DC vs SRH: હૈદરાબાદે દિલ્હી કેપિટલ્સને નવ રનથી હરાવ્યું, મિશેલ માર્શની અડધી સદી એળે ગઇ

IPL 2023ની સીઝન સનરાઇઝર્સ હૈદરાબાદ માટે સારી રહી નથી

gujarati.abplive.com Last Updated: 29 Apr 2023 11:14 PM
હૈદરાબાદનો નવ રનથી વિજય

IPLની 40મી મેચમાં દિલ્હી કેપિટલ્સને સનરાઈઝર્સ હૈદરાબાદ સામે હારનો સામનો કરવો પડ્યો હતો. દિલ્હીના અરુણ જેટલી સ્ટેડિયમમાં રમાયેલી મેચ સનરાઇઝર્સે નવ રને જીતી લીધી હતી. કેપ્ટન એડન માર્કરામે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. હૈદરાબાદે 20 ઓવરમાં છ વિકેટે 197 રન બનાવ્યા હતા. જવાબમાં દિલ્હી કેપિટલ્સની ટીમ 20 ઓવરમાં છ વિકેટે 188 રન જ બનાવી શકી હતી.

પ્રિયમ ગર્ગ પણ પેવેલિયન પરત ફર્યો

દિલ્હી કેપિટલ્સને 16મી ઓવરના ચોથા બોલ પર પાંચમો ફટકો લાગ્યો હતો. પ્રિયમ ગર્ગ ક્લીન બોલ્ડ થયો હતો. ગર્ગ નવ બોલમાં 12 રન બનાવીને આઉટ થયો હતો.  દિલ્હીએ 16 ઓવરમાં પાંચ વિકેટે 141 રન બનાવ્યા છે.  દિલ્હીને જીતવા માટે ચાર ઓવરમાં 57 રન બનાવવાના છે. 

મિશેલ માર્શની શાનદાર અડધી સદી

દિલ્હી કેપિટલ્સના સ્ટાર ઓલરાઉન્ડર મિશેલ માર્શે પોતાની અડધી સદી પૂરી કરી હતી. મેચમાં ચાર વિકેટ લીધા બાદ તેણે અડધી સદી ફટકારી છે.

ફિલિપ સોલ્ટે અડધી સદી ફટકારી

દિલ્હી કેપિટલ્સે સનરાઇઝર્સ હૈદરાબાદ સામે વાપસી કરી છે. મિશેલ માર્શ અને ફિલિપ સોલ્ટે બીજી વિકેટ માટે સદીની ભાગીદારી નોંધાવી છે. આ દરમિયાન સોલ્ટે IPLમાં પોતાની પ્રથમ અડધી સદી ફટકારી હતી. 

પાવરપ્લેમાં દિલ્હીએ 57 રન બનાવ્યા

પાવરપ્લેમાં દિલ્હી કેપિટલ્સે એક વિકેટે 57 રન બનાવ્યા હતા. તેણે છ ઓવરમાં માત્ર એક જ વિકેટ ગુમાવી છે. પ્રથમ ઓવરમાં ડેવિડ વોર્નરના આઉટ થયા બાદ મિચેલ માર્શ અને ફિલિપ સોલ્ટે બીજી વિકેટ માટે અડધી સદીની ભાગીદારી નોંધાવી હતી.

ડેવિડ વોર્નર ખાતું ખોલાવી ના શક્યો

આ મેચમાં દિલ્હી કેપિટલ્સનો કેપ્ટન ડેવિડ વોર્નર ખાતું પણ ખોલાવી શક્યો નહોતો. તેને પ્રથમ ઓવરના બીજા બોલ પર ભૂવનેશ્વર કુમારે ક્લીન બોલ્ડ કર્યો હતો. વોર્નરે બે બોલનો સામનો કર્યો હતો. દિલ્હીએ એક ઓવરમાં એક વિકેટે સાત રન બનાવ્યા છે. 

દિલ્હીને મળ્યો 198 રનનો ટાર્ગેટ

ટોસ જીતીને બેટિંગ કરવા ઉતરેલી સનરાઈઝર્સ હૈદરાબાદે 20 ઓવરમાં છ વિકેટે 197 રન બનાવ્યા હતા. દિલ્હીને મેચ જીતવા માટે 198 રનનો ટાર્ગેટ મળ્યો છે. હૈદરાબાદ તરફથી અભિષેક શર્મા અને હેનરિક ક્લાસને અડધી સદીની ઇનિંગ્સ રમી હતી. અભિષેકે 36 બોલમાં 67 અને ક્લાસને 27 બોલમાં અણનમ 53 રન બનાવ્યા હતા. અબ્દુલ સમદે 21 બોલમાં 28 અને અકીલ હુસૈને 10 બોલમાં અણનમ 16 રનનું યોગદાન આપ્યું હતું. રાહુલ ત્રિપાઠીએ છ બોલમાં 10 રન બનાવ્યા હતા. કેપ્ટન એડન માર્કરામે આઠ અને મયંક અગ્રવાલે માત્ર પાંચ રન બનાવ્યા હતા. હેરી બ્રુક ખાતું ખોલાવી શક્યો ન હતો. દિલ્હી તરફથી મિશેલ માર્શે સૌથી વધુ ચાર વિકેટ લીધી હતી. અક્ષર પટેલ અને ઈશાંત શર્માને એક-એક સફળતા મળી હતી.

