IPL 2023, CSK Vs RR: IPLમાં આજે ચેન્નાઈ સુપર કિંગ્સ અને રાજસ્થાન રોયલ્સ વચ્ચે મેચ રમાશે. ચેન્નાઈના ચેપોક સ્ટેડિયમમાં સાંજે 7.30 વાગ્યાથી મેચ રમાશે. બંને ટીમો અત્યાર સુધીમાં ત્રણ-ત્રણ મેચ રમી ચૂકી છે. બંનેએ 2-2 મેચ જીતી છે. ચેન્નાઈએ પ્રથમ મેચ હાર્યા બાદ પુનરાગમન કર્યું છે. છેલ્લી બંને મેચ જીતી. ધોનીએ છેલ્લી મેચમાં અજિંક્ય રહાણેને તક આપી હતી. રહાણેએ પોતાની જાતને સાબિત કરી અને શાનદાર ફિફ્ટી લગાવી.


શું આ જે રહાણેને મોકો આપશે ધોની ?
ખાસ વાત છે કે ગઇ મેચમાં અજિંક્યે રહાણેને મોઇન અલીના સ્થાન પર રમવાનો મોકો મળ્યો હતો, હવે જોવાનું એ રહેશે કે શું કેપ્ટન ધોની આજની મેચમાં રહાણેને વધુ એક તક આપશે કે નહીં. વળી, બીજીબાજુ ચેન્નાઇ માટે મોટો પડકાર રાજસ્થાનના ઓપનર બેટ્સમેન જૉસ બટલર અને યશસ્વી જયસ્વાલ રહેશે, ઈંગ્લેન્ડના લિમીટેડ ઓવરોના કેપ્ટન બટલર અને ભારતના યુવા બેટ્સમેન જયસ્વાલે જેને હંમેશા માટે રાજસ્થાનને સારી શરૂઆત અપાવી છે. બન્ને બે-બે ફિફ્ટી ફટકારી ચૂક્યા છે. બટલરનો સ્ટ્રાઈક રેટ 180.95 અને જયસ્વાલની 164.47ની છે. 


બન્ને ટીમોની આવી હોઇ શકે છે બેસ્ટ પ્લેઇંગ ઇલેવન - 


ચેન્નાઇ સુપર કિંગ્સની સંભવિત પ્લેઇંગ ઇલેવન - 
મહેન્દ્ર સિંહ ધોની (કેપ્ટન) ડેવૉન કૉન્વે, અજિંક્યે રહાણે, મોઇન અલી, રવિન્દ્ર જાડેજા, શિવમ ડુબે, મિશેલ સેન્ટનર, સિસાન્ડા મગાલા, રાજવર્ધન હંગરગેકર, તુષાર દેશપાન્ડે. 


રાજસ્થાન રૉયલ્સની સંભવિત પ્લેઇંગ ઇલેવન - 
સંજૂ સેમસન (કેપ્ટન), યશસ્વી જાયસ્વાલ, જૉસ બટલર, શિમરૉન હેટમાયર, જેસન હૉલ્ડર, ટ્રેન્ટ બૉલ્ટ, યુજવેન્દ્ર ચહલ, સંદીપ શર્મા, રિયાન પરાગ, રવિચંદ્ન અશ્વિન, ધૃવ જૂરેલ.