SRH vs GT Pitch Report: IPLમાં આજની મેચ સનરાઇઝર્સ હૈદરાબાદ અને ગુજરાત ટાઇટન્સ વચ્ચે રમાશે. રાજીવ ગાંધી ઈન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમમાં યોજાનારી આ મેચ સાંજે 7.30 વાગ્યે શરૂ થશે. પેટ કમિન્સની આગેવાની હેઠળની હૈદરાબાદ સળંગ 3 મેચ હારી છે, તેણે સિઝનની તેની પ્રથમ મેચ જીતી છે. શુભમન ગીલની કપ્તાનીમાં ગુજરાત પ્રથમ મેચ હારી ગયું હતું પરંતુ ત્યારબાદ બંને મેચ જીતી ગયું હતું.
ગુજરાત ટાઇટન્સ હાલમાં પોઈન્ટ ટેબલમાં ત્રીજા સ્થાને છે, જ્યારે સનરાઈઝર્સ હૈદરાબાદ 10માં સ્થાન છે. IPL 2025માં ગુજરાતનો સાઈ સુદર્શન બીજા નંબરનો સૌથી વધુ રન બનાવનાર ખેલાડી છે, તેણે 3 મેચમાં 186 રન બનાવ્યા છે. SRHમાં સામેલ ઈશાન કિશને પ્રથમ મેચમાં 106 રન બનાવ્યા હતા પરંતુ તે પછી ત્રણેય મેચમાં ફ્લોપ રહ્યો હતો.
રાજીવ ગાંધી ઇન્ટરનેશનલ સ્ટેડિયમનો IPL રેકોર્ડ
હૈદરાબાદમાં કુલ 79 આઈપીએલ મેચો રમાઈ છે, જેમાં પ્રથમ બોલિંગ કરનાર ટીમનો રેકોર્ડ સારો છે જ્યારે ટોસ હારનારી ટીમની જીતની ટકાવારી ટોસ જીતનારી ટીમ કરતા વધારે છે.
કુલ મેચો- 79
પ્રથમ બેટિંગ કરનારી ટીમ જીતી - 35
પ્રથમ બોલિંગ કરનાર ટીમનો વિજય – 44
ટોસ જીતનારી ટીમે કેટલી વાર મેચ જીતી - 29
ટોસ હારેલી ટીમ કેટલી વખત મેચ જીતી હતી - 50
હૈદરાબાદમાં સર્વોચ્ચ સ્કોર - 286 (RR સામે SRH)
સર્વોચ્ચ વ્યક્તિગત સ્કોર - 126 (કેકેઆર સામે ડેવિડ વોર્નર)
રાજીવ ગાંધી સ્ટેડિયમ હૈદરાબાદ પીચ રિપોર્ટ
આજની મેચમાં રનનો વરસાદ થઈ શકે છે. રાજીવ ગાંધી સ્ટેડિયમની પીચ બેટ્સમેનો માટે અનુકૂળ રહેશે. હૈદરાબાદ વિ ગુજરાત મેચ હાઈ સ્કોરિંગ મેચ હશે, અહીં 200નો સ્કોર મોટો ગણાશે નહીં. ફાસ્ટ બોલરોને શરૂઆતમાં મદદ મળશે પરંતુ મેચની સાથે બોલરો માટે પડકારો વધશે. ટોસ જીત્યા પછી પહેલા બોલિંગ કરવી વધુ સારું રહેશે. પ્રથમ બેટિંગ કરનાર ટીમે 230 સુધીનો સ્કોર બનાવવો જોઈએ. જો લક્ષ્યાંક 200થી ઓછો હશે તો ટીમને કોઈ સમસ્યાનો સામનો કરવો પડશે નહીં.