CSK vs MI Score: ચેેન્નઈ સુપર કિંગ્સની જીત સાથે શરુઆત, મુંબઈને 4 વિકેટથી હરાવ્યું

IPL 2025માં આજે એટલે કે રવિવારે બીજી મેચ ચેન્નાઈ સુપર કિંગ્સ અને મુંબઈ ઈન્ડિયન્સ વચ્ચે રમાશે. આ મેચ CSKના હોમ ગ્રાઉન્ડ ચેપોકમાં રમાશે.

gujarati.abplive.com Last Updated: 23 Mar 2025 11:10 PM
CSK vs MI Full Highlights: ચેન્નઈએ મુંબઈને 4 વિકેટે હરાવ્યું

IPL 2025ની ત્રીજી મેચમાં ચેન્નઈ સુપર કિંગ્સે મુંબઈ ઈન્ડિયન્સને 4 વિકેટે હરાવ્યું હતું. ચેન્નઈની આ જીતના હીરો રચિન રવિન્દ્ર અને નૂર અહેમદ હતા. નૂર અહેમદે ચાર વિકેટ લીધી હતી. ત્યારબાદ રચિન રવિન્દ્રએ બેટિંગ કરીને 65 રનની અણનમ ઇનિંગ રમી હતી. મુંબઈ ઈન્ડિયન્સે પ્રથમ બેટિંગ કરતા 155 રન બનાવ્યા હતા. જવાબમાં ચેન્નાઈએ 19.1 ઓવરમાં લક્ષ્યનો પીછો કરી લીધો હતો.

CSK vs MI Live Score: ચેન્નાઈનો સ્કોર 119/5

15 ઓવર પછી ચેન્નાઈનો સ્કોર 5 વિકેટે 119 રન છે. ચેન્નાઈને હવે 30 બોલમાં જીતવા માટે 37 રન બનાવવાના છે. રચિન રવિન્દ્ર 41 અને રવિન્દ્ર જાડેજા 02 રને રમતમાં છે.

CSK vs MI Live Score: વિલ જેક્સે સેમ કરનને બોલ્ડ કર્યો 

મેચ સંપૂર્ણપણે પલટાઈ ગઈ છે. વિલ જેક્સે 15મી ઓવરમાં સેમ કરનને બોલ્ડ કર્યો હતો. હવે ચેન્નાઈએ 116 રનમાં 5 વિકેટ ગુમાવી દીધી છે. સેમ કરન 9 બોલમાં માત્ર ચાર રન બનાવી શક્યો હતો.

CSK vs MI Live Score: ચેન્નાઈની ચોથી વિકેટ પડી

યુવા સ્પિનર ​​વિગ્નેશ પુથુરે એકલા હાથે મેચ પલટી છે. તેણે દીપક હુડાને પણ આઉટ કર્યો હતો. તે પાંચ બોલમાં માત્ર ત્રણ રન જ બનાવી શક્યો હતો. ચેન્નાઈએ 107 રનમાં ચોથી વિકેટ ગુમાવી હતી.

CSK vs MI Live Score: વિગ્નેશ પુથુરને વિકેટ મળી હતી

વિગ્નેશ પુથુરને તેની ડેબ્યૂ મેચમાં સફળતા મળી હતી. તેણે રૂતુરાજ ગાયકવાડને કેચ આઉટ કરાવ્યો હતો. ગાયકવાડ 26 બોલમાં 53 રન બનાવીને આઉટ થયો હતો. 8 ઓવર પછી ચેન્નાઈનો સ્કોર 79/2 છે.

CSK vs MI Live Score: ગાયકવાડની અડધી સદી

વિલ જેક્સે સાતમી ઓવર નાખી. આ ઓવરમાં 12 રન આવ્યા હતા. ગાયકવાડે કવર પર શાનદાર સિક્સર ફટકારી હતી. 7 ઓવર પછી ચેન્નાઈ સુપર કિંગ્સનો સ્કોર એક વિકેટે 74 રન છે. ઋતુરાજ ગાયકવાડ 22 બોલમાં 50 રન બનાવીને રમતમાં છે. તેણે 6 ફોર અને 3 સિક્સર ફટકારી છે. રચિન રવિન્દ્ર 17 બોલમાં બે ચોગ્ગા સાથે 20 રન બનાવીને રમતમાં છે.

