IPL 2023: ઇન્ડિયન પ્રીમિયર લીગમાં આજે નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં જંગ જામશે, આજે સાંજે 7.30 વાગે ફરી એકવાર ગુજરાત ટાઇટન્સની ટક્કર સનરાઇઝર્સ હૈદરાબાદ સામે થવાન છે. હાર્દિક અને મારક્રમની સેના આમને સામને ટકરાશે. IPLમાં આજે 16મી સિઝનમાં 62મી મેચ રમાશે. આજની મેચમાં જીત સાથે ગુજરાતની ટીમ પ્લેઓફમાં પહોંચી જશે, તો વળી સામે હૈદરાબાદની ટીમે પહેલાથી જ પ્લેઓફની રેસમાંથી બહાર નીકળી ગઇ છે. ખાસ વાત છે કે, બંને ટીમો IPL 2023માં પહેલી વખત આમને-સામને ટકરાશે. બીજીબાજુ ગુજરાત પોતાની છેલ્લી મેચ મુંબઈ ઈન્ડિયન્સ સામે હારીને આવી રહ્યું છે, તો વળી, હૈદરાબાદ પણ લખનઉ સુપર જાયન્ટ્સ સામેની પોતાની છેલ્લી મેચ હારી ગયુ હતુ. જેના કારણે બંને ટીમોનો આત્મવિશ્વાસ થોડો ઓછો રહેશે.


શું કહે છે આજે મોદી ગ્રાઉન્ડની પીચ  - 
આજની મેચ નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાશે, અહીંની પીચની વાત કરીએ તો તે લાલ અને કાળી માટીથી બનેલી છે. કાળી માટી થોડી સખત હોય છે, જ્યારે લાલ માટી થોડી નરમ હોય છે. આ મેદાન પર સ્પિન બૉલિંગને ઘણી મદદ મળે છે. આવામાં અહીં બેટ્સમેનોએ સ્પિન બૉલરોથી સાવધાન રહેવું પડશે.


આવી હશે બન્નેની આજની સંભવિત પ્લેઇંગ ઇલેવન - 


ગુજરાત ટાઇટન્સની ટીમ - 
રિદ્ધિમાન સાહા (વિકેટકીપર), વિજય શંકર, હાર્દિક પંડ્યા (કેપ્ટન), ડેવિડ મિલર, રાહુલ તેવટિયા, અભિનવ મનોહર, મોહિત શર્મા, રાશિદ ખાન, મોહમ્મદ શમી, અલઝારી જોસેફ, નૂર અહેમદ.


સનરાઇઝર્સ હૈદરાબાદની ટીમ - 
અભિષેક શર્મા, અનમોલપ્રીત સિંહ, રાહુલ ત્રિપાઠી, એનરિચ ક્લાસેન (વિકેટકીપર), એડન માર્કરામ (કેપ્ટન), ગ્લેન ફિલિપ્સ, અબ્દુલ સમદ, ટી નટરાજન, મયંક માર્કંડે, ભુવનેશ્વર કુમાર, ફઝલ-હક-ફારૂકી.