IPL 2023 Orange Cap Puprple Cap: IPL 2023 સિઝનમાં ગુજરાત ટાઇટન્સના ઓપનર શુભમન ગીલે સૌથી વધુ રન બનાવ્યા હતા. આ રીતે ઓરેન્જ કેપ શુભમન ગિલને મળી હતી. શુભમન ગિલે 17 મેચમાં 890 રન બનાવ્યા હતા. આ સાથે જ ગુજરાત ટાઇટન્સના ફાસ્ટ બોલર મોહમ્મદ શમીએ પર્પલ કેપ જીતી હતી. મોહમ્મદ શમીએ 17 મેચમાં સૌથી વધુ 28 વિકેટ લીધી હતી. જ્યારે ગુજરાત ટાઇટન્સના મોહિત શર્મા અને રાશિદ ખાને 27-27 વિકેટ લીધી હતી. આ સાથે જ મુંબઈ ઈન્ડિયન્સના પિયુષ ચાવલાએ 22 વિકેટ ઝડપી હતી.
IPL વિજેતા ટીમને કેટલા પૈસા મળ્યા?
મહેન્દ્ર સિંહ ધોનીની આગેવાની હેઠળની CSK એ સતત પાંચમી વખત IPL ટાઇટલ જીત્યું. IPL વિજેતા ચેન્નાઈ સુપર કિંગ્સે ઈનામી રકમ તરીકે 20 કરોડ રૂપિયા મળ્યા.
ફાઇનલમાં હારેલી ટીમને કેટલા પૈસા મળ્યા?
ફાઇનલ મેચમાં ગુજરાત ટાઇટન્સને હારનો સામનો કરવો પડ્યો હતો, પરંતુ તેમ છતાં હાર્દિક પંડ્યાની આગેવાની હેઠળની ટીમને પણ મોટી રકમ મળી હતી, ગુજરાત ટાઇટન્સને રનર અપ તરીકે 13 કરોડ રૂપિયા મળ્યા હતા.
ઓરેન્જ કેપ વિજેતાને કેટલા પૈસા મળ્યા?
ઓરેન્જ કેપ વિજેતા ગુજરાત ટાઇટન્સના ખેલાડી શુભમન ગીલને 15 લાખ રૂપિયા મળ્યા હતા.
પર્પલ કેપ વિજેતાને કેટલી ઈનામી રકમ મળી?
ગુજરાત ટાઈટન્સના પર્પલ કેપ વિજેતા મોહમ્મદ શમીને ઈનામી રકમ તરીકે 15 લાખ રૂપિયા મળ્યા હતા.
ચેન્નાઈ સુપર કિંગ્સે આઈપીએલ 2023 સીઝનનો ખિતાબ જીત્યો છે. આ રીતે ચેન્નાઈ સુપર કિંગ્સ પાંચમી વખત આઈપીએલ ટાઈટલ જીતવામાં સફળ રહી. હવે ચેન્નાઈ સુપર કિંગ્સ અને મુંબઈ ઈન્ડિયન્સ સંયુક્ત રીતે સૌથી વધુ વખત આઈપીએલ જીતનારી ટીમ બની ગઈ છે. ચેન્નાઈ સુપર કિંગ્સ અને મુંબઈ ઈન્ડિયન્સે 5-5 વખત આઈપીએલ ટ્રોફી પર કબજો કર્યો છે.
ધોનીએ નિવૃત્તિ અંગે શું કહ્યું
ધોનીએ નિવૃત્તિની અટકળોને ફગાવી દીધી છે. તેણે કહ્યું કે દર્શકોના પ્રેમને જોઈને તે આગામી સિઝનમાં તેમને ગિફ્ટ આપવા માટે ફરીથી રમશે. આ સિઝનની શરૂઆતથી જ એવી અટકળો લગાવવામાં આવી રહી હતી કે આ ધોનીની છેલ્લી સિઝન હશે. તેણે કહ્યું, “જો આપણે સંજોગો પર નજર કરીએ તો મારા માટે નિવૃત્તિ લેવાનો આ યોગ્ય સમય છે. મારા માટે એ કહેવું ખૂબ જ સરળ છે કે હું હવે જતો રહ્યો છું, પરંતુ આગામી નવ મહિના સુધી સખત મહેનત કરીને વધુ એક સિઝન રમીને પરત ફરવું મુશ્કેલ છે.
તેણે કહ્યું, “શરીરે સહકાર આપવો પડશે. ચેન્નાઈના પ્રશંસકોએ જે રીતે મારા પર પ્રેમ વરસાવ્યો છે, તે તેમના માટે મારી ભેટ હશે કે હું વધુ એક સિઝન રમું. તેઓએ જે પ્રેમ અને જુસ્સો બતાવ્યો છે, મારે પણ તેમના માટે કંઈક કરવું જોઈએ.