MS Dhoni Stumping: MS Dhoni Stumping: આઈપીએલ 2025ની 8મી મેચમાં એમએસ ધોનીએ ફિલ સોલ્ટને ઝડપી સ્ટમ્પિંગ કરીને પેવેલિયન મોકલ્યો હતો. આ સ્ટમ્પિંગ માટે તેને લગભગ 0.10 સેકન્ડનો સમય લાગ્યો, આ કામ ફક્ત ધોની જ કરી શકે છે. આ સ્ટમ્પિંગ જોઈને બીજા છેડે ઊભેલો વિરાટ કોહલી પણ આશ્ચર્યચકિત થઈ ગયો હતો.
ફિલ સોલ્ટ અને વિરાટ કોહલીએ આરસીબીની ઇનિંગ્સની શરૂઆત કરી હતી. સોલ્ટ ઝડપી ગતિએ રન બનાવી રહ્યો હતો પરંતુ 5મી ઓવરના છેલ્લા બોલ પર એમએસ ધોનીએ તેની વિકેટ કીપિંગ સાથે પોતાનું કામ પૂરું કરી દીધું! નૂર અહેમદના બોલ પર સોલ્ટ સ્ટમ્પ આઉટ થયો હતો. સોલ્ટે 16 બોલમાં 1 સિક્સ અને 5 ફોરની મદદથી 32 રન બનાવ્યા હતા.
વિજળીની ઝડપે ધોનીનું સ્ટમ્પિંગ
નૂર અહેમદના આ બોલ પર ફિલ સોલ્ટ ઓફ સાઈડમાં મોટો શોટ મારવા માંગતો હતો, પરંતુ તે આઉટ થયો. સોલ્ટનો પગ લગભગ ક્રિઝની ઉપર હતો, તે તેને અંદર મૂકવા માંગતો હતો પરંતુ આ દરમિયાન ધોનીએ સ્ટમ્પ ઉડાવી દિધી. એમએસ ધોનીએ આ સ્ટમ્પિંગ વિજળીની ઝડપે લગભગ 0.10 સેકન્ડમાં કર્યું હતું. છેલ્લી મેચમાં પણ તેણે સૂર્યકુમાર યાદવને આવી જ સ્ટમ્પિંગ કરીને આઉટ કર્યો હતો, તે સમયે પણ બોલર નૂર અહેમદ હતો.
વિરાટ કોહલીની પ્રતિક્રિયા વાયરલ થઈ રહી છે
સ્ક્રીન પર ધોનીનું સ્ટમ્પિંગ જોઈને બીજા છેડે ઊભેલો વિરાટ કોહલી પણ આશ્ચર્યચકિત થઈ ગયો હતો. તેની પ્રતિક્રિયા સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે.
ધોનીએ માત્ર 0.12 સેકન્ડમાં જ સૂર્યકુમાર યાદવનું સ્ટમ્પિંગ કર્યું હતું
23 માર્ચે મુંબઈ ઈન્ડિયન્સ સામેની મેચમાં તેણે આંખના પલકારામાં સૂર્યકુમાર યાદવને સ્ટમ્પ આઉટ કર્યો હતો. ધોનીના હાથને જોઈને એવું લાગી રહ્યું હતું કે જાણે વીજળી ચમકી છે કારણ કે ધોનીએ માત્ર 0.12 સેકન્ડમાં જ સૂર્યકુમાર યાદવનું સ્ટમ્પિંગ કર્યું હતું. આ મેચમાં સૂર્યા 29 રન બનાવી શક્યો હતો.