IPL 2022: ઈંગ્લેન્ડના પૂર્વ કેપ્ટન માઈકલ વોનને લાગે છે કે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની ટીમ આઈપીએલ 2022નું ટાઈટલ જીતવા માટે ફાફ ડૂ પ્લેસિસની કેપ્ટન તરીકે પસંદગી કરવી યોગ્ય છે. વોને ભવિષ્યવાણી કરી છે કે, આરસીબી આ વર્ષે આઈપીએલ 2022માં પોતાની 7માંથી 5 મેચો જીતીને પોતાના ટાઈટલ જીતવાની તરસને મીટાવવાનો પ્રયાસ કરી રહી છે.
RCBએ લખનઉ સુપર જાયંટ્સને 18 રનથી હરાવ્યા બાદ વોને કહ્યું કે, એમાં કોઈ શંકા નથી કે ડૂ પ્લેસિસની કેપ્ટનશીપમાં આ વર્ષે આરીસીબી સારું રમશે. મેચની વાત કરીએ તો કેપ્ટન ડૂ પ્લેસિસની 96 રનની ઈનિંગ અને જોશ હેઝલવુડની ચાર વિકેટની મદદથી આરસીબીએ લખનઉ સામે સરળતાથી જીત મેળવી હતી. આરસીબીએ આપેલો લક્ષ્યાંક મેળવવામાં કેએલ રાહુલની આગેવાની વાળી ટીમ સફળ નહોતી થઈ. તેમણે નવા બોલ પર વિકેટ ગુમાવ્યા હતા. હેઝલવુડે કહેર વરસાવ્યો હતો અને જ્યારે તેમણે પાવરપ્લેમાં રન ના બનાવ્યા ત્યારે દબાવ વધવાનો શરુ થઈ ગયો હતો.
રોયલ ચેલેન્જર્સના પૂર્વ કેપ્ટન વિરાટ કોહલી પણ ટીમના પ્રદર્શનથી પ્રભાવિત થયો છે. કોહલીએ જીત મેળવ્યા બાદ આરસીબીની ઉજવણીના ફોટો શેર કરતાં કહ્યું કે, "વધુ એક મેચ, વધુ એક જીત. આગળ અને ઉપર વધી રહ્યા છીએ."
આ તરફ, કેએલ રાહુલ ઉપર RCB સામેની મેચ દરમિયાન આઈપીએલની આચારસંહિતાના ઉલ્લંઘન કરવા માટે મેચ ફીના 20 ટકાનો દંડ ફટકારવામાં આવ્યો છે. આઈપીએલના એક સત્તાવાર નિવેદન અનુસાર, રાહુલે આઈપીએલની આચાર સંહિતાના લેવલ 1ના ગુનાનો સ્વિકાર કર્યો છે.
Delhi Capitals vs Rajasthan Royals Venue Changed:
મિશેલ માર્શ સહિત દિલ્હી કેપિટલ્સની ટીમમાં કોરોના વાયરસના કુલ 6 કેસ મળી આવ્યા છે. દિલ્લી કેપિટલ્સમાં કોરોનાનો એક કેસ તો પંજાબ સામેની મેચ પહેલાં જ નોંધાયો હતો. આવી સ્થિતિમાં હવે શુક્રવારે 22 એપ્રિલના રોજ દિલ્હી કેપિટલ્સ અને રાજસ્થાન રોયલ્સ વચ્ચે રમાનાર મેચને કોરોનાની અસર થઈ છે. બાયો બબલમાં આવી ચુકેલા કોરોના કેસોને ધ્યાને લઈને હવે આઈપીએલના મેનેજમેન્ટે દિલ્હી અને રાજસ્થાન વચ્ચે શુક્રવારે રમાનારી મેચનું સ્થળ બદલવામાં આવ્યું છે.
અગાઉના કાર્યક્રમ અનુસાર દિલ્હી અને રાજસ્થાન વચ્ચેની મેચ પુણેના મહારાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન સ્ટેડિયમમાં રમાવાની હતી, પરંતુ હવે આ મેચ મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં રમાશે. આ પહેલાં દિલ્હીના કેમ્પમાં આવેલા કોરોના કેસને લઈને દિલ્હી અને પંજાબ વચ્ચે રમાઈ રહેલી મેચનું સ્થળ પણ બદલવામાં આવ્યું હતું.