IPL 2023 Live Streaming Jio BCCI: ઇન્ડિયન પ્રીમિયર લીગની તૈયારીઓ શરૂ થઇ ચૂકી છે. આ સિઝનના શિડ્યૂલની જાહેરાત જલદી કરી દેવામાં આવશે, આ પહેલા આઇપીએલ ફેન્સ માટે એક સારા સમાચાર છે, આ વખતે આઇપીએલનું પ્રસારણ જિઓ ટીવી પર કરવામાં આી શકે છે. જિઓ ટીવી અત્યારે યૂઝર્સ માટે ફ્રી છે. રિપોર્ટ્સ અનુસાર ભારતીય ક્રિકેટ કન્ટ્રૉલ બૉર્ડે જિઓને આઇપીએલના લાઇવ સ્ટ્રીમિંગની પરવાનગી આપી છે, આ પહેલા આઇપીએલનું લાઇવ પ્રસારણ હૉટ સ્ટાર પર કરવામાં આવી શકતુ હતુ, આના સ્ટ્રીમિંગના રાઇટ્સ સ્ટારની પાસે હતા. 


ખરેખરમાં, ઇન્ડિયન પ્રીમિયર લીગના મીડિયા રાઇટ્સ વાયકૉન18એ ખરીદ્યા છે. 'એક્સચેન્જ ફૉર મીડિયા'ના એક રિપોર્ટ અનુસાર, આ પછી જિઓએ બીસીસીઆઇે લાઇવ સ્ટ્રીમિંગની પરવાનગી માંગી હતી, જેને મંજૂર કરી દેવામાં આવી છે. જિઓ યૂઝર્સ હાલમાં જિઓ સિનેમાનો વિના કોઇપણ ચાર્જે લાભ ઉઠાવી શકે છે. હવે સંભવ છે કે, જિઓ આઇપીએલ 2023નું લાઇવ પ્રસારણ ફ્રીમાં બતાવશે. જોકે, આને લઇને હજુ સુધી કોઇપણ અધિકારીક જાણકારી સામે નથી આવી.  


ઉલ્લેખનીય છે કે, આગામી પાંચ વર્ષ માટે આઇપીએલના મીડિયા રાઇટ્સની બોલી લાગી હતી. આમાં કેટલીય કંપનીઓએ ભાગ લીધો હતો, છેવટે વાયકૉન18એ મીડિયા રાઇટ્સ પર સૌથી મોટી બોલી લગાવીને અધિકારી ખરીદી લીધા હતા. બીસીસીઆઇને મીડિયા રાઇટ્સ દ્વારા ભારે ભરખમ કમાણી થઇ છે. મુખ્ય વાત એ પણ છે કે, આ વખતે વીમેન્સ પ્રીમિયર લીગની પહેલી સિઝનનું આયોજન કરવામાં આવશે. આની પહેલી સિઝનનું આયોજન આઇપીએલ 2023 પહેલા થઇ શકે છે. આ લીગની પાંચ ટીમો બની ચૂકી છે. જોકે ખેલાડીઓ પર બોલી લાગવાની બાકી છે. રિપોર્ટ્સ અનુસાર, મહિલા આઇપીએલ એટલે કે વીમેન્સ પ્રીમિયર લીગનું આયોજન 4 માર્ચથી થઇ શકે છે. 


લાઇવ સ્ટ્રીમિંગ પાર્ટનર વાયકૉમ18નો મોટો ફેંસલો - 
આઇપીએલની મેચોને અત્યાર સુધી હિન્દી અને અંગ્રેજી સહિત છ ભાષાઓમાં બ્રૉડકાસ્ટ કરવામાં આવતી હતી, પરંતુ આઇપીએલ મેચોનું સ્ટ્રીમિંગનું એલાન કરીને બહુજ મોટો ફેંસલો કર્યો છે. ખરેખરમાં, આંકડા બતાવે છે કે, હિન્દી બાદ ભોજપુરી ભારતમાં બોલાનારી સૌથી મોટી ભાષા છે. ભોજપુરી ઉપરાંત પંજાબી અને ગુજરાતી જેવી ભાષાઓ સામેલ છે. સ્પૉર્ટ્સ18એ આ વર્ષે પહેલા જ જિઓ સિનેમા પર ફ્રી લાઇવ સ્ટ્રીમ કરવાની જાહેરાત કરી છે. 