દિલ્હી કેપિટલ્સને પાંચમી સફળતા મળી

અક્ષર પટેલે દિલ્હી કેપિટલ્સને પાંચમી સફળતા અપાવી હતી. તેણે 12મી ઓવરના ત્રીજા બોલ પર અભિષેક શર્માને આઉટ કર્યો. અભિષેક 36 બોલમાં 67 રન બનાવીને આઉટ થયો હતો. તેણે પોતાની ઇનિંગમાં 12 ચોગ્ગા અને એક છગ્ગા ફટકાર્યા હતા. સનરાઇઝર્સે 12 ઓવરમાં પાંચ વિકેટે 109 રન બનાવ્યા છે.

મિશેલ માર્શનો તરખાટ

 


સનરાઇઝર્સ ઇનિંગ્સની 10મી ઓવરમાં દિલ્હી કેપિટલ્સના મિશેલ માર્શે તબાહી મચાવી હતી. તેણે પોતાની ઓવરના બીજા બોલ પર કેપ્ટન એડન માર્કરામ અને ચોથા બોલ પર હેરી બ્રુકને આઉટ કર્યો હતો. અક્ષર પટેલે બંનેનો કેચ ઝડપી લીધો હતો. માર્કરમે 13 બોલમાં આઠ રન બનાવ્યા હતા. જ્યારે, હેરી બ્રુક ખાતું ખોલાવી શક્યો ન હતો. સનરાઇઝર્સ હૈદરાબાદે 10 ઓવરમાં ચાર વિકેટે 83 રન બનાવ્યા છે.

દિલ્હીને મળી પ્રથમ સફળતા


ઈશાંત શર્માએ દિલ્હી કેપિટલ્સને પ્રથમ સફળતા અપાવી હતી. તેણે ત્રીજી ઓવરના ત્રીજા બોલ પર મયંક અગ્રવાલને પેવેલિયન મોકલી દીધો હતો. મયંક છ બોલમાં માત્ર પાંચ રન બનાવી શક્યો હતો. 

બ્રેકગ્રાઉન્ડ

Delhi Capitals vs Sunrisers Hyderabad: દિલ્હી કેપિટલ્સ અને સનરાઇઝર્સ હૈદરાબાદ વચ્ચેની મેચ શરૂ થઇ ગઇ છે. આ સીઝનની શરૂઆતમાં જ્યારે બંને ટીમો સામસામે આવી ત્યારે વોર્નર સેનાનો વિજય થયો હતો. આવી સ્થિતિમાં હૈદરાબાદ પાછલી હારનો બદલો લેવા માંગશે.


આંકડાઓ શું કહે છે?


આઈપીએલના ઈતિહાસમાં અત્યાર સુધી દિલ્હી કેપિટલ્સ અને સનરાઈઝર્સ હૈદરાબાદની ટીમો 22 વખત ટકરાઇ છે. જેમાં બંને ટીમોએ સમાન સંખ્યામાં મેચ જીતી છે. એટલે કે દિલ્હી કેપિટલ્સે 11 મેચ જીતી છે. જ્યારે સનરાઇઝર્સ હૈદરાબાદે પણ 11 વખત દિલ્હી કેપિટલ્સને હરાવ્યું હતું. સનરાઇઝર્સ હૈદરાબાદ સામે દિલ્હી કેપિટલ્સનો સર્વોચ્ચ સ્કોર 207 રન છે. જ્યારે સનરાઇઝર્સ હૈદરાબાદે દિલ્હી કેપિટલ્સ સામે સૌથી વધુ 219 રન બનાવ્યા છે.


IPL 2023ની સીઝન સનરાઇઝર્સ હૈદરાબાદ માટે સારી રહી નથી. આ ટીમની શરૂઆત સારી રહી હતી, પરંતુ આગામી મેચોમાં તે સારું પ્રદર્શન કરી શકી નથી. આ સીઝન દિલ્હી કેપિટલ્સ માટે એક દુઃસ્વપ્ન જેવી શરૂ થઈ હતી. દિલ્હી કેપિટલ્સે સીઝનની પ્રથમ 5 મેચમાં સતત હારનો સામનો કરવો પડ્યો હતો, પરંતુ તે પછી ટીમે સતત બે મેચ જીતી હતી.

- - - - - - - - - Advertisement - - - - - - - - -

TRENDING NOW

© Copyright@2024.ABP Network Private Limited. All rights reserved.