IPL: ઇન્ડિયન પ્રીમિયર લીગમાં ગઇ રાત્રે એક મહત્વની મેચ રમાઇ, કોલકત્તાનો સામનો ચેન્નાઇ સામે થયો અને, અને આ મેચમાં ચેન્નાઇનો 6 વિકેટથી પરાજય થયો હતો, આ હાર બાદ હવે ચેન્નાઇ પર ટૂર્નામેન્ટમાંથી બહાર થઇ જવાનો ખતરો ઉભો થયો છે. ખાસ વાત છે કે, અત્યાર સુધી IPL 2023માં 61 મેચો રમાઇ ચૂકી છે, પરંતુ કોઇપણ ટીમે પ્લેઓફની ટિકીટ પાક્કી નથી. પૉઈન્ટ ટેબલમાં અત્યારે ગુજરાત ટાઇટન્સની ટીમ ટૉપ પર છે, જીટી 16 પૉઈન્ટસ સાથે નંબર વનના સ્થાન પર છે, જ્યારે એમ એસ ધોનીની ચેન્નઈ સુપર કિંગ્સ 15 પૉઈન્ટસ સાથે આ લિસ્ટમાં બીજા નંબર પર છે. રવિવારે કોલકતા નાઈટરાઈડર્સે ચેન્નઈને હરાવતાની સાથે જ ધોનીની મુશ્કેલીમાં વધારો થયો છે. 13 મેચોમાંથી 7 મેચ જીત્યા પછી ચેન્નઈની પાસે 15 પૉઇન્ટ છે પરંતુ હજુ સુધી તે પ્લેઓફ માટે ક્વૉલિફાઈ નથી થઈ શકી. 


ચેન્નાઈને હૉમ ગ્રાઉન્ડ પર કરવો પડ્યો કોલકતા સામે હારનો સામનો - 
ચેન્નાઈના એમ એ ચિદંબરમ સ્ટેડિયમમાં સીએસકે પોતાનો ગઇ કાલની મેચમાં હારનો સામનો કર્યો છે. સુનીલ નારેન 2/15 અને વરુણ ચક્રવર્તી 2/36ની શાનદાર બેટિંગ કર્યા બાદ નીતીશ રાણા અને રિન્કુ સિંહએ ફિફ્ટી સાથે કોલકતાએ જીત અપાવી હતી. જોકે, આ હાર બાદ હવે ચેન્નાઇને પ્લેઓફમાં પહોંચવાનુ 


ચેન્નાઇ થઇ શકે છે બહાર - 
ખાસ વાત છે કે, ચેન્નાઇને હવે છેલ્લો ચાન્સ છે, તેને દિલ્હી કેપિટલ્સ સામે રમવાનું છે. અને આ મેચ શનિવારે દિલ્હીમાં 20 મેએ રમાશે, અને અહી જો ઘોનીની ટીમ હારે છે તો તે ટૂર્નામેન્ટની બહાર ફેંકાઇ જશે. આના માટે મુંબઈ ઈન્ડિયન્સ, રૉયલ ચેલેન્જર્સ બેંગ્લૉર અને પંજાબ કિંગ્સ પાસે તેની વ્યૂરચના તૈયાર છે. જાણો જો સીએસકેની પાસે 15 પૉઈન્ટસ જ છે તો તે કઈ રીતે બહાર થઈ શકે છે. 


સૌથી પહેલા IPL 2023માં CSK પોતાની છેલ્લી મેચ દિલ્હી કેપિટલ્સ સામે 20 મેએ રમવાની છે. જો તેમા CSK આ મેચ હારી જાય છે, તો તેમા 15 પૉઇન્ટ જ રહેશે. ગુજરાત ટાઈટંસ પહેલાથી 16 પૉઇન્ટ પર છે જેથી હવે જે ટીમ પાસે 15 પૉઇન્ટ છે તે ટીમ આગળ આવી શકે છે.