CSK vs MI Live Score: ચેન્નાઈનો સ્કોર 48-1

પાંચમી ઓવર સત્યનારાયણ રાજુએ ફેંકી હતી. આ ઓવરમાં 13 રન આવ્યા હતા. 5 ઓવર પછી ચેન્નાઈ સુપર કિંગ્સનો સ્કોર એક વિકેટે 48 રન છે. રૂતુરાજ ગાયકવાડ 13 બોલમાં 28 રન બનાવીને રમતમાં છે. તેણે 4 ફોર અને 1 સિક્સ ફટકારી છે. રચિન રવિન્દ્ર 14 બોલમાં બે ચોગ્ગાની મદદથી 16 રન બનાવીને રમતમાં છે.

CSK vs MI Live Score: ચેન્નાઈની પહેલી વિકેટ પડી

ચેન્નાઈની પહેલી વિકેટ બીજી ઓવરમાં 11ના સ્કોર પર પડી હતી. દીપક ચહરે રાહુલ ત્રિપાઠીને વિકેટ પાછળ કેચ આઉટ કરાવ્યો હતો. તે ત્રણ બોલમાં માત્ર બે રન જ બનાવી શક્યો હતો. બે ઓવર પછી ચેન્નાઈનો સ્કોર એક વિકેટે 12 રન છે.

મુંબઈએ ચેન્નાઈને 156 રનનો ટાર્ગેટ આપ્યો હતો

મુંબઈ ઈન્ડિયન્સે ચેન્નાઈ સુપર કિંગ્સ સામે 156 રનનો ટાર્ગેટ રાખ્યો છે. IPL 2025ની ત્રીજી મેચ રવિવારે મુંબઈ અને ચેન્નાઈ વચ્ચે રમાઈ રહી છે. આ મેચમાં ટોસ હારીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય લેતા મુંબઈએ 20 ઓવરમાં નવ વિકેટ ગુમાવીને 155 રન બનાવ્યા હતા. મુંબઈ તરફથી  તિલક વર્માએ 31 રન અને સૂર્યકુમાર યાદવે 29 રન બનાવ્યા હતા.   જ્યારે CSK માટે નૂર અહેમદે ચાર અને ખલીલ અહેમદે ત્રણ વિકેટ ઝડપી હતી. તેના સિવાય નાથન એલિસ અને રવિચંદ્રન અશ્વિનને એક-એક સફળતા મળી હતી.

CSK vs MI Live Score: 19મી ઓવરમાં 13 રન અને એક વિકેટ 

ખલીલ અહેમદે 19મી ઓવર નાખી હતી. જેમાં દીપક ચહરે એક સિક્સર અને એક ફોર ફટકારી હતી. ટ્રેન્ટ બોલ્ટ છેલ્લા બોલ પર આઉટ થયો હતો. મુંબઈનો સ્કોર 19 ઓવરમાં 9 વિકેટે 141 રન છે. બોલ્ટ બે બોલમાં એક રન બનાવી શક્યો હતો.

CSK vs MI Live Score: 15 ઓવર બાદ મુંબઈનો સ્કોર 110/6

મુંબઈની ટીમે 15 ઓવર બાદ 6 વિકેટ ગુમાવીને 110 રન બનાવી લીધા છે. નમન ધીર અને સેન્ટનર હાલ મેદાનમાં રમી રહ્યા છે. એક બાદ એક મુંબઈની વિકેટ પડવાનો સિલસિલો યથાવત છે. 

CSK vs MI Live Score: તિલક વર્મા પણ પેવેલિયન પરત ફર્યો

મુંબઈની 87 રનમાં 3 વિકેટ હતી અને હવે સ્કોર 6 વિકેટે 96 રન છે. MI નો સ્કોર 13 ઓવરમાં 96/6 છે. તિલક વર્મા 25 બોલમાં 31 રન બનાવીને આઉટ થયો હતો. તેને પણ નૂર અહેમદે આઉટ કર્યો હતો.