લાઇવ બ્રૉડકાસ્ટ અને સ્ટ્રીમિંગ માટે અલગ અલગ મીડિયા પાર્ટનર - 
આ વર્ષે આઇપીએલમાં પહેલીવાર બનશે કે જ્યારે બે અલગ અલગ મીડિયા પાર્ટનર હશે. આઇપીએેલની લાઇવ મેચોનું પ્રસારણ સ્ટાર સ્પૉર્ટ્સ નેટવર્ક કરશે, વળી, મેચનું લાઇવ સ્ટ્રીમિંગ વાયકૉમ18 કરશે. મીડિયા રિપોર્ટ્સનું માનીએ તો સ્ટ્રીમિંગ પાર્ટનર આ વર્ષે જાહેરખબર દાતાઓને લોભાવવા માટે અલગ અલગ રણનીતિ બનાવી રહી છે. જાહેરાત ઇન્પ્રેશન આધારિત ઇન્વેન્ટ્રીને વેચવાના બદલે વાયકૉમ18 પોતાની ઇન્વેન્સ્ટ્રીને ઠીક તે જ રીતે વેચવાની યોજના બનાવી રહી છે જેવી રીતે ટીવી પર વેચવામાં આવે છે. ઉલ્લેખનીય છે કે, આઇપીએલ 2023ની મેચો 1 એપ્રિલથી શરૂ થશે. 


 


WPL 2023 Auction: ફેબ્રુઆરીના બીજા અઠવાડિયામાં લાગશે બોલી, દિલ્હીમાં થશે હરાજીનું આયોજન, જાણો લેટેસ્ટ અપડેટ


WPL Players' Auction: મહિલા પ્રીમિયર લીગ (WPL)ની ઓપનિંગ સિઝન માટે ખેલાડીઓની હરાજી ફેબ્રુઆરીના બીજી અઠવાડિયામાં થઇ શકે છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, 10 અને 11 ફેબ્રુઆરીએ નવી દિલ્હીની એક હૉટલમાં આ ઓક્શન (WPL Auction) રાખવાનું લગભગ નક્કી કરવામાં આવ્યુ છે. આ ઓક્શનમાં 5 ફ્રેન્ચાઇઝીઓ પોત-પોતાની સ્ક્વૉડને પસંદ કરશે. 


તાજેતરમાં જ WPL માટે ટીમોની હરાજી થઇ હતી. પહેલી સિઝનમાં 5 ટીમો રમશે. આવામાં આ 5 ફ્રેન્ચાઇઝીને ખરીદવા માટે 17 કંપનીઓની વચ્ચે હોડ હતી. અહીં IPL ની મુંબઇ ઇન્ડિયન્સ, રૉયલ ચેલેન્જર્સ બેંગ્લુંરુ, અને દિલ્હી કેપિટલ્સના હાથે એક એક ટીમ આવી. અન્ય બે ટીમો અદાણી સ્પૉર્ટ્સલાઇન પ્રાઇવેટ લિમીટેડ અને કેપ્રી ગ્લૉબલ હૉલ્ડિંગ પ્રાઇવેટ લિમીટેડે ખરીદી. આ 5 ટીમોનું વેચાણ કુલ 4670 કરોડ રૂપિયામાં થયુ. 


દરેક ટીમને ઓક્શન પર્સમાં મળશે 12 કરોડ -
ટીમોની હરાજી થયા બાદ હવે ખેલાડીઓની હરાજીની તૈયારીઓ શરૂ થઇ ગઇ છે. અત્યાર સુધી સામે આવેલી જાણકારી અનુસાર, દરેક ફ્રેન્ચાઇઝીની પાસે ખેલાડીઓને ખરીદવા માટે 12-12 કરોડ હશે. દરેક ટીમમાં 15 થી 18 ખેલાડીઓ ખરીદી શકાશે. આમાં 7 ખેલાડીઓ વિદેશી હોઇ શકે છે. પ્લેઇંગ ઇલેવનમાં 5 વિદેશી ખેલાડીઓ રમશે,  જેમાં એક એસોસિએટ દેશનો હોવો જરૂરી છે. અનકેપ્ડ ખેલાડીઓ માટે 10 અને 20 લાખ બેઝ પ્રાઇઝ વાળી કેટેગરી છે, અને કેપ્ડ પ્લેયર્સ માટે 30, 40 અને 50 લાખ રૂપિયા બેઝ પ્રાઇઝ વાળી કેટેગરી બનાવવામાં આવી હોવાની જાણકારી છે.