IPL 2023 Match 1, Gujarat Titans Playing XI: IPLની આગામી એટલે કે 16મી સીઝન 31 માર્ચ, શુક્રવારથી શરૂ થઈ રહી છે. IPL 2023ની પ્રથમ મેચ ડિફેન્ડિંગ ચેમ્પિયન ગુજરાત ટાઇટન્સ અને ચેન્નઈ સુપર કિંગ્સ વચ્ચે રમાશે. ગુજરાત ટાઇટન્સ જે ગત સીઝનની ચેમ્પિયન હતી. ગુજરાત ટાઇટન્સ IPL 2023 ની તેમની પ્રથમ મેચ જીતીને તેમનું શાનદાર પ્રદર્શન ચાલુ રાખવા માંગે છે. આ મેચ જીતવા માટે ગુજરાતે મજબૂત પ્લેઈંગ ઈલેવન સાથે મેદાનમાં ઉતરવું પડશે. પ્રથમ મેચમાં CSK સામે ગુજરાત ટાઇટન્સની પ્લેઇંગ ઇલેવન કેવી રહેશે.






આવું ટીમનું કોમ્બિનેશન હોઈ શકે છે


ચેન્નઇ સુપર કિંગ્સ સામે રમાનાર પ્રથમ મેચમાં ગુજરાત તરફથી શુભમન ગિલ અને વિકેટ કીપર બેટ્સમેન મેથ્યુ વેડ ઓપનર તરીકે દેખાઈ શકે છે. અને આ વર્ષે ટીમમાં સામેલ ન્યૂઝીલેન્ડનો સ્ટાર બેટ્સમેન કેન વિલિયમ્સન ત્રીજા નંબર પર રમી શકે છે.


કેપ્ટન હાર્દિક પંડ્યા પોતે ટીમના મિડલ ઓર્ડરની શરૂઆત કરશે. માનવામાં આવે છે કે તે ચોથા નંબર પર રમશે. આ સાથે જ યુવા બેટ્સમેન અભિનવ મનોહર પાંચમા નંબર પર જોવા મળી શકે છે. કેપ્ટન હાર્દિક પંડ્યા ગત સીઝનમાં ટીમ માટે મહત્વનો બેટ્સમેન સાબિત થયો હતો. તેણે ટીમ માટે 15 મેચમાં 131.27ના સ્ટ્રાઈક રેટથી કુલ 487 રન બનાવ્યા.


આ પછી ટીમના સ્ટાર હિટર્સ રાહુલ તેવટિયા અને ઓડિયન સ્મિથ અનુક્રમે છઠ્ઠા અને સાતમાં નંબર પર રમી શકે છે. રાહુલ તેવટિયાએ IPL 2022માં ઘણી શાનદાર ઇનિંગ્સ રમી હતી અને ટીમને વિજય અપાવ્યો હતો. તેવટિયા ટીમનો શાનદાર ફિનિશર સાબિત થયો હતો. નોંધનીય છે કે ડેવિડ મિલર પ્રારંભિક મેચોમાં રમી શકશે નહીં. આવી સ્થિતિમાં તેની જગ્યાએ સ્મિથને તક મળે તેવી શક્યતા છે.


રાશિદ ખાન સ્પિનર ​​તરીકે આઠમા નંબરે ટીમ સાથે જોડાશે. બોલિંગ ઉપરાંત બેટિંગમાં પણ રાશિદ સારો દેખાવ કરશે. બીજી તરફ જો ઝડપી બોલરોની વાત કરીએ તો આ જવાબદારી શિવમ માવી, લેફ્ટ આર્મ યશ દયાલ અને અનુભવી બોલર મોહમ્મદ શમી પર આવી શકે છે. શમી ગત સીઝનમાં પોતાની ટીમ માટે સૌથી વધુ વિકેટ લેનાર બોલર હતો. તેણે 16 મેચમાં કુલ 20 વિકેટ લીધી હતી.


ચેન્નઈ સુપર કિંગ્સ સામે ગુજરાત ટાઇટન્સની સંભવિત પ્લેઇંગ ઇલેવન


શુભમન ગિલ, મેથ્યુ વેડ (વિકેટકીપર), કેન વિલિયમ્સન, હાર્દિક પંડ્યા (કેપ્ટન), અભિનવ મનોહર, રાહુલ તેવટિયા, ઓડિયન સ્મિથ, રાશિદ ખાન, શિવમ માવી, યશ દયાલ અને મોહમ્મદ શમી.