આઈપીએલ 2022માં મુંબઈ ઈંડિયન્સનું પ્રદર્શન અત્યાર સુધી ખરાબ રહ્યું છે. મુંબઈની ટીમે આ સીઝનમાં કુલ 6 મેચ રમી છે અને તમામ મેચોમાં હારનો સામનો કરવો પડ્યો છે. કેપ્ટન રોહિત શર્મા પણ આ સીઝનમાં સારું પ્રદર્શન નથી કર્યું. હવે મુંબઈ ઈંડિયન્સે પોતાની ટીમના બોલર અર્જુન તેંડૂલકરનો એક વીડિયો શેર કર્યો છે. આ વીડિયોમાં અર્જુન પોતાની ઘાતક બોલિંગથી સ્ટમ્પ ઉડાવતો નજર આવી રહ્યો છે. જો કે, અર્જુનનો હજી સુધી મુંબઈની પ્લેઈંગ 11માં સ્થાન નથી મળ્યું.
મુંબઈએ પોતાના ટ્વીટર હેન્ડલ પર એક વીડિયો શેર કર્યો છે જેમાં અર્જુન નેટ પ્રેક્ટિસ દરમિયાન બોલિંગ કરતો દેખાઈ રહ્યો છે. અર્જુન આ વીડિયોમાં પોતાના બોલથી સ્ટમ્પ ઉડાવતો નજર આવે છે. બેટિંગ કરી રહેલો ખેલાડી સમજી પણ નથી શકતો કે ઈ રીતે બોલ સ્ટમ્પમાં ઘુસી ગયો. અર્જુનનો આ વીડિયો સોશિયલ મીડિયા પર ઘણો પસંદ કરવામાં આવી રહ્યો ચે. આ વીડિયોને 6 હજારથી વધુ લોકો લાઈક કરી ચુક્યા છે. ઘણા લોકોએ આ વીડિયોમાં અર્જુનની બોલિંગ અંગે પોતાના મંતવ્ય પણ જણાવ્યા છે.
અર્જુન લોકલ મેચમાં રમી ચુક્યો છે અની ઘણી મેચોમાં સારું પ્રદર્શન કર્યુ હતું. તેણે 3 ટી20 મેચ પણ રમી છે. અર્જુને એક સ્થાનિક મેચમાં મુંબઈ તરફથી રમતી વખતે પોંડુચેરી સામે એક વિકેટ લીધી હતી. જ્યારે આ પહેલાં હરિયાણા સામે પણ સારી બોલિંગ કરી હતી. અર્જુનને 20222ની આઈપીએલની હરાજીમાં મુંબઈએ 30 લાખ રુપિયામાં ખરીદ્યો હતો. જ્યારે તેની બેઝ પ્રાઈઝ 20 લાખ રુપિયા હતી.