IPL, CSK vs RR: ભારતીય ટીમના પૂર્વ કેરપ્ટન કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોની માટે આજનો દિવસે ખાસ છે, કેમ કે આઇપીએલમાં આજે ધોની એક ઐતિહાસિક રેકોર્ડ પોતાના નામે કરી શકે છે. આજે ધોની આઇપીએલમાં એક ડબલ સેન્ચૂરી પુરી કરી શકે છે. ધોની આજે ચેન્નાઇ સુપર કિંગ્સ તરફથી 200મી મેચમાં કેપ્ટનશીપ કરવા મેદાનમાં ઉતરશે. આની સાથે જ તે પહેલો એવો ખેલાડી બની જશે, જેને આ લીગમાં 200 કે તેનાથી વધુ વાર એક જ ટીમની કેપ્ટનશીપ કરી હોય. ખાસ વાત છે કે, ધોની વર્ષ 2008થી જ ચેન્નાઇ સુપર કિંગ્સની કેપ્ટનશીપ કરી રહ્યો છે અને તેને સીએસકેને એક સફળ ટીમ પણ બનાવી છે. 


કોઇ એક ટીમ માટે સૌથી વધુ મેચ રમવાનો રેકોર્ડ તો વિરાટ કોહલીના નામે છે, પરંતુ કોઇ એક ટીમ માટે સૌથી વધુ મેચોમા કેપ્ટનશીપ કરવાનો રેકોર્ડ મહેન્દ્ર સિંહ ધોનીના નામે છે. ધોની 200મી વાર આઇપીએલમાં સીએસકેનો કેપ્ટન હશે. જોકે, ચેન્નાઇ સુપર કિંગ્સ માટે પહેલાથી જ 200 મેચોમાં કેપ્ટનશીપ કરી ચૂક્યો છે, કેમ કે ચેમ્પીયન્સ લીગ ટી20 દરમિયાન પણ તે સીએસકેનો કેપ્ટન હતો, હવે તે માત્ર આઇપીએલમાં આ મુકામ પર પહોંચ્યો છે. 


ખાસ વાત છે કે, મહેન્દ્ર સિંહ ધોની આઇપીએલમાં ચાર વાર ચેન્નાઇ સુપર કિંગ્સને ચેમ્પીયન બનાવી ચૂક્યો છે. વર્ષ 2010 અને 2011 બાદ ટીમે વર્ષ 2018મા આઇપીએલ ટ્રૉફી પોતાના નામે કરી હતી. આ પછી ચેન્નાઇની ટીમ ફરી એકવાર વર્ષ 2021માં ચેમ્પીયન બની હતી. ચેન્નાઇ સુપર કિંગ્સ સૌથી વધુ વાર આઇપીએલ ફાઇનલ રમનારી ટીમ પણ છે અને સૌથી વધુ વાર પ્લેઓફમાં પહોંચી છે. આ બધુ એમએસ ધોનીની કેપ્ટનશીપમાં ચેન્નાઇ સુપર કિંગ્સની ફ્રેન્ચાઇઝીએ કર્યુ છે.