IPL Final 2023: બીસીસીઆઇની સૌથી સૌથી મોટી ટૂર્નામેન્ટ આઇપીએલ - ઇન્ડિયન પ્રીમિયર લીગનું ગઇ રાત્રે ધમાકેદાર સમાપન થઇ ગયુ છે. ગઇ કાલે નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાયેલી ફાઇનલ મેચમાં ફરી એકવાર ધોનીની ટીમ ચેમ્પીયન બનવામાં સફળ રહી હતી, આ ટીમે પાંચમી વાર ટ્રૉફી પોતાના નામે કરી હતી. 16મી સિઝનમાં સોમવારે રાત્રે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાયેલી ફાઇનલ મેચમાં ધોનીની આગેવાની વાળી ચેન્નાઇ સુપર કિંગ્સે છેલ્લા બૉલ પર હાર્દિક પંડ્યાની આગેવાની વાળી ગુજરાત ટાઇટન્સની ટીમને પાંચ વિકેટથી હરાવી દીધુ, આ સાથે જ ધોનીની ટીમ પાંચમી વાર ચેમ્પીયન બની ચૂકી છે. ડકવર્થ લૂઇસ નિયમ અંતર્ગત 15 ઓવરોમાં જીત માટે 171 રનોનો ટાર્ગેટ મળ્યો હતો, જેને મેચની છેલ્લી ઓવરના છેલ્લા બૉલ પર કરાયો હતો. પરંતુ ખાસ વાત છે કે આ ફાઇનલ બાદ કેટલાય ખેલાડીઓને એવૉર્ડથી નવાજવામાં આવ્યા હતા, જેમાં કેટલાક ખેલાડીઓને બીસીસીઆઇ દ્વારા 10-10 લાખ રૂપિયાનું ઇનામ આપવામાં આવ્યુ હતુ, અહીં જુઓ કયા કયા ખેલાડીઓને મળ્યુ છે આ ઇનામ....


આઇપીએલ 2023માં આ ખેલાડીઓ પર થયો પૈસાનો વરસાદ - 
• સિઝનમાં સૌથી વધુ વિકેટ (પર્પલ કેપ)- મોહમ્મદ શમી 28 વિકેટ (10 લાખ રૂપિયા)
• સિઝનમાં સૌથી વધુ રન (ઓરેન્જ કેપ) - શુભમન ગીલ 890 રન (10 લાખ રૂપિયા)
• ઇમર્જિંગ પ્લેયર ઓફ ધ સિઝન - યશસ્વી જાસ્વાલ (10 લાખ રૂપિયા)
• ઇલેક્ટ્રિક સ્ટ્રાઇકર ઓફ ધ સિઝન - ગ્લેન મેક્સવેલ (10 લાખ રૂપિયા)
• ગેમ ચેન્જર ઓફ ધ સિઝન - શુભમન ગીલ (10 લાખ રૂપિયા)
• પેટીએમ ફેરપ્લે એવોર્ડ - દિલ્હી કેપિટલ્સ 
• કેચ ઓફ ધ સિઝન - રાશિદ ખાન (10 લાખ રૂપિયા)
• મૉસ્ટ વેલ્યૂએબલ પ્લેયર - શુભમન ગીલ (10 લાખ રૂપિયા)
• રૂપે ઓન ધ ગૉ - 4s ઓફ ધ સિઝનઃ શુભમન ગીલ (10 લાખ રૂપિયા)
• લૉગેસ્ટ સિક્સ ઓફ ધ સિઝન: ફાક ડૂ પ્લેસીસ (10 લાખ રૂપિયા)
• પીચ એન્ડ ગ્રાઉન્ડ એવૉર્ડ: વાનખેડે સ્ટેડિયમ અને ઇડન ગાર્ડન્સ (50 લાખ રૂપિયા)
• સિઝનમાં સૌથી વધુ છગ્ગા - ફૂક ડૂ પ્લેસીસ (10 લાખ રૂપિયા)


ઉલ્લેખનીય છે કે, ફાઇનલ મેચ બાદ એવૉર્ડ્સ સમારોહનું આયોજન થયુ હતુ, જેમાં ચેમ્પીયન ટીમ અને રનર-અપ ટીમ પર પૈસાનો વરસાદ થયો હતો, આ ઉપરાંત ટૂર્નામેન્ટમાં બેસ્ટ પ્રદર્શન કરનારા ખેલાડીઓને એવૉર્ડ્સ આપવામા આવ્યા હતા. વિજેત ટીમ સુપર કિંગ્સને 20 કરોડ રૂપિયા મળ્યા જ્યારે રનર-અપ ટીમ ગુજરાત ટાઇટન્સને 12.50 કરોડ રૂપિયા મળ્યા હતા. વળી, ગુજરાત ટાઇટન્સના ખેલાડીઓમાં શુભમન ગીલને ઓરેન્જ કેપ અને શમીને પર્પલ કેપ જીતી છે.