CSK vs RR: ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL)ની 17મી મેચ શુક્રવારે રાજસ્થાન રૉયલ્સ (RR) અને ચેન્નાઇ સુપર કિંગ્સ (CSK) વચ્ચે રમાઇ હતી, આ મેચમાં રાજસ્થાને જીત તો હાંસલ કરી પરંતુ આ મેચમાં ટીમના ઓપરન બેટ્સમેન જૉસ બટલરે એક મોટી સિદ્ધિ પણ પોતાના નામે કરી લીધી છે. જૉસ બટલરે આ મેચ દરમિયાન લીગમાં પોતાના 3,000 રન પુરા કરી લીધા છે. તે અહીં પહોંચનારો 21મો બેટ્સમેન બની ગયો છે. જેને 85મી ઇનિંગમાં આ મુકામ હાંસલ કર્યો છે. આની સાથે જ તેને સિઝનમાં ત્રીજી ફિફ્ટી પણ ફટકારી દીધી છે. 


આ ઈન્ડિયન પ્રીમિયર લીગમાં 3000 રન પાર કરનારા બેટ્સમેન તરીકે તે ઈતિહાસમાં ત્રીજો સૌથી ઝડપી સિદ્ધિ મેળવનાર ક્રિસ ગેલ અને કેએલ રાહુલ બાદ છે. જેણે અનુક્રમે 75 અને 80 ઈનિંગ્સમાં 3000 આઈપીએલ રન પુરા કર્યા હતા. લીગમાં સૌથી વધુ ઓછી ઇનિંગમાં આ સિદ્ધિ હાંસલ કરનારનો બેટ્સમેન વેસ્ટ ઇન્ડિઝનો પૂર્વ વિસ્ફોટક બેટ્સમેન ક્રિસ ગેલના નામે નોંધાયેલો છે. તેને 75મી ઇનિંગમાં આ મુકામ હાંસલ કર્યો હતો. બીજા નંબર પર લખનઉ સુપર જાયન્ટ્સ (LSG)ના હાલના કેપ્ટને કેએલ રાહુલનુ નામ છે. તેને આ સિદ્ધિ 80મી ઇનિંગમાં હાંસલ કરી હતી. 






સૌથી ખતરનાક બેટિંગ માટે માહીર છે બટલર - 
જૉસ બટલરની વાત કરીએ તો, તેને 2016માં મુંબઈ ઈન્ડિયન્સ સાથે આ કેરયિરની શરૂઆત કરી હતી. તે 2018માં રાજસ્થાન રૉયલ્સમાં આવ્યો હતો, બાદમાં આઇપીએલની 2022ની એડિશનમાં 17 મેચોમાં સનસનાટીભર્યા 863 રન બનાવ્યા હતા, જેમાં મોટા માર્જિનથી ઓરેન્જ કેપ જીતી હતી. તેણે 2023 સીઝનની શરૂઆત પણ આક્રમક રીતે કરી હતી, તેણે 2 મેચમાંથી બે અડધી સદી ફટકારી હતી. બટલરને IPLમાં 3000 રન પૂરા કરવા માટે માત્ર 17 રનની જરૂર હતી અને તે રમતની 7મી ઓવરમાં લક્ષ્ય સુધી પહોંચી ગયો.