Rajat Patidar Century Lucknow Super Giants vs Royal Challengers Bangalore Eliminator IPL 2022:  રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરના બેટ્સમેન રજત પાટીદારે લખનઉ સુપર જાયન્ટ્સ સામેની એલિમેટર મેચમાં આક્રમક અણનમ સદી ફટકારી હતી. રજત પાટીદારે લખનઉ સામે 112 રનની અણનમ ઇનિંગ રમી હતી. તેની ઇનિંગની મદદથી બેંગ્લોરે લખનઉને 208 રનનો ટાર્ગેટ આપ્યો હતો. રજતે આ મેચમાં સદી ફટકારી અનેક રેકોર્ડ બનાવ્યા હતા. IPLની નોકઆઉટ અથવા પ્લેઓફ મેચમાં સદી ફટકારનાર તે પાંચમો ખેલાડી બની ગયો છે.


રજતે લખનઉ સામે 54 બોલમાં 112 રનનની ઇનિંગ રમી હતી જેમાં તેણે 12 ચોગ્ગા અને 7 છગ્ગા ફટકાર્યા હતા. આ ઇનિંગના કારણે પાટીદારે એક ખાસ રેકોર્ડ પોતાના નામે કર્યો હતો. તે IPLમાં સદી ફટકારનાર ચોથો અનકેપ્ડ ખેલાડી બની ગયો છે. આ અગાઉ મનીષ પાંડેએ 2009માં સદી ફટકારી હતી. જ્યારે દેવદત્ત પડિકલે 2021માં સદી ફટકારી હતી. IPL પ્લેઓફ મેચમાં સૌથી ઝડપી સદી ફટકારવાના મામલે રજત ટોચ પર પહોંચી ગયો હતો. તેણે રિદ્ધિમાન સહાના રેકોર્ડની બરાબરી કરી હતી. બંને ખેલાડીઓએ 49 બોલમાં સદી પૂરી કરી હતી.


IPL નોકઆઉટ/પ્લે-ઓફમાં સદી



  • 122 સહેવાગ પંજાબ વિરુદ્ધ ચેન્નઇ 2014 (ક્વોલિફાયર 2)

  • 117* વોટસન ચેન્નઇ વિરુદ્ધ હૈદરાબાદ 2018 (ફાઇનલ)

  • 115* સહા પંજાબ વિરુદ્ધ કોલકત્તા 2014 (ફાઇનલ)

  • 113 વિજય ચેન્નઇ વિરુદ્ધ દિલ્હી 2012 (ક્વોલિફાયર 2)

  • 101*રજત પાટીદાર બેગ્લોર વિરુદ્ધ લખનઉ 2022 (એલિમિનેટર)


IPL પ્લેઓફમાં સૌથી ઝડપી સદી



  • 49 બોલ - રજત પાટીદાર*

  • 49 બોલ - રિદ્ધિમાન સહા

  • 50 બોલ - વિરેન્દ્ર સહેવાગ

  • 51 બોલ - મુરલી વિજય

  • 51 બોલ - શેન વોટસન


IPLમાં અનકેપ્ડ ખેલાડીઓ દ્વારા 100 રન



  • 120* પોલ વોલ્થટી પંજાબ વિરુદ્ધ ચેન્નઇ 2011

  • 114* મનીષ પાંડે બેગ્લોર વિરુદ્ધ ડેક્કન 2009

  • 101* દેવદત્ત પડિક્કલ બેગ્લોર વિરુદ્ધ રાજસ્થાન 2021

  • 101* રજત પાટીદાર બેગ્લોર વિરુદ્ધ લખનઉ 2022