CSK vs RCB Live Score: રોમાંચક મેચમાં બેંગ્લોરે ચેન્નાઈને 2 રને હરાવ્યું, જાડેજા અને મ્હાત્રેની અડધી સદીની ઇનિંગ્સ વ્યર્થ ગઈ

CSK vs RCB Live Update: બેંગલુરુના ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં સાંજે ૭:૩૦ વાગ્યે હાઈ-વોલ્ટેજ મુકાબલો, પોઈન્ટ ટેબલમાં RCB ત્રીજા અને CSK દસમા સ્થાને, હેડ ટુ હેડમાં ચેન્નઈ આગળ, સંભવિત પ્લેઈંગ ઇલેવન.

gujarati.abplive.com Last Updated: 03 May 2025 11:41 PM

બ્રેકગ્રાઉન્ડ

CSK vs RCB Live Match: ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL) ૨૦૨૫ ની ૫૨મી મેચ આજે શનિવાર, ૩ મે ના રોજ ચેન્નાઈ સુપર કિંગ્સ (CSK) અને રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ (RCB) વચ્ચે બેંગલુરુના...More

CSK vs RCB Live Score: RCB એ CSK ને હરાવ્યું

ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે ચેન્નાઈ સુપર કિંગ્સને 2 રને હરાવ્યું. આ મેચ જીતીને, RCB પોઈન્ટ ટેબલમાં ટોચ પર પહોંચી ગયું છે. આરસીબીએ ૧૧ મેચમાં ૮ જીત સાથે ૧૬ પોઈન્ટ મેળવ્યા છે. RCB અને CSK વચ્ચેનો આ રોમાંચક મુકાબલો છેલ્લા બોલ સુધી ચાલ્યો.