IPL Final: ઇન્ડિયન પ્રીમિયર લીગમાં નવું ચેમ્પીયન મળી ગયુ છે, ગઇકાલે ધોનીની આગેવાની વાળી ચેન્નાઇ સુપર કિંગ્સની ટક્કર હાર્દિક પંડ્યાની આગેવાની વાળી ગુજરાત ટાઇટન્સ વચ્ચે ફાઇનલ જંગ જામ્યો હતો, આ મેચમાં ધોનીની ટીમે છેલ્લા બૉલ પર પાંચ વિકેટથી હાર્દિકની ટીમને હરાવીને ટ્રૉફી પર પાંચમી વાર કબજો જમાવ્યો હતો. ધોની આઇપીએલમાં સૌથી વધુ વાર ટ્રૉફી જીતનારા કેપ્ટનમાં રોહિત શર્મા સાથે ટૉપ પર આવી ગયો છે. પરંતુ આ બધાની વચ્ચે અહીં અમે તમને એવા પાંચ ખેલાડીઓ વિશે વાત કરી રહ્યાં છીએ, જેઓએ ગઇકાલેની ચેન્નાઇ વિરુદ્ધ ગુજરાત વચ્ચેની ફાઇનલમાં દમ બતાવ્યો હતો. જાણો અહીં ફાઇનલ મેચમાં અજિંક્યે રહાણે અને એમએસ ધોનીને પણ ખાસ એવૉર્ડથી નવાજવામાં આવ્યા છે, જાણો આ બન્નેને શું મળ્યા એવૉર્ડ....
આઇપીએલ ફાઇનલમાં આ પાંચ ખેલાડીઓએ બતાવ્યો દમ,
આઇપીએલ 2023 ફાઇનલમાં એવૉર્ડ જીતનારા પ્લેયર્સ -
• ઇલેક્ટ્રિક સ્ટ્રાઇકર ઓફ ધ મેચઃ અજિંક્યે રહાણે
• ગેમ ચેન્જર ઓફ ધ મેચઃ સાઇ સુદર્શન
• મૉસ્ટ વેલ્યૂએબલ એસેટ ઓફ ધ મેચઃ સાઇ સુદર્શન
• લૉન્ગેસ્ટ સિક્સ ઓફ ધ મેચઃ સાઇ સુદર્શન
• રૂપે ઓન ધ ગૉ -4s ઓફ ધ મેચઃ સાઇ સુદર્શન
• પ્લેયર ઓફ ધ મેચઃ ડેવૉન કૉનવે
• એક્ટિવ કેચ ઓફ ધ મેચઃ એમએસ ધોની
16મી સિઝનમાં સોમવારે રાત્રે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાયેલી ફાઇનલ મેચમાં ધોનીની આગેવાની વાળી ચેન્નાઇ સુપર કિંગ્સે છેલ્લા બૉલ પર હાર્દિક પંડ્યાની આગેવાની વાળી ગુજરાત ટાઇટન્સની ટીમને પાંચ વિકેટથી હરાવી દીધુ, આ સાથે જ ધોનીની ટીમ પાંચમી વાર ચેમ્પીયન બની ચૂકી છે. ડકવર્થ લૂઇસ નિયમ અંતર્ગત 15 ઓવરોમાં જીત માટે 171 રનોનો ટાર્ગેટ મળ્યો હતો, જેને મેચની છેલ્લી ઓવરના છેલ્લા બૉલ પર કરાયો હતો.