Most Successful IPL Captain, MS Dhoni: આઇપીએલ 2023ની શરૂઆતમાં હવે માત્ર ગણતરીના કલાકો જ બચ્યા છે, આઇપીએલ 16થી પહેલા અમે તમને મહેન્દ્ર સિંહ ધોની અને રોહિત શર્મા વિશે એવા આંકડા બતાવીશું, જે કદાચ તમે આ પહેલા નહીં જાણ્યા હોય, આમ તો રોહિત શર્મા આઇપીએલના ઇતિહાસમાં સૌથી સફળ કેપ્ટન કહેવામાં આવે છે, કેમ કે તેને મુંબઇ ઇન્ડિયન્સને પોતાની કેપ્ટનશીપમાં સૌથી વધુ 5 ખિતાબ જીતાડ્યો છે, વળી, ચેન્નાઇ સુપર કિંગ્સના કેપ્ટન ધોની આ મામલામાં 4 ટ્રૉફીની સાથી બીજા નંબર પર છે.
એક કેપ્ટન તરીકે ધોનીએ સૌથી વધુ મેચ જીતી છે - મહેન્દ્ર સિંહ ધોની આઇપીએલની પહેલી સિઝન એટલે કે 2008થી જ ચેન્નાઇ સુપર કિંગ્સની કમાન સંભાળી રહ્યો છે, જ્યારે રોહિત શર્મા 2013માં મુંબઇ ઇન્ડિયન્સનો કેપ્ટન બન્યો હતો, આવામાં ધોની એક કેપ્ટન તરીકે આઇપીએલમાં રોહિત શર્માથી વધુ મેચ જીત્યો છે.
ધોની કેપ્ટન તરીકે અત્યાર સુધી કુલ 210 મેચ રમી ચૂક્યો છે, જેમાં તેને 123 મેચોમાં જીત નોંધાવી છે, અને 86 મેચ ગુમાવી છે. વળી, એક મેચ પરિણામ વિનાની રહી છે. ધોની આઇપીએલમાં સૌથી વધુ મેચ રમનારો કેપ્ટન છે. ધોની આ દરમિયાન ચેન્નાઇ સુપર કિંગ્સ અને રાઇઝિંગ પૂણે સુપરજાયન્ટ્સ માટે રમ્યો છે.
આ ઉપરાંત રોહિત શર્મા, અત્યાર સુધી આઇપીએલ કેપ્ટન તરીકે કુલ 143 મેચો રમી ચુક્યો છે. જેમાં તેને 79 મેચ જીતી છે અને 60 ગુમાવી છે., વળી, 4 મેચ ટાઇ રહી છે. રોહિત શર્મા આઇપીએલમાં સૌથી વધુ મેચ રમનારો બીજો કેપ્ટન છે, આ લિસ્ટમાં વિરાટ કોહલી ત્રીજા નંબરે, ગૌતમ ગંભીર ચોથા અને એડમ ગિલક્રિસ્ટ પાંચમા નંબર પર આવે છે.
100થી વધુ મેચ જીતનારો એકમાત્ર કેપ્ટન છે મહેન્દ્ર સિંહ ધોની -મહેન્દ્ર સિંહ ધોની આઇપીએલના ઇતિહાસમાં 100 થી વધુ મેચ જીતનારો એકમાત્ર કેપ્ટન છે. અત્યાર સુધી કોઇપણ ખેલાડી આ આંકડા સુધી નથી પહોંચ્યો. ઉલ્લેખનીય છે કે, તે કદાચ ધોની છેલ્લીવાર સીએસકેની કેપ્ટનશીપ કરે. આશા રાખવામાં આવી રહી છે કે આ તેની છેલ્લી આઇપીએલ સિઝન હશે.