GT vs LSG Pitch Report & Playing XI: આઇપીએલની 16મી સિઝનમાં આજે ગુજરાત ટાઇટન્સ સામે લખનઉ સુપર જાયન્ટ્સનો પડકાર રહેશે. અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં બંને ટીમો આમને-સામને જોવા મળશે. આ મેચ બપોરે 3.30 વાગ્યાથી શરૂ થશે. ગુજરાત ટાઇટન્સ પૉઈન્ટ ટેબલમાં અત્યારે ટોપ પર છે. હાર્દિક પંડ્યાની આગેવાની વાળી ગુજરાત ટાઇટન્સ પાસે 10 મેચમાં 12 પૉઈન્ટ છે. તો વળી, લખનઉ સુપર જાયન્ટ્સ પૉઈન્ટ ટેબલમાં ત્રીજા નંબરે છે. લખનઉ સુપર જાયન્ટ્સના 10 મેચમાં 11 પૉઈન્ટ છે. જોકે, બંને ટીમો આ મેચ જીતીને પ્લેઓફ માટેનો પોતાનો દાવો મજબુત કરવા પ્રયાસ કરશે.
શું છે પીચનો મિજાજ, બૉલરો કે બેટ્સમેનો, કોણે મળશે મદદ ?
આજે ગુજરાત અને લખનઉ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં મેચ રમાશે, અહીંની પીચની વાત કરીએ તો અહીં બેટ્સમેન ઇઝીલી શૉટ ફટકારી શકે છે. આ ઉપરાંત બૉલરોને પીચમાંથી પણ મદદ મળે છે. આ રીતે બેટ્સમેન સિવાય બૉલરોને પીચની મદદ મળી શકે છે. ખાસ કરીને ફાસ્ટ બૉલરોને આ પીચ પર નવા બૉલથી સારી મદદ મેળવી શકે છે. જ્યારે પીચ વચ્ચેની ઓવરોમાં સ્પિનરો માટે ખુબ જ મદદરૂપ બને છે. વળી, આ પીચ પર બેટ્સમેનોએ રન બનાવવા માટે ક્રિઝ પર સમય આપવો જરૂરી રહેશે. ખરેખરમાં, આ પીચ પર સમય પસાર કર્યા પછી બેટ્સમેન આસાનીથી પોતાના શૉટ રમી શકે છે.
બન્ને ટીમોની આજની સંભવિત પ્લેઇંગ ઇલેવન -
ગુજરાત ટાઇટન્સની સંભવિત પ્લેઇંગ ઇલેવન -
રિદ્ધિમાન સાહા (વિકેટકીપર), શુભમન ગીલ, હાર્દિક પંડ્યા (કેપ્ટન), વિજય શંકર, અભિનવ મનોહર, ડેવિડ મિલર, રાહુલ તેવટિયા, રાશિદ ખાન, મોહમ્મદ શમી, નૂર અહેમદ, મોહિત શર્મા.
લખનઉ સુપર જાયન્ટ્સની સંભવિત પ્લેઇંગ ઇલેવન -
મનન વોહરા, કાઇલી મેયર્સ, આયુષ બદોની, દીપક હુડ્ડા, માર્ક્સ સ્ટૉઇનિસ, કૃણાલ પંડ્યા (કેપ્ટન), નિકૉલસ પૂરન (વિકેટકીપર), કૃષ્ણપ્પા ગૌતમ, નવીવ-ઉલ-હક, મોહસિન ખાન, રવિ બિશ્નોઇ.