GT vs KKR Match Preview: IPLમાં આજે (9 એપ્રિલ) બે મેચ રમાશે. ગુજરાત ટાઇટન્સ અને કોલકાતા નાઇટ રાઇડર્સ આજની પ્રથમ મેચમાં આમને-સામને ટકરાશે. આ મેચ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં બપોરે 3.30 કલાકે શરૂ થશે. બંને ટીમોએ તેમની અગાઉની મેચોમાં ખુબ સરળતાથી જીત હાંસલ કરી ચૂકી છે. આજે બન્ને ટીમો વચ્ચે ટક્કર બરાબરની રહેવાની સંભાવના છે. IPL 2023માં એકબાજુ ગુજરાત ટાઇટન્સે તેમની બંને મેચમાં સરળ જીત હાંસલ કરી છે, તો વળી, કોલકાતાને તેની પ્રથમ મેચમાં હારનો સામનો કરવો પડ્યો હતો. જ્યારે બીજી મેચ તેને મોટા અંતરથી જીતી લીધી હતી. જોકે, ખાસ વાત છે કે, કોલકાતાની ટીમમાં આજે ઈંગ્લિશ બેટ્સમેન જેસન રોય પણ સામેલ થઇ શકે છે. જાણો મેચ ડિટેલ્સ..... 


બન્ને ટીમોની સંભવિત પ્લેઇંગ ઇલેવન અને ઇમ્પેક્ટ પ્લેયર્સ -


ગુજરાત ટાઇટન્સની સંભવિત પ્લેઇંગ ઇલેવન - (પ્રથમ બેટિંગ)
રિદ્ધિમાન સાહા (વિકેટકીપર), શુભમન ગીલ, સાઇ સુદર્શન, હાર્દિક પંડ્યા (કેપ્ટન), વિજય શંકર, ડેવિડ મિલર, રાહુલ તેવટિયા, રાશિદ ખાન, અલ્ઝારી જોસેફ, યશ દયાલ, મોહમ્મદ શમી.


ગુજરાત ટાઇટન્સની સંભવિત પ્લેઇંગ ઇલેવન - (પ્રથમ બૉલિંગ)
રિદ્ધિમાન સાહા (વિકેટકીપર), શુભમન ગીલ, સાઇ સુદર્શન, હાર્દિક પંડ્યા (કેપ્ટન), ડેવિડ મિલર, રાહુલ તેવટિયા, રાશિદ ખાન, અલ્ઝારી જોસેફ, યશ દયાલ, મોહમ્મદ શમી, જોશ લિટલ.


ઇમ્પેક્ટ પ્લેયર્સ: જોશ લિટલ/વિજય શંકર


કોલકત્તા નાઇટ રાઇડર્સ સંભવિત પ્લેઇંગ ઇલેવન - (પ્રથમ બેટિંગ) 
રહેમાનુલ્લા ગુરબાઝ, જેસન રોય, નારાયણ જગદીશન, મનદીપ સિંહ, નીતિશ રાણા (કેપ્ટન), રિન્કુ સિંહ, આન્દ્રે રસેલ, શાર્દૂલ ઠાકુર, સુનીલ નારાયણ, ઉમેશ યાદવ, વરુણ ચક્રવર્તી.


કોલકત્તા નાઇટ રાઇડર્સ સંભવિત પ્લેઇંગ ઇલેવન - (પ્રથમ બૉલિંગ) 
રહેમાનુલ્લા ગુરબાઝ, જેસન રોય, મનદીપ સિંહ, નીતિશ રાણા (કેપ્ટન) રિન્કુ સિંહ, આન્દ્રે રસેલ, શાર્દૂલ ઠાકુર, સુનીલ નારાયણ, ઉમેશ યાદવ, વરુણ ચક્રવર્તી, લોકી ફર્ગ્યુસન.


ઇમ્પેક્ટ પ્લેયર્સ: નારાયણ જગદીશન/લૉકી ફર્ગ્યૂસન