DC vs RCB Live Score: કૃણાલ પંડ્યાના વિસ્ફોટક પ્રદર્શનથી RCBએ દિલ્હી કેપિટલ્સને 6 વિકેટે હરાવ્યું

DC vs RCB Live Updates: અરુણ જેટલી સ્ટેડિયમમાં રમાશે ૪૬મી મેચ, પોઈન્ટ ટેબલમાં નંબર વન બનવા માટે બંને ટીમો વચ્ચે જોરદાર ટક્કર, હેડ-ટુ-હેડમાં RCBનો દબદબો.

gujarati.abplive.com Last Updated: 27 Apr 2025 11:23 PM

બ્રેકગ્રાઉન્ડ

DC vs RCB Live: ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL) ૨૦૨૫ની ૪૬મી મેચ આજે દિલ્હીના અરુણ જેટલી સ્ટેડિયમમાં દિલ્હી કેપિટલ્સ (DC) અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (RCB) વચ્ચે રમાઈ રહી છે. આ મેચ...More

DC vs RCB Live Score: બેંગ્લોરે દિલ્હીને 6 વિકેટે હરાવ્યું

રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે દિલ્હી કેપિટલ્સને તેના જ ઘરમાં હરાવ્યું છે. આરસીબીએ 19મી ઓવરમાં જ મેચ જીતી લીધી હતી. કોહલી-પંડ્યા-ડેવિડે શાનદાર ઇનિંગ્સ રમી હતી. વિરાટે 47 બોલમાં 51 રન બનાવ્યા હતા. જ્યારે કૃણાલ પંડ્યાએ 47 બોલમાં 73 રનની અણનમ ઇનિંગ રમી હતી. 19મી ઓવરમાં બેટિંગ કરવા આવેલા ટિમ ડેવિડે 5 બોલમાં 19 રન ફટકારીને વિનિંગ શોટ ફટકાર્યો હતો. આ જીત સાથે RCB પોઈન્ટ ટેબલમાં ટોપ પર પહોંચી ગઈ છે. ટીમને 14 પોઈન્ટ મળ્યા છે.