CSK vs DC, Ben Stokes: ઇન્ડિયન પ્રીમિયર લીગમાં આજે 55મી મેચ રમાશે, આજે બુધવારે ચેન્નાઇની ટીમ દિલ્હીની ટીમ સામે ટકરાશે. બન્ને ટીમો વચ્ચે આ સિઝનમાં એ પહેલી ટક્કર છે, આજની મેચ સાંજે 7.30 વાગ્યાથી ચેન્નાઇની ચેપૉક સ્ટેડિયમમાં રમાશે. જોકે, મેચ શરૂ થાય તે પહેલા ચેન્નાઇની ટીમ માટે એક ખાસ અને સારા સમાચાર સામે આવ્યા છે. રિપોર્ટ છે કે, આજે ટીમનો સ્ટાર ઓલરાઉન્ડર બેન સ્ટૉક્સ પ્લેઇંગ ઇલેવનમા સામેલ થઇ શકે છે. બેન સ્ટૉકેસ મેચ પહેલા જ નેટ પર જોરદાર બેટિંગ પ્રેક્ટિસ કરતો જોવા મળ્યો હતો. આનો એક વીડિયો પણ હાલમાં ખુબ વાયરલ થઇ રહ્યો છે. જુઓ......


નેટ પર બેટિંગ પ્રેક્ટિસ કરતો દેખાયો - 
ચેન્નાઇ સુપર કિંગ્સે બેન સ્ટૉકેસને મિની ઓક્શનમાં 16 કરોડ રૂપિયાની તગડી રકમમાં  ખરીદ્યો હતો. મેચ પહેલા તે સારા ફોર્મમાં જોવા મળ્યો હતો, પરંતુ ઇજા થવાના કારણે તે છેલ્લી કેટલીક મેચોમાથી બેન્ચ પર બેસેલો છે. પરંતુ આજની દિલ્હી કેપિટલ્સ સામેની મેચ પહેલા બેન સ્ટૉકેસે ચેપૉકના મેદાનમાં જોરદાર બેટિંગ પ્રેક્ટિસ કરી હતી. આ દરમિયાન બેન સ્ટૉકેસ નેટ્સમાં છગ્ગા -ચોગ્ગા ફટકારતો દેખાયો હતો. ચેન્નાઈ સુપર કિંગ્સે બેન સ્ટૉકેસની પ્રેક્ટિસનો વીડિયો હાલમાં સોશ્યલ મીડિયા પર ખુબ વાયરલ થઇ રહ્યો છે. 30 સેકન્ડના આ વીડિયોમાં જોઈ શકાય છે કે ઈંગ્લિશ બેટ્સમેન એકથી વધુ એરિયલ શૉટ ફટકારી રહ્યો છે. ઈંગ્લેન્ડનો ટેસ્ટ કેપ્ટન કોઈપણ સમસ્યા વિના બેટિંગ કરતો જોવા મળ્યો હતો. 






પ્લેઈંગ 11માં મળશે સ્થાન ?
ઈંગ્લેન્ડનો અનુભવી ઓલરાઉન્ડર ચેન્નાઈ માટે ખુબ જ મહત્વની ભૂમિકા નિભાવી શકે છે. જોકે તેની પ્લેઈંગ 11માં હજુ કોઈ જગ્યા નથી. પરંતુ રિપોર્ટ છે કે, આજે બેન સ્ટૉક્સે સ્થાન મળી શકે છે, હાલમાં બેન સ્ટૉક્સની જગ્યાએ અજિંક્યે રહાણેને મિડલ ઓર્ડરમાં મોકો આપવામાં આવી રહ્યો છે. વળી, ટીમ ચાર વિદેશી ખેલાડીઓ ડેવૉન કૉનવે, મોઈન અલી, મહેશ તિક્ષ્ણ અને મતિશા પાથિરાના મેદાનમાં ઉતરી રહ્યાં છે. જોકે, હાલમાં ધોની ફેરફાર કરશે કે નહીં તે જોવાનું રહ્યું. IPLની આ સિઝનમાં બેન સ્ટૉક્સે સંઘર્ષ કર્યો, આ સિઝનમાં તેને 2 મેચમાં 15 રન જ બનાવ્યા છે. આ સિવાય તેને માત્ર એક ઓવર ફેંકી હતી, જેમાં તેને 18 રન આપ્યા હતા.