KKR vs GT Match Prediction: IPL 2023માં આજે (9 એપ્રિલ) બે મેચો રમાશે. પહેલી મેચમાં ગુજરાત ટાઇટન્સ અને કોલકત્તા નાઇટ રાઇડર્સની ટક્કર થશે, આ મેચ અમદવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાશે, બપોરે 3.30 વાગ્યાથી શરૂ થશે. આ મેચમાં ગુજરાત ટાઇટન્સનુ પલડુ થોડુ વધારે ભારે લાગી રહ્યું છે. આ ટીમ કોલકત્તા નાઇટ રાઇડર્સની સરખામણીમાં વધુ સંતુલિત દેખાઇ રહી છે. 


ગુજરાતની ટીમે ગઇ સિઝનની વિજેતા છે, વળી, આ સિઝનમાં પણ તે એક ચેમ્પીયનની જેમ જ રમી રહી છે. ગુજરાતે આ સિઝનમાં પોતાની શરૂઆતની બન્ને મેચોમાં શાનદારી રીતે જીત હાંસલ કરી છે. ગુજરાતની ટીમમાં બેટિંગમાં ખુબ ઉંડાણ છે. આ ટીમમાં ફાસ્ટ બૉલરો અને સ્પીનર્સનો પણ સારુ સંતુલન છે. ઓલરાઉન્ડર્સ પણ મોટી સંખ્યામાં છે. સૌથી ખાસ વાત છે કે, તમામ ખેલાડીઓ સારી લયમા છે.


ગુજરાતની ટીમમાં રિદ્ધિમાન સાહા, શુભમન ગીલ અને ડેવિડ મિલર જેવા બેટ્સમેન છે, વળી, હાર્દિક પંડ્યા, રાહુલ તેવટિયા અને રાશિદ ખાન, જેવા ઓલરાઉન્ડર્સ છે. આ ટીમનું ફાસ્ટ બૉલિંગ આક્રમણ પણ ખતરનાક છે. અહીં મોહમ્મદ શમી અને અલ્ઝારી જોસેફ જેવા ફાસ્ટ બૉલરો છે. આ તમામ ખેલાડીઓ પોતાનુ કામ સારી રીતે કરી રહ્યાં છે. 


KKRના ખેલાડીઓમાં નિયમિતતાની કમી  -
કોલકત્તાની ટીમ સ્પિન બૉલિંગમાં તો અવ્વલ છે, પરંતુ ફાસ્ટ બૉલિંગ અને બેટિંગમાં પઆ ટીમ સંઘર્ષ કરતી દેખાઇ રહીછે. ટીમની પાસે ઉમેશ યાદવ અને ટિમ સાઉથી જેવા સાર્ ફાસ્ટ બૉલરો છે, પરંતુ હજુ સુધી તે રંગમાં નથી દેખાયા. KKRના બેટ્સમેનોમાં રેગ્યૂલરતાની કમી છે. ટૉપ-7માં એક કે બે બેટ્સમેનો જ ચાલી રહ્યાં છે. ઉલ્લેખનીય છે કે KKR એ આ સિઝનની પોતાની પહેલી મેચ ગુમાવી દીધી હતી, પરંતુ બીજી મેચમાં મોટી જીત નોંધાવી હતી.  


હેડ ટૂ હેડ રેકોર્ડ 
કોલકત્તા નાઇટ રાઇડર્સ અને ગુજરાત ટાઇટન્સની વચ્ચે IPLમાં અત્યાર સુધી એક મેચ રમાઇ છે, ગઇ સિઝનમાં આ મેચમાં ગુજરાતે કોલકત્તાને 8 રનથી હરાવ્યુ હતુ.