CSK vs MI Live Score: સૂર્યકુમાર યાદવ આઉટ

મુંબઈ ઈન્ડિયન્સને 11મી ઓવરમાં 87 રનના સ્કોર પર મોટો ફટકો પડ્યો હતો. સૂર્યકુમાર યાદવ 26 બોલમાં 29 રન બનાવીને આઉટ થયો હતો. ધોનીએ તેને  સ્ટમ્પ કર્યો. નૂર અહેમદે MIને ચોથો ઝટકો આપ્યો હતો.

CSK vs MI Live Score: મુંબઈની ત્રીજી વિકેટ પડી

ઇનિંગ્સની 5મી ઓવરમાં રવિચંદ્રન અશ્વિને વિલ જેક્સને પોતાની સ્પિનમાં ફસાવી દીધો અને તેને 11 રનના સ્કોર પર આઉટ કર્યો. મુંબઈએ 5 ઓવરમાં 3 વિકેટ ગુમાવીને 44 રન બનાવ્યા છે. સૂર્યકુમાર યાદવ હાલમાં 12 રન અને તિલક વર્મા 8 રન સાથે રમી રહ્યા છે.

CSK vs MI Live Score: મુંબઈને બીજો ઝટકો

મુંબઈ ઈન્ડિયન્સે 14 બોલમાં બીજી વિકેટ ગુમાવી દીધી હતી. ખલીલ અહેમદે રેયાન રિકલ્ટનને 13ના સ્કોર પર આઉટ કર્યો હતો. મુંબઈનો સ્કોર 3 ઓવરમાં 2 વિકેટ ગુમાવીને 21 રન થઈ ગયો છે.

CSK vs MI Live Score: રોહિત શર્મા આઉટ

મુંબઈ ઈન્ડિયન્સની શરૂઆત મોટા ઝટકા સાથે થઈ છે. ઓપનર રોહિત શર્મા ખાતુ ખોલાવ્યા વગર જ પેવેલિયન પરત ફર્યો હતો. ખલીલ અહેમદે તેને પહેલી જ ઓવરમાં પોતાનો શિકાર બનાવ્યો હતો.

CSK vs MI Live Score: મુંબઈ ઈન્ડિયન્સ પ્લેઈંગ ઈલેવન

રોહિત શર્મા, રેયાન રિકલ્ટન (વિકેટકિપર), વિલ જેક્સ, સૂર્યકુમાર યાદવ (કેપ્ટન), તિલક વર્મા, નમન ધીર, રોબિન મિંઝ, મિશેલ સેન્ટનર, દીપક ચહર, ટ્રેન્ટ બોલ્ટ, સત્યનારાયણ રાજુ.

CSK vs MI Live Score: ચેન્નાઈ સુપર કિંગ્સની પ્લેઈંગ ઈલેવન

રુતુરાજ ગાયકવાડ (કેપ્ટન), રચિન રવિન્દ્ર, દીપક હુડા, શિવમ દુબે, રવિન્દ્ર જાડેજા, સેમ કરન, એમએસ ધોની (વિકેટકીપર), રવિચંદ્રન અશ્વિન, નૂર અહેમદ, નાથન એલિસ અને ખલીલ અહેમદ.

CSK vs MI Live Updates: ચેન્નઈની ટીમે ટોસ જીત્યો

ચેન્નઈ સુપર કિંગ્સ અને મુંબઈ ઈન્ડિયન્સ વચ્ચે મુકાબલો છે. ચેન્નઈની ટીમે ટોસ જીતી પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય કર્યો છે. મુંબઈની ટીમ પ્રથમ બેટિંગ કરશે. 

બ્રેકગ્રાઉન્ડ

Chennai Super Kings vs Mumbai Indians, IPL 2025: IPL 2025માં આજે એટલે કે રવિવારે બીજી મેચ ચેન્નાઈ સુપર કિંગ્સ અને મુંબઈ ઈન્ડિયન્સ વચ્ચે રમાશે. આ મેચ CSKના હોમ ગ્રાઉન્ડ ચેપોકમાં રમાશે. હાર્દિક પંડ્યા આ મેચમાં મુંબઈ માટે રમશે નહીં.  કારણ કે તેના પર એક મેચનો પ્રતિબંધ છે. હાર્દિકની જગ્યાએ સૂર્યકુમાર યાદવ આજે મુંબઈની કમાન સંભાળશે. ચેન્નાઈનું નેતૃત્વ ઋતુરાજ ગાયકવાડ કરશે.


