IPL 2022: દિલ્હી કેપિટલ્સના ફિઝિયો તરીકે ફરજ બજાવતા પેટ્રિક ફારહાર્ટનો કોવિડ-19 રિપોર્ટ પોઝિટીવ આવ્યો છે. IPL દ્વારા શુક્રવારે એક પ્રેસ રિલીઝમાં પેટ્રિકને કોરોના થયો હોવાની પુષ્ટિ કરાઈ હતી. હાલમાં દિલ્હી કેપિટલ્સની મેડિકલ ટીમ પેટ્રિક ફારહાર્ટ પર નજર રાખી રહી છે.


બે વર્ષ પહેલા, કોરોનાની પ્રથમ લહેરને કારણે, IPL 2020 સ્થગિત કરવી પડી હતી. તે વર્ષે આઈપીએલની બાકીની મેચો યુએઈમાં યોજાઈ હતી. આ પછી, 2021 માં પણ, કોરોના મહામારીના વિકરાળ સ્વરૂપને કારણે પ્રથમ તબક્કા પછી IPL રોકવી પડી હતી. આ સિઝનનો બીજો ભાગ પણ UAEમાં જ પૂર્ણ થયો હતો.


તમને જણાવી દઈએ કે, દેશમાં કોરોના કેસની સંખ્યામાં ઘટાડો થયા પછી, બીસીસીઆઈએ સ્ટેડિયમમાં દર્શકોની કુલ ક્ષમતાના 25% પ્રવેશની મંજૂરી આપી હતી. આ સાથે સાવચેતી રાખીને ક્રિકેટ ટીમોને બાયો-બબલમાં રહેવાની સૂચના આપવામાં આવી હતી. કોરોના સંક્રમણથી બચવા માટે સમગ્ર IPLને મુંબઈના ત્રણ સ્ટેડિયમ અને પુણેના એક સ્ટેડિયમ સુધી જ સીમિત કરી દેવામાં આવી છે. આ બધું હોવા છતાં, IPLમાં કોરાનાની આ એન્ટ્રી આયોજકોને સતર્ક કરી દેનાર છે. જોવાનું એ રહે છે કે IPLમાં સામે આવેલા આ પ્રથમ કેસ બાદ BCCI આગળની મેચોના આયોજનો અને નિયમો અંગે શું નિર્ણય લે છે.


આવતીકાલે દિલ્હી કેપિટલ્સની મેચઃ
IPL 2022માં દિલ્હી કેપિટલ્સ અત્યાર સુધીમાં ચાર મેચ રમી ચૂકી છે. જેમાં ટીમે બે જીતી છે અને બે મેચમાં હારનો સામનો કરવો પડ્યો છે. ટીમ પોઈન્ટ ટેબલમાં ચાર પોઈન્ટ સાથે સાતમા સ્થાને છે. ટીમની આગામી મેચ આવતીકાલે 16 એપ્રિલે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર સામે છે. આ મેચ મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં રમાવાની છે.


આ પણ વાંચોઃ


IPL 2022 TV Rating: બીજા અઠવાડિયામાં પણ IPLના TV દર્શકોમાં ઘટાડો, જાણો રેટિંગના ઘટાડાનું કારણ