BCCI Update IPL 2026 Mini Auction Final List: ઇન્ડિયન પ્રીમિયર લીગ 2026 મીની ઓક્શન માટે ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) એ 9 ડિસેમ્બર, 2025 ના રોજ  હાલના ખેલાડીઓની યાદીમાં 9  નવા ખેલાડીઓને સામેલ કર્યા છે.  મીની ઓક્શન 16 ડિસેમ્બરના રોજ અબુ ધાબીના એતિહાદ એરેના ખાતે યોજાશે. અગાઉ 9 ડિસેમ્બરના રોજ, BCCI એ 350 ખેલાડીઓની યાદી જાહેર કરી હતી, જેમાં કુલ 1,355 નોંધાયેલા ખેલાડીઓમાંથી યાદી ઘટાડી હતી. થોડા કલાકો પછી, BCCI એ સુધારેલી યાદી જાહેર કરી હતી, જેમાં 9 નવા નામ ઉમેર્યા હતા, જેનાથી કુલ 359 ખેલાડીઓ થયા હતા.

Continues below advertisement

મીની ઓક્શન યાદીમાં નવ નવા ખેલાડીઓનો ઉમેરો

BCCI દ્વારા ઉમેરવામાં આવેલા નવા ખેલાડીઓમાં IPL વિજેતા સ્વસ્તિક ચિકારાનો પણ સામેલ છે, જેને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર દ્વારા રિલીઝ કરવામાં આવ્યો હતો. વિરાટ કોહલી સાથે સ્વસ્તિકનો વીડિયો સમગ્ર IPL 2025 સીઝન દરમિયાન ચર્ચાનો વિષય રહ્યો હતો. આ સિવાય મલેશિયાના ખેલાડી વિરનદીપ સિંહનો પણ સમાવેશ થાય છે, જે એસોશિએટ નેશનથી એકમાત્ર ખેલાડી છે.  બાકીના સાત ખેલાડીઓમાં ત્રિપુરાના ઓલરાઉન્ડર મણિશંકર મુરાસિંઘ, ચામા મિલિંદ (હૈદરાબાદ), કે.એલ. શ્રીજીત (કર્ણાટક), ઈથન બોશ (દક્ષિણ આફ્રિકા), ક્રિસ ગ્રીન (ઓસ્ટ્રેલિયા), રાહુલ રાજ નમાલા (ઉત્તરાખંડ) અને વિરાટ સિંહ (ઝારખંડ)નો સમાવેશ થાય છે.

Continues below advertisement

મીની-હરાજીમાં આટલા બધા ખેલાડીઓની બોલી લાગશે

આઈપીએલ 2026 મીની-હરાજીની અંતિમ યાદીમાં કુલ 359 ખેલાડીઓનો સમાવેશ થાય છે, જેમાં 247 ભારતીય અને 112 વિદેશી ખેલાડીઓનો સમાવેશ થાય છે. આ અંતિમ યાદીમાંથી, ફક્ત 77 ખેલાડીઓને આઈપીએલ 2026 કોન્ટ્રેક્ટ મળશે, જેમાં 31 સ્થાનો વિદેશી ખેલાડીઓ માટે અનામત છે.

બીસીસીઆઈએ મીની-હરાજીની યાદીમાં સુધારો કર્યો

શુભમન ગિલ, અભિષેક શર્મા અને અર્શદીપ સિંહ સાથે પંજાબ માટે નિખિલ ચૌધરી સ્થાનિક ક્રિકેટ રમી ચૂક્યો છે. લગભગ છ વર્ષ પહેલા નિખિલ તેના કાકાને મળવા ઓસ્ટ્રેલિયા ગયો હતો અને કોવિડ-19 ને કારણે ત્યાં ફસાયો હતો. ત્યારબાદ, તેણે ઓસ્ટ્રેલિયામાં પોતાની ક્રિકેટ કારકિર્દી શરૂ કરી અને વર્ષોની સખત મહેનત પછી તેણે ઓસ્ટ્રેલિયાના સ્થાનિક ક્રિકેટમાં સફળતાપૂર્વક પોતાને સ્થાપિત કર્યો,  ગયા મહિને શેફિલ્ડ શીલ્ડમાં તાસ્માનિયા માટે સદી ફટકારનાર પ્રથમ ભારતીય મૂળનો ખેલાડી બન્યો.

આ ઉપરાંત, નિખિલે ગ્લોબલ સુપર લીગ, મેક્સ60 કેરેબિયન અને અબુ ધાબી T10 સહિત અનેક વિદેશી વ્હાઇટ-બોલ લીગમાં પણ ભાગ લીધો છે. IPL 2026 મીની-ઓક્શનની અંતિમ યાદીમાં નિખિલ ભૂલથી ભારતીય ખેલાડી તરીકે નોંધાયેલો હતો, પરંતુ BCCI એ 9 ડિસેમ્બર, મંગળવાર સાંજે જાહેર કરાયેલ સુધારેલી યાદીમાં આ ભૂલ સુધારી.