CSK vs RCB Live Score: CSKને તેમના જ ઘરમાં RCBએ ધૂળ ચટાડી, ૫૦ રને ભવ્ય વિજય મેળવ્યો

CSK vs RCB Score IPL 2025 Live Updates: ચેન્નાઈના ચિદમ્બરમ સ્ટેડિયમમાં રોમાંચક મુકાબલો, RCBએ કરી વિસ્ફોટક શરૂઆત.

gujarati.abplive.com Last Updated: 28 Mar 2025 11:20 PM

બ્રેકગ્રાઉન્ડ

CSK vs RCB Score IPL 2025 Live Updates: IPL 2025ની આઠમી મેચ ચેન્નાઈ સુપર કિંગ્સ (CSK) અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (RCB) વચ્ચે એમએ ચિદમ્બરમ સ્ટેડિયમ ખાતે રમાઈ રહી છે. મેચની...More

CSK vs RCB Live Score: CSKને તેમના જ ઘરમાં RCBએ ધૂળ ચટાડી, ૫૦ રને ભવ્ય વિજય મેળવ્યો

રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે ચેન્નાઈ સુપર કિંગ્સને તેમના જ ગઢમાં હરાવીને એક મોટી જીત નોંધાવી છે. ચેપોકના મેદાન પર રમાયેલી IPL 2025ની આ મેચમાં RCBએ CSKને ૫૦ રનથી પરાજય આપ્યો હતો. આ જીતમાં RCBના બેટ્સમેન રજત પાટીદારની શાનદાર અડધી સદી અને બોલર જોશ હેઝલવુડની ઘાતક બોલિંગ મહત્વની રહી હતી.


પ્રથમ બેટિંગ કરતા રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે ૨૦ ઓવરમાં ૭ વિકેટ ગુમાવીને ૧૯૬ રન બનાવ્યા હતા. RCB તરફથી રજત પાટીદારે સૌથી વધુ ૩૨ બોલમાં ૫૧ રન બનાવ્યા હતા, જેમાં ૪ ચોગ્ગા અને ૩ છગ્ગાનો સમાવેશ થાય છે. આ ઉપરાંત, વિરાટ કોહલીએ ૩૧ રનનું યોગદાન આપ્યું હતું, જ્યારે ફિલિપ સોલ્ટે ૧૬ બોલમાં ૩૨ રન ફટકાર્યા હતા. દેવદત્ત પડિકલે ૨૭ રન અને ટિમ ડેવિડે ૨૨ રનનું યોગદાન આપ્યું હતું.


જવાબમાં ઉતરેલી ચેન્નાઈ સુપર કિંગ્સની ટીમ લક્ષ્યનો પીછો કરવામાં નિષ્ફળ રહી હતી અને નિર્ધારિત ઓવરોમાં માત્ર ૧૪૬ રન જ બનાવી શકી હતી. CSK તરફથી રચિન રવિન્દ્રએ ૩૧ બોલમાં ૪૧ રન બનાવ્યા હતા, જેમાં ૫ ચોગ્ગાનો સમાવેશ થાય છે. રવિન્દ્ર જાડેજા ૨૫ રન બનાવીને આઉટ થયો હતો, જ્યારે અશ્વિને ૧૧ રનનું યોગદાન આપ્યું હતું. અન્ય કોઈ બેટ્સમેન ખાસ પ્રદર્શન કરી શક્યો નહોતો.


RCB તરફથી બોલિંગમાં જોશ હેઝલવુડે શાનદાર પ્રદર્શન કર્યું હતું અને ૩ મહત્વની વિકેટો ઝડપી હતી. આ ઉપરાંત, યશ દયાલ અને લિવિંગસ્ટને પણ ૨-૨ વિકેટ લઈને CSKના બેટ્સમેનોને દબાણમાં રાખ્યા હતા. આ જીત સાથે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે ચેન્નાઈ સુપર કિંગ્સને તેમના જ ઘરઆંગણે હરાવીને એક મોટી અપસેટ સર્જ્યો છે.