IPL 2022: લખનૌ સુપર જાયન્ટ્સની ટીમ IPL 2022માં સારૂ પ્રદર્શન કરી રહી છે. હાલમાં મુંબઈના મેદાન પર લખનૌ અને સનરાઈઝર્સ હૈદરાબાદની ટીમો આમને-સામને છે. આ મેચમાં એક સ્ટાર ઓલરાઉન્ડરને લખનૌની ટીમની પ્લેઈંગ ઈલેવનમાં જગ્યા મળી છે. આ ખેલાડી થોડી મિનિટોમાં જ મેચનું પાસુ પલટી શકે છે.


આ ખેલાડીને ટીમમાં મળ્યું સ્થાન


કેપ્ટન કેએલ રાહુલે સનરાઈઝર્સ હૈદરાબાદ વિરુદ્ધ લખનૌની ટીમમાં ઘાતક ઓલરાઉન્ડર જેસન હોલ્ડરને સ્થાન આપ્યું છે. હોલ્ડર ઘાતક બોલિંગ અને બેટિંગમાં નિષ્ણાત ખેલાડી છે. શ્રીલંકાના બોલર દુષ્મંથા ચમીરાના સ્થાને હોલ્ડરને ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે. લખનૌની ટીમમાં હોલ્ડરના આગમનથી તેની બોલિંગ અને બેટિંગ મજબૂત બની છે.


હોલ્ડર વિસ્ફોટક બેટિંગ માટે જાણીતો છે


જેસન હોલ્ડર T20 ક્રિકેટમાં લાંબા શોટ મારવા માટે પ્રખ્યાત છે. તે કોઈપણ પીચ પર રન બનાવવાની ક્ષમતા ધરાવે છે. હોલ્ડર નીચલા ક્રમમાં બેટિંગ કરી શકે છે. તેણે વેસ્ટ ઈન્ડિઝની ટીમ માટે ઘણી મેચો પોતાના દમ પર જીતાડી છે. આ પહેલા જેસન હોલ્ડરને હૈદરાબાદની ટીમમાં સામેલ કરવામાં આવ્યો હતો, પરંતુ મેગા ઓક્શનમાં તેને લખનૌની ટીમે ખરીદ્યો હતો. તેની રનિંગ બિટવીન ધ વિકેટ પણ સારી છે. હોલ્ડરે IPLની 26 મેચમાં 189 રન અને 35 વિકેટ લીધી છે.


હોલ્ડર બોલિંગમાં પણ કરી શકે છે કમાલ


જેસન હોલ્ડરે ઈંગ્લેન્ડ સામે ચાર બોલમાં 4 વિકેટ લીધી અને ટી20 ક્રિકેટમાં હેટ્રિક લેનારો વેસ્ટ ઈન્ડિઝનો પ્રથમ બોલર બન્યો હતો. કોઈપણ ટીમ માટે તેની ચાર ઓવર રમવી સરળ નથી અને તે રન આપવમાં બહુ કંજુસ છે. તેની સૌથી મોટી ખાસિયત એ છે કે તે ડેથ ઓવરોમાં વિકેટ લે છે. CSK સામેની મેચમાં અવેશ ખાન અને કૃણાલ પંડ્યાએ વધુ રન બનાવ્યા હતા.