INDIAN PREMIER LEAGUE, KKR vs RCB- EXPLAINED: RCBનો સ્ટાર બેટ્સમેન વિરાટ કોહલી IPLની 36મી મેચમાં શાનદાર લયમાં બેટિંગ કરી રહ્યો હતો. KKR સામેની મેચમાં કોહલીને ફૂલ ટૉસ બૉલ પર આઉટ આપવામાં આવ્યો હતો. જે બાદ ભારે હોબાળો થયો હતો. વિરાટ એમ્પાયરના નિર્ણયથી ખુશ નહોતો અને તેણે પોતાનો ગુસ્સો વ્યક્ત કર્યો હતો. એમ્પાયર સાથેની દલીલ બાદ ડગઆઉટમાં પરત ફરતી વખતે વિરાટે તેના બેટ વડે બાઉન્ડ્રીની બહાર રાખવામાં આવેલા ડસ્ટબીન પર પણ ફટકો માર્યો અને તેને તોડી નાંખ્યુ હતુ.
કોહલીની વિકેટ પડતાની સાથે જ સોશ્યલ મીડિયા અને લોકોમાં નૉ બૉલ નિયમ અંગે વિવાદ શરૂ થઈ ગયો છે. વિરાટે કહ્યું કે બોલ તેની કમરથી ઉપર હતો, આથી નૉ બોલ આપવો જોઈતો હતો, જ્યારે થર્ડ એમ્પાયરે તેને માન્ય બૉલ જાહેર કર્યો અને વિરાટને આઉટ આપ્યો. હવે આ નૉ બૉલ અંગે ચારેય બાજુ ચર્ચા શરૂ થઇ ગઇ છે, જાણો આ નૉ બૉલ શું છે ? અને તે ક્યારે આપવામાં આવે છે? જાણો અહીં...
ત્રીજી ઓવરમાં હર્ષિત રાણાના ફૂલ ટૉસ બોલ પર વિરાટ કોહલી કંટ્રોલ કરી શક્યો ન હતો અને બોલરના હાથે કેચ થયો હતો. તેણે એવો દાવો કરીને રિવ્યૂ લીધો કે ફૂલ ટૉસ બોલ કમરની ઉપર હતો પરંતુ થર્ડ એમ્પાયરે દલીલ કરી કે કોહલી ક્રિઝની બહાર હતો અને બૉલ નીચેની તરફ જઈ રહ્યો હતો. જો કે, કોહલી ત્રીજા એમ્પાયરના નિર્ણયથી નારાજ જણાતો હતો અને તેણે ક્રિઝ છોડતા પહેલા ફિલ્ડ એમ્પાયરો સાથે દલીલ પણ કરી હતી. મેદાનની બહાર નીકળ્યા બાદ તેણે બેટ ફટકારીને પોતાની નારાજગી વ્યક્ત કરી હતી.
ક્રિકેટમાં શું છે નૉ બૉલનો નિયમ
બૉલિંગ કરતી વખતે જ્યારે બોલરનો પગ લાઇનની બહાર જાય છે, ત્યારે તે બોલને નૉ બૉલ ગણવામાં આવે છે. આ સિવાય જો ફૂલ ટોસ બોલ બેટ્સમેનની કમરથી ઉપર રહે તો તેને નૉ બૉલ જાહેર કરવામાં આવે છે. જ્યારે એમ્પાયરને લાગે છે કે બોલર ફેંકી રહ્યો છે, ત્યારે તે નો બોલ કહે છે. જો બોલ બેટર સુધી પહોંચતા પહેલા બોલને ટપ્પા પડી જાય તો પણ તે નૉ બૉલ છે. જો બોલ બેટ્સમેન સુધી પહોંચતા પહેલા અટકી જાય તો પણ તે નૉ બૉલ છે. જો લેગ સાઇડમાં સ્ક્વેર પાછળ (સ્ટમ્પ લાઇનની પાછળ) બે કરતાં વધુ ફિલ્ડરો હાજર હોય તો પણ બોલ નૉ બૉલ છે. જો બોલર બોલિંગ કરતી વખતે નોન-સ્ટ્રાઈક એન્ડ પર સ્ટમ્પને બૉલ અથડાય તો પણ બોલને નૉ બૉલ જાહેર કરવામાં આવે છે.
ક્રિઝની બાહર નીકળીને બેટિંગ કરી રહ્યો હતો વિરાટ કોહલી
હર્ષિત રાણા દ્વારા વિરાટ કોહલીને ફેંકવામાં આવેલો ફૂલ ટોસ બોલ જાણે તેની કમરથી ઉપર જઈ રહ્યો હોય તેવું લાગતું હતું, પરંતુ તેમ છતાં એમ્પાયરે નૉ બૉલ આપ્યો ન હતો. એમ્પાયરે નૉ બૉલ આપ્યો ન હતો કારણ કે તે સમયે વિરાટ કોહલી ક્રિઝની બહાર બેટિંગ કરી રહ્યો હતો. જ્યારે તેનું બેટ બોલ સાથે સંપર્કમાં આવ્યું ત્યારે તે આગળની પંજા ઉપર ઊભો હતો. એમ્પાયરે હર્ષિતના ફૂલ ટોસને માન્ય જાહેર કર્યો કારણ કે તે ક્રીઝની બહાર આવ્યો. જો વિરાટ ક્રિઝમાં રહ્યો હોત તો બોલનો કોણ તેની કમરથી નીચે હોત અને તે નો બોલ ન હોત. આ કારણે એમ્પાયરે વિરાટને આઉટ જાહેર કર્યો હતો.