝપી થઇ હતી. આ ઘટના મોડી રાત્રે બની હતી. જોકે, બાદમાં બન્નેએ નશો ઉતર્યા બાદ આ વાતને નકારી દીધી હતી. 


‘ફૉક્સ સ્પૉર્ટ્સ.કૉમ.એયુ’એ સ્લેટરના હવાલાથી કહ્યું- આ અટકળોમાં કોઇપણ વસ્તુ સાચી નથી, ડેવિડ વોર્નર અને હુ સારા મિત્રો છીએ અને અમારી વચ્ચે ઝપાઝપીની સંભાવના શૂન્ય છે. 


વૉર્નરે કહ્યું- આવુ કંઇ જ નથી થયુ, મને નથી ખબર કે તમને આ પ્રકારની માહિતી ક્યાંથી મળે છે. જ્યાં સુધી તમે અહીં નથી, અને તમને કોઇ ઠોસ સબૂત નથી મળતા ત્યાં સુધી તમે કંઇજ નથી લખી શકતા. આવુ કંઇજ નથી થયુ. 


વૉર્નર અને સ્લેટર 39 ઓસ્ટ્રેલિયન ખેલાડીઓ, કૉચો અને સહયોગી સ્ટાફની ટીમનો ભાગ છે. તેમને ગુરુવારે ચાર્ટર્ડ વિમાનથી માલદીવ લાવવામાં આવ્યા અને આનુ પેમેન્ટ ભારતીય ક્રિકેટ કન્ટ્રૉલ બોર્ડ (BCCI)એ કર્યુ. આઇપીએલમાં કૉમેન્ટ્રી કરી રહેલા સ્લેટર અન્ય લોકો સાથે પહેલાથી ભારત છોડીને માલદીવ આવી ગયુ હતો. ઓસ્ટ્રેલિયન સરકારે 15 મે સુધી ભારતમાંથી આવનારી તમામ ફ્લાઇટ્સ પર રોક લગાવી રાખી છે. ખાસ વાત છે, આ અગાઉ માઇકલ સ્લેટરે પોતાના દેશના પીએમના આદેશ પર ગુસ્સો ઠાલવ્યો હતો. પીએમે આદેશ કર્યો હતો કે ભારતમાંથી કોઇપણ આવે તો તેમને દંડ અને સજા થશે, આ વાતને લઇને આઇપીએલના ઓસ્ટ્રેલિયન ખેલાડીઓ ગિન્નાયા હતા.