CSK vs GT Head to Head In IPL:  ઇન્ડિયન પ્રીમિયર લીગમાં આજે 16મી સિઝનમાં ચેમ્પીયન બનવા માટે ટક્કર થઇ રહી છે, આજે ડિફેન્ડિંગ ચેમ્પિયન ગુજરાત ટાઇટન્સ ફરી એકવાર IPL ટ્રૉફી પર કબજો જમાવવા પ્રયાસ કરશે. આજે ગુજરાતની ટક્કર ચેન્નાઇ સામે થવાની છે. આ વખતે IPL 2023ની ફાઇનલમાં ગુજરાત સામે ચારવારની ટાઇટલ જીતનાર ચેન્નાઇ સુપર કિંગ્સનો પડકાર રહેશે. બંને વચ્ચે આજે 28 મેના રોજ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ફાઇનલ મેચ રમાશે. મેચ આજે સાંજે 7.30 વાગ્યાથી શરૂ થશે. બંને વચ્ચે અત્યાર સુધીમાં ચાર મેચ રમાઈ છે. જાણો આજે કોણ કોના પર પડશે ભારે....  

Continues below advertisement

ચેન્નાઇ વિરુદ્ધ ગુજરાત હેડ ટૂ હેડ - ચેન્નાઈ સુપર કિંગ્સ અને ગુજરાત ટાઈટન્સની ટીમો આઈપીએલમાં અત્યાર સુધીમાં ચારવાર આમને-સામને આવી ચૂકી છે, જેમાં ગુજરાત 3 અને ચેન્નાઈએ માત્ર એક જ મેચ જીતી છે. IPL ની 2023ની પ્રથમ લીગ મેચ ચેન્નાઈ અને ગુજરાત વચ્ચે રમાઈ હતી, જેમાં ગુજરાત 5 વિકેટે જીત્યું હતું.

ચેન્નાઇ વિરુદ્ધ પ્લેઓફમાં ગુજરાતની થઇ હતી હાર  - બંને વચ્ચે રમાયેલી કુલ ચાર મેચોમાં 3 લીગ અને 1 પ્લેઓફ મેચનો સમાવેશ થાય છે. ગુજરાતે ત્રણેય લીગ મેચો જીતી છે, જ્યારે ચેન્નાઈની ટીમ પ્લેઓફ મેચ જીતવામાં સફળ રહી છે. બંને વચ્ચે 23 મેએ ક્વૉલિફાયર-1 મેચ રમાઈ હતી, જેમાં ચેન્નાઈ સુપર કિંગ્સે 15 રને જીત મેળવી હતી અને ફાઇનલમાં જગ્યા બનાવી હતી.

Continues below advertisement

10મી વાર ફાઇનલ રમશે ચેન્નાઇ - ઉલ્લેખનીય છે કે, ચેન્નાઈ સુપર કિંગ્સ IPLની 10મી વાર ફાઈનલ મેચ રમશે. અગાઉ રમાયેલી નવ ફાઈનલ મેચોમાં ચેન્નાઈએ ચારમાં જીત મેળવી છે અને પાંચ ટાઈટલ મેચ હારી છે. બીજીબાજુ પોતાની બીજી સિઝન રમી રહેલી ગુજરાતની ટીમ સતત બીજી વખત ફાઇનલમાં પહોંચી છે. અગાઉ IPL 2022ની ફાઇનલમાં ગુજરાતે વિજય મેળવીને ટાઈટલ જીત્યું હતું. હવે જોવાનું એ રહેશે કે ગુજરાત અને ચેન્નાઈમાં આ વખતે કઈ ટીમ જીતે છે.