IPL 2023 Points Table: ઇન્ડિયન પ્રીમિયર લીગમાં ગઇકાલે રમાયેલી લખનઉ સુપર જાયન્ટ્સ અને રૉયલ ચેલેન્જર્સ બેંગ્લૉર વચ્ચે મેચમાં RCBનો 18 રને શાનદાર વિજય થયો હતો. આ મેચ બાદ પૉઈન્ટ ટેબલમાં એક ફેરફાર થયો છે. આરસીબી છઠ્ઠા નંબરથી પાંચ નંબરે પહોંચી ગઇ છે. વળી, બીજા નંબર પર રહેલી લખનઉની ટીમ હાર બાદ ત્રીજા નંબર પર ખસકી ગઈ હતી. આ ઉપરાંત RCBના કેપ્ટન ફાફ ડુ પ્લેસીસે ફરી એકવાર ઓરેન્જ કેપ પહેરી લીધી છે. 


પ્લેઓફની રેસમાં આગળ વધી આરસીબી 
આ મેચ જીતીને RCBએ પ્લેઓફ તરફ આગળ પગલુ ભરી દીધુ છે. લખનઉ સામે જીત્યા બાદ RCB 9માંથી 5 જીત સાથે 10 પૉઈન્ટ અને -0.030 નેટ રનરેટ સાથે પાંચમા નંબરે પહોંચી ગઇ છે. વળી, લખનઉ 9માંથી 5 જીત સાથે 10 પૉઈન્ટ અને +0.639 નેટ રનરેટ સાથે ત્રીજા નંબર પર પહોંચી ગયું છે.


ફાક ડૂ પ્લેસીસે ફરી એકવાર પોતાના નામે કરી ઓરેન્જ કેપ  
આ મેચમાં RCBના કેપ્ટન ફાફ ડુ પ્લેસીસે 1 ચોગ્ગો અને 1 છગ્ગા સાથે 44 રનની ઇનિંગ રમી હતી. આ ઇનિંગ સાથે તેને ફરી એકવાર ઓરેન્જ કેપ પોતાના નામે કરી લીધી હતી. ડુ પ્લેસિસે રમેલી 9 મેચોમાં 58.25ની એવરેજ અને 159.58ની સ્ટ્રાઈક રેટથી 466 રન બનાવ્યા છે. આ પહેલા રાજસ્થાન રૉયલ્સની યશસ્વી જાયસ્વાલે સદી ફટકારીને ઓરેન્જ કેપ પહેરી હતી.


પૉઇન્ટ ટેબલમા આવો છે બાકીની ટીમોનો હાલ 
આઇપીએલ પૉઈન્ટ ટેબલમાં ગુજરાત ટાઇટન્સ 12 પોઈન્ટ અને +0.638 નેટ રનરેટ સાથે પહેલા નંબર પર યથાવત છે. રાજસ્થાન રૉયલ્સ 10 પૉઈન્ટ અને +0.800 નેટ રનરેટ સાથે બીજા નંબર પર છે, લખનઉ સુપર જાયન્ટ્સ ત્રીજા નંબર પર છે, ચેન્નાઈ સુપર કિંગ્સ ચોથા નંબર પર અને RCB 10 પૉઈન્ટ અને +0.329 નેટ રનરેટ સાથે પાંચમા નંબર પર છે. 


આ ઉપરાંત પંજાબ કિંગ્સ 10 પૉઈન્ટ અને -0.447 નેટ રનરેટ સાથે છઠ્ઠા નંબર પર, મુંબઈ ઈન્ડિયન્સ 8 પૉઈન્ટ અને -0.502 નેટ રનરેટ સાથે સાતમાં નબર પર, કોલકાતા નાઈટ રાઈડર્સ 6 પૉઈન્ટ અને -0.147 નેટ રનરેટ સાથે આઠમાં નબર પર, સનરાઇઝર્સ હૈદરાબાદ -0.577 નેટ રનરેટ સાથે. 4 પૉઈન્ટ અને -0.898 નેટ રનરેટ સાથે નવમાં નંબર પર અને દિલ્હી કેપિટલ્સ 10મા એટલે કે છેલ્લા સ્થાને છે.