GT vs MI Live Score: સૂર્યા-હાર્દિક મેચને બાજી બદલી શક્યા નહીં... ગુજરાત ટાઇટન્સે જીતનું ખાતું ખોલ્યું, મુંબઈ ઈન્ડિયન્સ હરાવ્યું

GT vs MI Live Cricket Score: અમદાવાદમાં ગુજરાત ટાઇટન્સ અને મુંબઈ ઈન્ડિયન્સ વચ્ચે ટક્કર, બંને ટીમો પ્રથમ જીતની શોધમાં.

gujarati.abplive.com Last Updated: 29 Mar 2025 11:37 PM

બ્રેકગ્રાઉન્ડ

Gujarat Titans vs Mumbai Indians, IPL 2025 Match 9: IPL 2025ની 9મી મેચમાં આજે ગુજરાત ટાઇટન્સ અને મુંબઈ ઈન્ડિયન્સ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં સામસામે ટકરાશે. મુંબઈ ઈન્ડિયન્સે ટોસ જીતીને પ્રથમ...More

GT vs MI Live Score: ગુજરાતે મુંબઈને ૩૬ રને ધૂળ ચટાડી
ગુજરાત ટાઇટન્સે આઈપીએલ ૨૦૨૫માં મુંબઈ ઈન્ડિયન્સને ૩૬ રનના મોટા અંતરથી હરાવી દીધું છે. ગુજરાત ટાઇટન્સે પ્રથમ બેટિંગ કરતાં ૨૦ ઓવરમાં ૧૯૬ રન બનાવ્યા હતા. જેના જવાબમાં મુંબઈ ઈન્ડિયન્સની ટીમ માત્ર ૧૬૦ રન જ બનાવી શકી હતી. આ જીત સાથે ગુજરાતે આ સિઝનમાં પોતાનું જીતનું ખાતું ખોલ્યું છે, જ્યારે મુંબઈ ઈન્ડિયન્સની આ સતત બીજી હાર છે. ગુજરાત ટાઇટન્સ દ્વારા આપવામાં આવેલા ૧૯૭ રનના લક્ષ્યાંકનો પીછો કરવા ઉતરેલી મુંબઈ ઈન્ડિયન્સની ટીમ શરૂઆતથી જ દબાણમાં જોવા મળી હતી. ટીમના મુખ્ય બેટ્સમેનો મોટી ઇનિંગ્સ રમવામાં નિષ્ફળ રહ્યા હતા. મુંબઈ તરફથી સૂર્યકુમાર યાદવે સૌથી વધુ ૪૮ રન બનાવ્યા હતા, પરંતુ તેમને બીજા ખેલાડીઓનો સાથ મળ્યો નહોતો. અંતિમ ઓવરોમાં નમન ધીરે ૧૧ બોલમાં ૧૮ રન અને મિશેલ સેન્ટનરે ૯ બોલમાં અણનમ ૧૮ રન બનાવીને થોડો સંઘર્ષ જરૂર બતાવ્યો હતો, પરંતુ તે માત્ર હારનું અંતર જ ઘટાડી શક્યા હતા.

 

ગુજરાત ટાઇટન્સની બોલિંગ આક્રમણ સામે મુંબઈના બેટ્સમેનો ટકી શક્યા નહોતા. ગુજરાતના બોલરોએ શાનદાર પ્રદર્શન કર્યું હતું. ખાસ કરીને પ્રસિદ્ધ કૃષ્ણાએ પોતાની ચાર ઓવરમાં માત્ર ૧૮ રન આપીને બે મહત્વની વિકેટો ઝડપી હતી. મોહમ્મદ સિરાજે પણ બે સફળતા મેળવી હતી અને મુંબઈની બેટિંગ લાઇનઅપને તોડી પાડી હતી. ગુજરાતના અન્ય બોલરોએ પણ ચુસ્ત બોલિંગ કરીને મુંબઈના બેટ્સમેનોને રન બનાવવા માટે સંઘર્ષ કરાવ્યો હતો. આ મેચમાં ગુજરાતે બેટિંગ અને બોલિંગ બંનેમાં શાનદાર પ્રદર્શન કર્યું હતું. પ્રથમ બેટિંગમાં ૧૯૬ રન બનાવ્યા બાદ બોલરોએ મુંબઈને ૧૬૦ રનમાં જ સીમિત કરી દીધું હતું. આ જીત ગુજરાત ટાઇટન્સ માટે ખૂબ જ મહત્વની છે, જ્યારે મુંબઈ ઈન્ડિયન્સને આ હારથી મોટો ફટકો લાગ્યો છે. આ સિઝનમાં મુંબઈની આ બીજી હાર છે, જેના કારણે ટીમ પોઇન્ટ ટેબલમાં પાછળ ધકેલાઈ ગઈ છે. ગુજરાત ટાઇટન્સે આ જીત સાથે પોઇન્ટ ટેબલમાં પોતાનું સ્થાન મજબૂત કર્યું છે.