IPL 2025 Chennai Super Kings Ayush Mhatre: ચેન્નાઈ સુપર કિંગ્સ (CSK) તેના વૃદ્ધ -ઉંમરલાયક ખેલાડીઓ માટે જાણીતું છે. એવું કહેવાય છે કે મોટાભાગે જૂના ખેલાડીઓ CSKમાં રમે છે, પરંતુ IPL 2025 માટે ચેન્નાઈ 17 વર્ષીય યુવા ખેલાડીને ટીમમાં સામેલ કરવાનું વિચારી રહી છે. તો ચાલો જાણીએ કે આ 17 વર્ષીય ખેલાડી કોણ છે અને ચેન્નાઈ તેના પર કેમ બોલી લગાવી રહી છે.
આ દિવસોમાં રણજી ટ્રૉફી 2024-25માં રમી રહેલા 17 વર્ષના આયુષ મ્હાત્રે ચેન્નાઈની ટીમ અને એમએસ ધોનીને પ્રભાવિત કર્યા છે. આયુષ તેની બેટિંગથી કમાલ કરતો જોવા મળી રહ્યો છે. તેણે અત્યાર સુધી રમાયેલી ફર્સ્ટ ક્લાસ મેચોમાં શાનદાર બેટિંગ પ્રદર્શન કર્યું, જેણે ચેન્નાઈની ટીમનું ધ્યાન ખેંચ્યું હતું.
ટાઈમ્સ ઓફ ઈન્ડિયા અનુસાર, રણજી ટ્રૉફીના પાંચમા રાઉન્ડ પછી CSK દ્વારા આયુષને ટ્રાયલ માટે બોલાવવામાં આવ્યો હતો. આવી સ્થિતિમાં આયુષ 2025ની IPL સિઝનમાં ચેન્નાઈ સુપર કિંગ્સ તરફથી રમતા જોવા મળી શકે છે.
આ પહેલા ચેન્નાઈએ 2024 IPLમાં અનકેપ્ડ સમીર રિઝવીને ટીમમાં સામેલ કર્યો હતો. CSKએ સમીરને 8.4 કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો. તેવી જ રીતે આયુષને પણ ચેન્નાઈથી સારી કિંમત મળી શકે છે. હવે એ જોવાનું રસપ્રદ રહેશે કે આયુષને ચેન્નાઈની ટીમમાં સ્થાન મળે છે કે નહીં.
અત્યાર સુધી આવી રહી આયુષ મ્હાત્રેની ફર્સ્ટ ક્લાસ કેરિયર
મુંબઈ તરફથી રમતા આયુષ મ્હાત્રે પોતાના કેરિયરમાં અત્યાર સુધી 5 ફર્સ્ટ ક્લાસ મેચ રમ્યો છે. આ મેચોની 9 ઇનિંગ્સમાં તેણે 35.66ની એવરેજથી 321 રન બનાવ્યા છે. આ દરમિયાન તેણે પોતાના બેટથી 1 સદી અને 1 અડધી સદી ફટકારી છે.
નોંધનીય બાબત એ છે કે, આયુષે તેની કારકિર્દીમાં અત્યાર સુધી એકપણ ટી20 કે લિસ્ટ-A મેચ રમી નથી. ટી20 રમ્યા વિના આયુષને ટીમમાં સામેલ કરવો ચેન્નાઈ માટે મોટો નિર્ણય હોઈ શકે છે. જોકે, IPL શરૂ થવામાં હજુ ઘણો સમય છે, આ પહેલા આયુષને ઘણી ટી20 મેચ રમવાની તક મળી શકે છે.
આ પણ વાંચો