IPL 2022, KKR vs RCB: IPL 2022 ની છઠ્ઠી મેચમાં કોલકત્તા નાઇટ રાઇડર્સની ટીમ ફક્ત 128 રનમાં ઓલઆઉટ થઇ ગઇ હતી. કોલકાતા તરફથી આન્દ્રે રસેલે સૌથી વધુ રન બનાવ્યા હતા.રસેલે 18 બોલમાં 25 રન બનાવ્યા હતા. રસેલે તેની ઇનિંગ્સમાં 3 સિક્સ ફટકારી હતી. કોલકાતા નાઈટ રાઈડર્સ 18.5 ઓવરમાં 128 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. KKR તરફથી આન્દ્રે રસેલે સૌથી વધુ 25 રન બનાવ્યા હતા. RCB તરફથી વાનિન્દુ હસરંગાએ 4 વિકેટ લીધી હતી. આકાશ દીપે 3, હર્ષલ પટેલે 2 અને મોહમ્મદ સિરાજે એક વિકેટ લીધી હતી. આરસીબીને જીતવા માટે 129 રન બનાવવાની જરૂર છે.
RCB તરફથી વાનિન્દુ હસરંગાએ 4 ઓવરમાં 20 રન આપીને 4 વિકેટ લીધી. આ ઉપરાંત આકાશ દીપે 3 અને હર્ષલ પટેલે 2 વિકેટ ઝડપી હતી. આ સિવાય સિરાજ 1 વિકેટ લેવામાં સફળ રહ્યો હતો. KKRની શરૂઆત ખૂબ જ ખરાબ રહી હતી. આકાશ દીપે વેંકટેશ અય્યર અને સિરાજને રહાણેને આઉટ કરીને KKRને મોટો ઝટકો આપ્યો હતો. KKRનો કેપ્ટન શ્રેયસ અય્યર 13 રન બનાવીને મિસ્ટ્રી સ્પિનર હસરંગાનો શિકાર બન્યો હતો. છેલ્લી ઘડીમાં ઉમેશ યાદવે 12 બોલમાં 18 રન ફટકારીને ટીમનો સ્કોર 128 રન સુધી પહોંચાડ્યો હતો. વરુણ ચક્રવર્તી અને ઉમેશ યાદવે છેલ્લી વિકેટ માટે 26 બોલમાં 27 રન જોડ્યા હતા. ઉમેશ છેલ્લી વિકેટ તરીકે 18 રન બનાવીને આઉટ થયો હતો. અગાઉ કોલકાતા નાઈટ રાઈડર્સ (KKR) સામે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (RCB) એ ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો.