DC vs RCB: ફિલિપ સોલ્ટે દિલ્હી કેપિટલ્સને અપાવી ચોથી જીત, બેગ્લોરને સાત વિકેટથી હરાવ્યું

આ સીઝનમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરનું પ્રદર્શન શાનદાર રહ્યું છે

gujarati.abplive.com Last Updated: 06 May 2023 11:07 PM

બ્રેકગ્રાઉન્ડ

Delhi Capitals vs Royal Challengers Bangalore, 50th Match: આજની બીજી મેચમાં દિલ્હી કેપિટલ્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની ટીમો આમને-સામને થશે. આ મેચ દિલ્હીના હોમ ગ્રાઉન્ડ અરુણ જેટલી સ્ટેડિયમમાં ભારતીય સમય...More

દિલ્હી કેપિટલ્સની ધમાકેદાર જીત

દિલ્હી કેપિટલ્સે RCBને સાત વિકેટે હરાવી સીઝનમાં ચોથી જીત મેળવી છે. આ જીત સાથે દિલ્હીની ટીમ પોઈન્ટ ટેબલમાં 10માથી 9મા સ્થાને પહોંચી ગઈ છે. બીજી તરફ રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરને પાંચમી હારનો સામનો કરવો પડ્યો હતો. તેના 10 મેચમાં 10 પોઈન્ટ છે અને તે પાંચમા સ્થાન પર છે. દિલ્હીએ તેની આગામી મેચ ચેન્નઈ સુપર કિંગ્સ સામે 10 મેના રોજ ચેન્નાઈના ચેપોક સ્ટેડિયમમાં રમવાની છે. બીજી તરફ, RCB ટીમ 9 મેના રોજ મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં મુંબઈ ઈન્ડિયન્સ સામે ટકરાશે.


આરસીબીના કેપ્ટન ફાફ ડુપ્લેસિસે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. બેંગ્લોરે 20 ઓવરમાં ચાર વિકેટે 181 રન બનાવ્યા હતા. દિલ્હીએ 16.4 ઓવરમાં ત્રણ વિકેટે 187 રન બનાવીને મેચ જીતી લીધી હતી.