Virat Kohli Record LSG vs RCB: IPL 2022ની એલિમિનેટર મેચ રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર અને લખનઉ સુપર જાયન્ટ્સ વચ્ચે રમાઈ રહી છે. આ મેચમાં બેંગ્લોરના ખેલાડીઓ પ્રથમ બેટિંગ કરવા ઉતર્યા હતા. ટીમના પૂર્વ કેપ્ટન વિરાટ કોહલી અને ફાફ ડુ પ્લેસિસ ઓપનિંગ કરવા આવ્યા હતા. આ દરમિયાન કોહલીએ એક ખાસ રેકોર્ડ પોતાના નામે કર્યો છે. કોહલી T20 ક્રિકેટમાં સૌથી વધુ રન બનાવવાના મામલે પાંચમા સ્થાને પહોંચી ગયો છે. કોહલીએ ઓસ્ટ્રેલિયન ખેલાડી એરોન ફિન્ચને પાછળ છોડી દીધો છે.
T20માં સૌથી વધુ રન બનાવનાર ભારતીય બેટ્સમેનઃ
T20 ક્રિકેટમાં સૌથી વધુ રન બનાવવાનો રેકોર્ડ વેસ્ટ ઈન્ડિઝના ખેલાડી ક્રિસ ગેલના નામે છે. જ્યારે ભારતીય ખેલાડીઓની યાદીમાં કોહલી પ્રથમ સ્થાને છે. કોહલીએ 341 મેચમાં 10590થી વધુ રન બનાવ્યા છે. આ દરમિયાન તેણે 5 સદી અને 78 અડધી સદી ફટકારી છે. જ્યારે ગેલે 463 મેચમાં 14562 રન બનાવ્યા છે. તેણે આ ફોર્મેટમાં 22 સદી અને 88 અડધી સદી ફટકારી છે. આ યાદીમાં પાકિસ્તાની ખેલાડી શોએબ મલિક બીજા સ્થાને છે. મલિકે 472 મેચમાં 11698 રન બનાવ્યા છે.
T20 ક્રિકેટમાં સૌથી વધુ રન બનાવવાના મામલે વેસ્ટ ઈન્ડિઝનો ખેલાડી કિરન પોલાર્ડ ત્રીજા સ્થાને છે. તેણે અત્યાર સુધી 592 મેચમાં 11571 રન બનાવ્યા છે. આ દરમિયાન તેણે એક સદી અને 56 અડધી સદી ફટકારી છે. આ ફોર્મેટમાં પોલાર્ડનો સર્વશ્રેષ્ઠ સ્કોર 104 રન છે. ઓસ્ટ્રેલિયાનો ખેલાડી ડેવિડ વોર્નર આ મામલે ચોથા સ્થાને છે. વોર્નરે 325 મેચમાં 10740 રન બનાવ્યા છે. તેણે આ ફોર્મેટમાં 8 સદી અને 90 અડધી સદી ફટકારી છે.