CSK vs GT Playing XI & Pitch Report: આજે ચેન્નાઈ સુપર કિંગ્સનો સામનો ગુજરાત ટાઇટન્સ સામે થશે. બંને ટીમો ચેન્નાઈના એમએ ચિદમ્બરમ સ્ટેડિયમમાં સામસામે ટકરાશે. વાસ્તવમાં ચેન્નાઈ સુપર કિંગ્સ અને ગુજરાત ટાઇટન્સ બંનેએ પોતાની પ્રથમ મેચ જીતી લીધી છે. તેથી, બંને ટીમોની નજર સિઝનની બીજી જીત પર રહેશે. ચેન્નાઈ સુપર કિંગ્સે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરને 6 વિકેટે હરાવ્યું. વળી, શુભમન ગિલની આગેવાની હેઠળના ગુજરાત ટાઇટન્સે મુંબઈ ઈન્ડિયન્સને 6 રનથી હરાવ્યું હતું. પરંતુ આ મેચમાં ચેન્નાઈ સુપર કિંગ્સ અને ગુજરાત ટાઈટન્સની પ્લેઈંગ ઈલેવન કેવી હશે ? આ સિવાય અમે પિચ રિપોર્ટ અને મેચની આગાહી જોઈશું.
ચેપૉકની પીચ પર સ્પિનરોની મૌજ -
ચેપોક સ્ટેડિયમની પીચની વાત કરીએ તો આ વિકેટ ધીમી રહે છે. અહીં બોલ બેટ પર સરળતાથી નથી આવતો. ખાસ કરીને સ્પિન બોલરો વિપક્ષી બેટ્સમેનો માટે મોટો પડકાર સાબિત થઈ રહ્યા છે. આ સિવાય ફાસ્ટ બોલરોને પણ પીચમાંથી મદદ મળે છે. પરંતુ એકવાર બેટ્સમેન પીચના મૂડને સમજે છે, પછી બેટિંગ સરળ બની જાય છે. આ રીતે બોલરો સિવાય બેટ્સમેન માટે પણ તક છે. તે જ સમયે, આ મેદાન પર પ્રથમ બેટિંગ કરનારી ટીમે 46 મેચ જીતી છે, જ્યારે રનનો પીછો કરતી ટીમે 31 મેચ જીતી છે. ચેપોક મેદાન પર પ્રથમ દાવનો સરેરાશ સ્કોર 163 રન છે.
ચેન્નાઇ સુપર કિંગ્સનું પલડુ ભારે -
ચેપોક મેદાન પર ચેન્નાઈ સુપર કિંગ્સનો દબદબો રહ્યો છે. ખાસ કરીને આ મેદાન પર CSKના સ્પિનરો વિપક્ષી બેટ્સમેનોને ભારે મુશ્કેલી ઉભી કરે છે. જ્યારે છેલ્લી મેચમાં હોમ ટીમે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરને હરાવ્યું હતું. CSKના બેટ્સમેનો અને બોલરો પોતાનું કામ સારી રીતે કરી રહ્યા છે. તેથી, ગુજરાત ટાઇટન્સ સામે CSKનો હાથ ઉપર હોઈ શકે છે. શુબમન ગિલની ટીમ માટે ચેપોકમાં સીએસકેને હરાવવું આસાન નહીં હોય.
ચેન્નાઇ સુપર કિંગ્સની સંભવિત પ્લેઇંગ ઇલેવન -
ઋતુરાજ ગાયકવાડ (કેપ્ટન), રચિન રવિન્દ્ર, અજિંક્ય રહાણે, ડેરીલ મિશેલ, રવિન્દ્ર જાડેજા, સમીર રિઝવી, મહેન્દ્રસિંહ ધોની (વિકેટકીપર), દીપક ચહર, મહેશ તિક્ષણા, મુસ્તફિઝુર રહેમાન અને તુષાર દેશપાંડે.
ગુજરાત ટાઇટન્સની સંભવિત પ્લેઇંગ ઇલેવન -
શુભમન ગિલ (કેપ્ટન), રિદ્ધિમાન સાહા, વિજય શંકર, ડેવિડ મિલર, અઝમતુલ્લા ઓમરઝાઈ, રાહુલ તેવટિયા, રાશિદ ખાન, ઉમેશ ખાન, મોહિત શર્મા, આર સાઈ કિશોર અને સ્પેન્સર જોન્સન.