IPL 2022: સનરાઇઝર્સ હૈદરાબાદ (SRH) અને ચેન્નાઇ સુપર કિંગ્સ (CSK) વચ્ચે શનિવારે મેચ રમાઈ હતી. ચેન્નાઈ સુપર કિંગ્સની બેટિંગ ફરી એકવાર નિષ્ફળ સાબિત થઈ હતી, પરંતુ હૈદરાબાદ તરફથી અભિષેક શર્માએ સુંદર બેટિંગ કરી હતી. 21 વર્ષીય અભિષેક શર્માએ ચેન્નાઈ સામે ફિફ્ટી બનાવી હતી. પરંતુ આ દરમિયાન એક જબરદસ્ત ઘટના પણ બની, કારણ કે અભિષેક શર્માએ પોતાની ઈનિંગમાં એકવાર નહી પણ બે વાર 50 રન પૂરા કરવા પડ્યા હતા. અભિષેક શર્માએ પોતાની ઇનિંગમાં કુલ 75 રન બનાવ્યા જેમાં 3 સિક્સ અને 5 ફોરનો સમાવેશ થાય છે.
શું થયું હતું?
હૈદરાબાદની ઇનિંગ્સની 12મી ઓવરમાં અભિષેક શર્માએ દોડીને બે રન કર્યા હતા. ત્યારે તે 48 રન પર હતો અને આવી સ્થિતિમાં તેણે પચાસ પૂર્ણ થવાની ઉજવણી કરી અને હવામાં બેટ લહેરાવ્યું. હૈદરાબાદના ખેલાડીઓએ પણ અભિષેક શર્માને બિરદાવ્યો હતો. પરંતુ તરત જ, જ્યારે રિપ્લે ચાલુ થયો, ત્યારે જાણવા મળ્યું કે શોર્ટ રન હતો. એટલે કે અભિષેક શર્માએ પોતાનો રન પૂરો કર્યો ન હતો અને ક્રિઝની બહાર બેટ ટચ કરીને દોડ્યો હતો. આવી સ્થિતિમાં તેને શોર્ટ જાહેર કરવામાં આવ્યો હતો.
આ સ્થિતિમાં અભિષેક શર્માએ તે પછીના બોલ પર ફરી પોતાની ફિફ્ટી પૂરી કરવી પડી હતી. બીજા જ બોલ પર, અભિષેક શર્માએ સિંગલ લીધો અને તેની ફિફ્ટી પૂરી કરી અને ફરી એકવાર હવામાં બેટ લહેરાવીને ઉજવણી કરી હતી. આ મેચમાં પ્રથમ બેટિંગ કરતા ચેન્નાઈ સુપર કિંગ્સે માત્ર 154 રન બનાવ્યા હતા. જવાબમાં સનરાઇઝર્સ હૈદરાબાદને શાનદાર શરૂઆત મળી હતી અને અભિષેક શર્મા-કેન વિલિયમસનની જોડીએ ખુબ જ શાનદાર બેટિંગ કરીને ટીમને જીત અપાવામાં યોગદાન આપ્યું હતું.
હાર બાદ શું બોલ્યો જાડેજાઃ
મેચ હારી ગયા બાદ રવિંન્દ્ર જાડેજાએ કહ્યું કે, બોલરોએ અમને નિરાશ કર્યા છે. પરંતુ ટીમ 20-25 રન ઓછા બનાવી શકી. અમે છેલ્લે સુધી લડવાની કોશિશ કરી હતી. 155 રનનો ટાર્ગેટ ખરાબ ના કહી શકાય અને અમારા બોલર વિકેટ લેવાનો પ્રયત્ન કરી રહ્યા હતા. કાલે એક દિવસની રજા હોઈ શકે છે. પરંતુ અમે સુધારો કરવા ઈચ્છી રહ્યા છીએ. અમે ક્યાં ખરાબ પ્રદર્શન કરી રહ્યા છીએ તેના વિશે પણ વાત કરીશું. અમે પ્રોફેશનલ છીએ અને અમારે સખત મહેનત, સાથે રહીને કમબેક કરવાની જરુર છે.