RR vs CSK Live Streaming Views: ગઇકાલે રમાયેલી રાજસ્થાન અને ચેન્નાઇની મેચમાં એક ખાસ રેકોર્ડ જોવા મળ્યો છે. ભારતીય ટીમના પૂર્વ સુપર કુલ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીનો જાદુ હજુ પણ ક્રિકેટમાંથી ઓસર્યો નથી. ધોનીનો જાદુ હજુ પણ ક્રિકેટ ચાહકોના માથા પર ચઢીને બોલી રહ્યો છે, આ વાત બુધવારે રાત્રે ફરી એકવાર પુરવાર થઇ ગઇ છે. આ મેચમાં ધોનીની લાઈવ બેટિંગ જોવા માટે રેકોર્ડબ્રેક દર્શકો ઓનલાઈન આવ્યા હતા. રાજસ્થાન અને ચેન્નાઈ વચ્ચેની મેચમાં જ્યારે ધોની બેટિંગ કરી રહ્યો હતો ત્યારે લાઈવ સ્ટ્રીમિંગ જોનારાઓની સંખ્યા 22 મિલિયન સુધી પહોંચી ગઈ હતી. ખાસ વાત છે કે, IPL 2023ના દર્શકોની આ સૌથી વધુ વ્યૂઅર્સ સંખ્યા છે.
IPLમાં ગઈકાલે રાત્રે રાજસ્થાન રૉયલ્સ અને ચેન્નાઈ સુપર કિંગ્સ આમને સામને હતા, આ મેચમાં લગભગ દરેક સમય માટે ઓનલાઈન સ્ટ્રીમિંગ જોનારા લોકોની સંખ્યા એક કરોડથી વધુ હતી. જેમ જેમ મેચ છેલ્લી ઓવરો તરફ આગળ વધતી ગઈ તેમ તેમ દર્શકોની સંખ્યામાં પણ અનેકગણો વધારો નોંધાતો ગયો હતો. ધોની પીચ પર બેટિંગ કરવા આવ્યો તે પછી તેમાં વધુ વધારો થયો. આ મેચને 2.2 કરોડથી વધુ ક્રિકેટ ફેન્સ એક સાથે જોઈ રહ્યા હતા.
આ મેચો વ્યૂઅર્સને છોડી દીધા પાછળ
આ પહેલા વિરાટ કોહલીની RCB અને કેએલ રાહુલની LSG વચ્ચેની મેચમાં IPL 2023ના સૌથી વધુ ડિજિટલ વ્યૂઝ મળ્યા હતા. RCB અને LSG મેચ એકસાથે જોનારા લોકોની સંખ્યા 18 મિલિયનને વટાવી ગઈ છે. જોકે, આ પછી પછીની બે સૌથી વધુ જોવાયેલી મેચોમાં માત્ર ધોનીની ટીમની મેચ હતી. ચેન્નાઈ અને લખનઉ વચ્ચેની મેચને 1.7 કરોડ વ્યૂઝ મળ્યા હતા. વળી, ચેન્નાઈ અને ગુજરાત વચ્ચેની મેચનું લાઈવ સ્ટ્રીમિંગ જોનારા લોકોની સંખ્યા 16 મિલિયન સુધી પહોંચી ગઈ હતી.
જિઓ સિનેમાં પર ફ્રીમાં જોઇ શકો છો મેચ
જિઓ સિનેમામાં એપ પર IPL 2023ની તમામ મેચોનું લાઈવ સ્ટ્રીમિંગ કરવામાં આવી રહ્યું છે. આ એપની કન્ટેન્ટને જોવા માટે કોઈ સબ્સ્ક્રિપ્શન ચાર્જ નથી. આવી સ્થિતિમાં ક્રિકેટ ફેન્સ આ OTT પ્લેટફોર્મ પર IPLની લાઇવ ઇવેન્ટનો ફ્રીમાં લ્હાવો ઉઠાવી શકે છે. અહીં મેચો ફ્રીમાં જોવા માટે ઉપલબ્ધ હોવાને કારણે IPL 2023 મેચોની ડિજિટલ વ્યૂઅરશિપ વધી રહી છે. ઉલ્લેખનીય છે કે, ટેલિવિઝન પર આ મેચોનું લાઈવ ટેલિકાસ્ટ સ્ટાર સ્પોર્ટ્સ નેટવર્ક પર કરવામા આવી રહ્યું છે.