CSK vs KKR Live Score: કોલકાતાએ ચેન્નાઈને 8 વિકેટે હરાવ્યું, સુનીલ નારાયણનું વિસ્ફોટક પ્રદર્શન

IPL 2025 CSK vs KKR Score Live Updates: IPL 2025ની 25મી મેચ ચેન્નાઈના હોમ ગ્રાઉન્ડ પર રમાશે, ધોની ફરી કપ્તાન બનશે.

gujarati.abplive.com Last Updated: 11 Apr 2025 10:41 PM

બ્રેકગ્રાઉન્ડ

IPL 2025 CSK vs KKR Score Live Updates: IPL 2025ની 25મી રોમાંચક મેચ આજે ચેન્નાઈ સુપર કિંગ્સ (CSK) અને કોલકાતા નાઈટ રાઈડર્સ (KKR) વચ્ચે રમાશે. આ મુકાબલો ચેન્નાઈના એમએ ચિદમ્બરમ...More

CSK VS KKR Live Score: KKRનો ધમાકેદાર વિજય, CSKને ૮ વિકેટે કારમી હાર આપી

IPL 2025ની 25મી મેચમાં કોલકાતા નાઈટ રાઈડર્સે (KKR) ચેન્નાઈ સુપર કિંગ્સ (CSK)ને એકતરફી મુકાબલામાં ૮ વિકેટે પરાજય આપ્યો હતો. KKRએ CSK દ્વારા આપવામાં આવેલા ૧૦૪ રનના લક્ષ્યાંકને માત્ર ૧૦.૧ ઓવરમાં બે વિકેટ ગુમાવીને હાંસલ કરી લીધો હતો.


KKR તરફથી સુનીલ નરેને ઓપનિંગમાં આવીને ધમાકેદાર બેટિંગ કરી હતી અને માત્ર ૧૮ બોલમાં સૌથી વધુ ૪૪ રન બનાવ્યા હતા. ક્વિન્ટન ડી કોકે પણ ૧૬ બોલમાં ૨૩ રનનું યોગદાન આપ્યું હતું. ત્યારબાદ કેપ્ટન અજિંક્ય રહાણેએ ૧૭ બોલમાં ૨૦ રન અને રિંકુ સિંહે ૧૨ બોલમાં ૧૫ રનની અણનમ ઇનિંગ રમીને ટીમને વિજય અપાવ્યો હતો. CSKના બોલરોમાં નૂર અહેમદ અને અંશુલ કંબોજે એક-એક વિકેટ લીધી હતી, પરંતુ તેઓ KKRના બેટ્સમેનોને રોકવામાં સફળ રહ્યા નહોતા.


આ પહેલાં CSKએ પ્રથમ બેટિંગ કરતા ૨૦ ઓવરમાં ૯ વિકેટે ૧૦૩ રન બનાવ્યા હતા. ટીમ તરફથી શિવમ દુબેએ ૨૯ બોલમાં ૩૧ અને વિજય શંકરે ૨૧ બોલમાં ૨૯ રનનું યોગદાન આપ્યું હતું. KKRના બોલરોએ શાનદાર પ્રદર્શન કર્યું હતું, જેમાં સુનીલ નારાયણે સૌથી વધુ ૩ વિકેટ ઝડપી હતી. વરુણ ચક્રવર્તી અને હર્ષિત રાણાએ બે-બે વિકેટ પોતાના નામે કરી હતી.