CSK Vs RCB Score LIVE Updates: આજથી IPL 2024ની શરૂઆત, જાણો ચેન્નઇ અને બેંગલુરુની સંભવિત પ્લેઇંગ ઇલેવન
CSK Vs RCB Score LIVE Updates:ઋતુરાજ ગાયકવાડ હવે CSKની કેપ્ટનશીપ કરતો જોવા મળશે જ્યારે RCB નવા નામ સાથે ફાફ ડુ પ્લેસિસની કેપ્ટનશીપમાં રમશે
gujarati.abplive.com Last Updated: 22 Mar 2024 11:09 AM
બ્રેકગ્રાઉન્ડ
CSK Vs RCB Score LIVE Updates: ઇન્ડિયન પ્રિમિયર લીગ 2024ની આજથી શરૂઆત થશે. પ્રથમ મેચ ચેન્નઈ સુપર કિંગ્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર વચ્ચે ચેન્નઈના એમ ચિદમ્બરમ સ્ટેડિયમમાં રમાશે. બંને ટીમ...More
CSK Vs RCB Score LIVE Updates: ઇન્ડિયન પ્રિમિયર લીગ 2024ની આજથી શરૂઆત થશે. પ્રથમ મેચ ચેન્નઈ સુપર કિંગ્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર વચ્ચે ચેન્નઈના એમ ચિદમ્બરમ સ્ટેડિયમમાં રમાશે. બંને ટીમ આ મેચમાં મોટા ફેરફારો સાથે ઉતરશે. ઋતુરાજ ગાયકવાડ હવે CSKની કેપ્ટનશીપ કરતો જોવા મળશે જ્યારે RCB નવા નામ સાથે ફાફ ડુ પ્લેસિસની કેપ્ટનશીપમાં રમશે.IPL પહેલા ચેન્નઈ સુપર કિંગ્સના ટીમ મેનેજમેન્ટે મોટો નિર્ણય લીધો અને ગાયકવાડને ટીમનો કેપ્ટન બનાવ્યો હતો. મહેન્દ્ર સિંહ ધોની આગામી ટુર્નામેન્ટમાં ચેન્નઈની આગામી કેપ્ટનશીપ કરતો જોવા મળશે નહીં. ધોનીએ 212 મેચોમાં ચેન્નઈનું નેતૃત્વ કર્યું છે. જેમાંથી ટીમે 128 મેચમાં જીત અને 82માં હારનો સ્વાદ ચાખ્યો હતો. બે મેચ અનિર્ણિત રહી હતી. ચેન્નઈએ ગત સીઝનમાં ગુજરાત ટાઈટન્સને હરાવીને ટાઈટલ કબજે કર્યું હતું.શુક્રવારે રમાનારી પ્રથમ મેચમાં બંને ટીમો વચ્ચે જોરદાર મુકાબલો જોવા મળશે. ચેન્નઈ આ સીઝનની પ્રથમ મેચ જીતીને તેના અગાઉના ટાઈટલને બચાવવા ઈચ્છશે જ્યારે RCB આ સીઝનની શરૂઆત જીત સાથે કરવા ઈચ્છશે. વિરાટ કોહલી અને મહેન્દ્ર સિંહ ધોનીના પ્રશંસકો માટે આ મેચ ખૂબ જ ખાસ બનવાની છે.ચેન્નઈ અને બેંગલુરુ વચ્ચે પ્રથમ મેચ ક્યારે રમાશે?RCB અને CSK વચ્ચે IPL 2024ની પ્રથમ મેચ શુક્રવાર, 22 માર્ચે રમાશે. પ્રથમ મેચ ચેન્નાઈના એમ ચિદમ્બરમ સ્ટેડિયમમાં રમાશે. આ CSKનું હોમ ગ્રાઉન્ડ છે.મેચ ક્યારે શરૂ થશે?RCB અને CSK વચ્ચેની મેચ ભારતીય સમય અનુસાર રાત્રે 8.00 વાગ્યાથી રમાશે. ટોસ સાંજે 07.30 કલાકે થશે.કઈ ટીવી ચેનલ પર મેચ ટેલિકાસ્ટ થશે?ઈન્ડિયન પ્રીમિયર લીગના પ્રસારણના અધિકારો સ્ટાર સ્પોર્ટ્સ પાસે છે. અંગ્રેજીમાં લાઈવ કોમેન્ટ્રી Star Sports 1 HD/SD પર ઉપલબ્ધ થશે અને હિન્દી કોમેન્ટ્રી Star Sports હિન્દી HD/SD પર ઉપલબ્ધ થશે. હિન્દી અને અંગ્રેજી ઉપરાંત, સ્ટાર સ્પોર્ટ્સ ચેનલ બંગાળી, કન્નડ, તેલુગુ અને તમિલ સહિત અન્ય ભાષાઓમાં લાઈવ કોમેન્ટ્રી સાંભળવા મળશે. આ મેચનું લાઈવ સ્ટ્રીમિંગ ભારતમાં Jio સિનેમા એપ પર જોઈ શકાશે.CSK અને RCBની સંભવિત પ્લેઈંગ ઈલેવન નીચે મુજબ છે:ચેન્નઈ સુપર કિંગ્સ: રચિન રવિન્દ્ર, ઋતુરાજ ગાયકવાડ (કેપ્ટન), અજિંક્ય રહાણે, શિવમ દુબે, રવિન્દ્ર જાડેજા, ડેરિલ મિશેલ, મહેન્દ્ર સિંહ ધોની, મિશેલ સેન્ટનર, શાર્દુલ ઠાકુર, દીપક ચહર, મુસ્તફિઝુર રહેમાન.રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ: વિરાટ કોહલી, ફાફ ડુપ્લેસીસ (કેપ્ટન), રજત પાટીદાર, ગ્લેન મેક્સવેલ, સુયશ પ્રભુદેસાઈ, દિનેશ કાર્તિક, કેમરૂન ગ્રીન, મહિપાલ લોમરોર, રીસ ટોપલી, મોહમ્મદ સિરાજ, કરણ શર્મા.
= liveblogState.currentOffset ? 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow hidden' : 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow'">
રોયલ ચેલેન્જર્સ બેંગલુરુની સંભવિત પ્લેઈંગ ઈલેવન
વિરાટ કોહલી, ફાફ ડુ પ્લેસિસ (કેપ્ટન), કેમરૂન ગ્રીન, રજત પાટીદાર, ગ્લેન મેક્સવેલ, દિનેશ કાર્તિક (વિકેટકીપર), મહિપાલ લોમરોર, કર્ણ શર્મા, મોહમ્મદ સિરાજ, યશ દયાલ/આકાશ દીપ અને અલ્ઝારી જોસેફ .