IPL 2023 New Rule: IPL 2023 નો આજથી પ્રારંભ થશે. ઈન્ડિયન પ્રીમિયર લીગની 16મી સીઝનની પ્રથમ મેચ આજે (31 માર્ચ) રમાશે. આ મેચ અમદાવાદમાં ચેન્નઈ સુપર કિંગ્સ અને ગુજરાત ટાઇટન્સ વચ્ચે રમાશે. સીઝનની પ્રથમ મેચને લઈને ક્રિકેટ ચાહકોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. કોઈપણ રીતે આઈપીએલ 2023 ખાસ રહેશે. કારણ કે આ વખતે ઘણા નવા નિયમો લાગુ કરવામાં આવ્યા છે. આ નિયમોનો સમાવેશ કર્યા બાદ આ સીઝન વધુ રોમાંચક બની જશે. ચાલો તમને IPLના પાંચ નિયમો વિશે જણાવીએ જે 16મી સીઝનમાં લાગુ કરવામાં આવ્યા છે.
1- ઇમ્પેક્ટ પ્લેયર
IPL 2023 માં સૌથી મહત્વપૂર્ણ નિયમ ઇમ્પેક્ટ પ્લેયર છે. આ અંગે સર્વત્ર ચર્ચા ચાલી રહી છે. મેચ દરમિયાન દરેક ટીમ એક ખેલાડી બદલી શકે છે. જો ધારો કે કોઈ ટીમે ચાર વિદેશી ખેલાડીઓનો સમાવેશ કર્યો હોય, તો તેઓ વિદેશી ખેલાડીઓનો ઈમ્પેક્ટ પ્લેયર તરીકે ઉપયોગ કરી શકશે નહીં. આવી સ્થિતિમાં તેણે વિદેશી ખેલાડીને મેદાનની બહાર મોકલવો પડશે. નિયમો અનુસાર 14મી ઓવર પહેલા ઈમ્પેક્ટ પ્લેયરને નિયમ લાગુ કરવો પડશે. ઈમ્પેક્ટ પ્લેયરના આગમન પછી જે ખેલાડી મેદાન છોડીને જાય છે તે મેચમાં પાછો નહીં આવે. ટોસ દરમિયાન, કેપ્ટને ચાર ઇમ્પેક્ટર પ્લેયરના નામ આપવાના રહેશે.
2- ટૉસ બાદ પ્લેઇંગ ઇલેવન જણાવવાની રહેશે
અત્યાર સુધી એવો નિયમ હતો કે કેપ્ટને ટોસ પહેલા પ્લેઈંગ ઈલેવનની જાણકારી આપવાની હતી પરંતુ હવે કેપ્ટન પોતાની પ્લેઈંગ ઈલેવન ટોસ બાદ જાહેર કરશે. ટોસ દરમિયાન કેપ્ટન બે અલગ-અલગ ટીમ શીટ સાથે આવશે. ટોસના પરિણામના આધારે તે પોતાની પ્લેઈંગ ઈલેવનની જાહેરાત કરશે.
3- વાઈડ અને નો બોલ માટે DRS
તાજેતરમાં સમાપ્ત થયેલ મહિલા પ્રીમિયર લીગમાં ટીમો વાઈડ અને નો બોલ માટે ડીઆરએસનો ઉપયોગ કરતી હતી. હવે આ નિયમ IPLમાં પણ લાગુ થશે. જો અમ્પાયરના નિર્ણય સાથે સહમત ન હોય તો બેટિંગ અને બોલિંગ ટીમ વાઈડ અથવા નો બોલ માટે DRS લઈ શકે છે.
4- અનફેર મૂવમેન્ટ કરવા પર હશે ડેડ બોલ
IPL 2023ની મેચ દરમિયાન જો વિકેટકીપર સહિત ટીમનો કોઈપણ ખેલાડી બોલ ફેંકતા પહેલા અયોગ્ય મૂવમેન્ટ કરશે તો બોલને ડેડ બોલ જાહેર કરવામાં આવશે. આવી સ્થિતિમાં બેટિંગ કરનાર ટીમને પણ પેનલ્ટી તરીકે 5 રન આપવામાં આવશે.
5- સ્લો ઓવર રેટ મેચમાં સજા આપવામાં આવશે
IPLમાં ઘણીવાર સ્લોઓવર રેટની ચર્ચા થાય છે. પરંતુ જો કોઈ ટીમ આ વખતે આવું કરશે તો તેને મેચ દરમિયાન જ સજા આપવામાં આવશે. આંતરરાષ્ટ્રીય ટી-20 મેચની જેમ કટ-ઓફ સમય પછી જેટલી ઓવરો નાખવામાં આવશે તે દરમિયાન માત્ર ચાર ખેલાડીઓ જ બાઉન્ડ્રી પર હાજર રહેશે. જો કે, પાવરપ્લે પછી કેપ્ટન 5 ખેલાડીઓને બાઉન્ડ્રી લાઇન પર રાખી શકે છે.