IPL 2026: ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) એ પુષ્ટી કરી હતી કે IPL 2026નું શિડ્યૂલ 12 માર્ચે જાહેર કરવામાં આવશે. શરૂઆતમાં શિડ્યૂલ 8 માર્ચે T20 વર્લ્ડ કપ 2026 ફાઇનલના દિવસે સમાપન સમારોહ પહેલા જાહેર થવાનું હતું પરંતુ તે દિવસે શિડ્યૂલ જાહેર કરવામાં આવ્યું ન હતું.
સમાચાર એજન્સી IANS અનુસાર, BCCI સચિવે જણાવ્યું હતું કે IPL 2026નું શિડ્યૂલ 12 માર્ચે જાહેર કરવામાં આવશે અને પ્રથમ તબક્કામાં ફક્ત 20 મેચો જ શિડ્યૂલ કરવામાં આવશે. અગાઉના અહેવાલમાં જણાવાયું હતું કે શિડ્યૂલ બે તબક્કામાં જાહેર કરવામાં આવશે. શિડ્યૂલ હજુ સુધી જાહેર કરવામાં આવ્યું નથી પરંતુ અહીં કઈ ટીમો વચ્ચે પ્રથમ મેચ રમશે.
પ્રથમ મેચ ક્યારે અને કઈ ટીમો વચ્ચે રમાશે?
IPL 2026ના સત્તાવાર બ્રોડકાસ્ટરે જાહેરાત કરી હતી કે આગામી સીઝન 28 માર્ચે શરૂ થશે. જોકે, પ્રથમ મેચ અંગે કોઈ સત્તાવાર નિવેદન જાહેર કરવામાં આવ્યું નથી.
કેટલાક મીડિયા રિપોર્ટ્સ અનુસાર, સીઝનની પહેલી મેચ રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ અને પંજાબ કિંગ્સ વચ્ચે રમાઈ શકે છે. નિયમો મુજબ, સીઝનની પહેલી મેચ ડિફેન્ડિંગ ચેમ્પિયન ટીમના હોમ ગ્રાઉન્ડ પર રમાય છે. આનો અર્થ એ થયો કે IPL 2026ની પહેલી મેચ બેંગલુરુના એમ ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં રમાશે.
IPL2026ના શિડ્યૂલની જાહેરાત પર BCCI સેક્રેટરી દેવજીત સૈકિયાએ કહ્યું હતું કે, "અમે 12 જૂને IPL 2026ના શિડ્યૂલની જાહેરાત કરવાની યોજના બનાવી રહ્યા છીએ. હાલમાં અમે 20 દિવસનું શિડ્યૂલ જાહેર કરવા જઈ રહ્યા છીએ."
ESPNcricinfo માં પ્રકાશિત એક અહેવાલમાં જણાવાયું છે કે 2026 IPL 28 માર્ચે શરૂ થશે. ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) એ જણાવ્યું હતું કે આ ટુર્નામેન્ટ મૂળ રીતે બે દિવસ પહેલા, 26 માર્ચે શરૂ થવાની હતી. 15 ડિસેમ્બરે IPL એ તમામ ફ્રેન્ચાઇઝીઓને જાણ કરી હતી કે આગામી સીઝન 26 માર્ચે શરૂ થશે.
ફાઇનલ ક્યારે યોજાશે?
વધુમાં એવું જણાવવામાં આવ્યું હતું કે 28 માર્ચથી શરૂ થનારી ટુર્નામેન્ટની ટાઇટલ મેચ 31 મેના રોજ રમાશે. એવું માનવામાં આવે છે કે IPL ગવર્નિંગ કાઉન્સિલ શેડ્યૂલને અંતિમ સ્વરૂપ આપવા માટે આવતા અઠવાડિયે બેઠક કરશે. આસામ, પશ્ચિમ બંગાળ અને તમિલનાડુમાં વિધાનસભા ચૂંટણીની તારીખોની જાહેરાત ન થવાને કારણે સમયપત્રકમાં વિલંબ થયો છે.