ચેન્નાઈ અને મુંબઈ વચ્ચેની આ મેચ એમએ ચિદમ્બરમ સ્ટેડિયમમાં રમાશે. મેચનો ટોસ સાંજે 7 વાગ્યે થશે, જ્યારે મેચ સાંજે 7.30 વાગ્યે શરૂ થશે. એમએસ ધોનીને જોવા માટે મોટી સંખ્યામાં લોકો આવી શકે છે. આવી સ્થિતિમાં, સ્ટેડિયમ ખીચોખીચ ભરેલું રહેવાની આશા છે. આજે આખું સ્ટેડિયમ ચેન્નઈની ટીર્શટના કલરમાં પીળું દેખાઈ શકે છે.


CSK Vs MI પિચ રિપોર્ટ


એમએ ચિદમ્બરમ સ્ટેડિયમની પીચની વાત કરીએ તો અહીં સ્પિનરોને મદદ મળે છે. આવી સ્થિતિમાં બંને ટીમો ત્રણ-ત્રણ સ્પિનરો સાથે મેદાનમાં ઉતરી શકે છે. ચેન્નાઈની સ્પિન વધુ ખતરનાક છે. ચેન્નાઈ પાસે રવિન્દ્ર જાડેજા, રવિચંદ્રન અશ્વિન અને નૂર અહેમદના રૂપમાં ઘાતક સ્પિનરો છે. જ્યારે મુંબઈ ઈન્ડિયન્સ પાસે મુજીબ ઉર રહેમાન, કર્ણ શર્મા અને મિશેલ સેન્ટનર જેવા મહાન સ્પિનરો છે. આ મેચમાં ઝાકળની અસર જોવા મળી શકે છે. આવી સ્થિતિમાં ટોસ જીતનારી ટીમ પહેલા બોલિંગ કરવાનો નિર્ણય કરી શકે છે.


CSK Vs MI મેચ પ્રિડિક્શન 


આઈપીએલના ઈતિહાસમાં અત્યાર સુધી ચેન્નાઈ સુપર કિંગ્સ અને મુંબઈ ઈન્ડિયન્સ વચ્ચે 39 મેચ રમાઈ છે. તેમાંથી મુંબઈની ટીમ 21 વખત જીતી છે જ્યારે ચેન્નાઈએ 18 વખત જીત મેળવી છે. તમને જણાવી દઈએ કે બંને ટીમો વચ્ચે રમાયેલી છેલ્લી 6 મેચોમાંથી સીએસકે પાંચ વખત જીતી છે. ચેન્નાઈ સામે MIની છેલ્લી જીત વર્ષ 2022માં મળી હતી.


ચેન્નાઈ સુપર કિંગ્સની સંભવિત પ્લેઈંગ ઈલેવન: ઋતુરાજ ગાયકવાડ (કેપ્ટન), ડેવોન કોનવે,  રાહુલ ત્રિપાઠી, શિવમ દુબે, દીપક હુડા, રવિન્દ્ર જાડેજા, એમએસ ધોની, સેમ કરન, આર અશ્વિન, નૂર અહેમદ અને મથીશા પથિરાના.


મુંબઈ ઈન્ડિયન્સની સંભવિત પ્લેઈંગ ઈલેવન: રોહિત શર્મા, વિલ જેક્સ/રિયાન રિકલ્ટન, તિલક વર્મા, સૂર્યકુમાર યાદવ (કેપ્ટન), નમન ધીર, રોબિન મિંઝ (વિકેટકીપર), મિચેલ સેન્ટનર, કોર્બીન બોશ, દીપક ચહર, ટ્રેન્ટ બોલ્ટ અને કર્ણ શર્મા. 

- - - - - - - - - Advertisement - - - - - - - - -

TRENDING NOW

© Copyright@2025.ABP Network Private Limited. All rights reserved.