MI vs LSG, IPL 2023: ઇન્ડિયન પ્રીમિયર લીગ પોતાના અંતિમ તબક્કામાં પહોંચી ચૂકી છે, સિઝન 16માં હવે માત્ર ગણતરીની મેચો જ બાકી રહી છે, પરંતુ માત્ર એક જ ટીમ ગુજરાત ટાઇટન્સ જ પ્લેઓફમાં પહોંચવામાં સફળ રહી છે. આ ઉપરાંત હજુ પણ ત્રણ સ્થાન માટે પ્લેઓફની રેસ કાંટે કી ટક્કર સમાન બની છે. આજે એક મહત્વની મેચ રમાશે, આજે લખનઉ સુપર જાયન્ટ્સની ટીમ મુંબઇ ઇન્ડિયન્સ સામે પ્લેઓફની રેસ માટે ટકરાશે. 


આજે આઇપીએલ 2023માં ટૂર્નામેન્ટની 63મી લીગ મેચમાં લખનઉ સુપર જાયન્ટ્સ અને મુંબઈ ઈન્ડિયન્સ આમને સામને ટકરાશે. આ મેચ લખનઉના ઈકાના ક્રિકેટ સ્ટેડિયમમાં રમાશે. આજની મેચ બન્ને ટીમો માટે આ સિઝનની પ્રથમ મેચ હશે. આજે બન્નેની જીત સાથે પ્લેઓફમાં પહોંચવા પ્રયાસ કરશે. આ પહેલા જાણો શું છે આજની મેચનું પ્રિડિક્શન અને પીચ રિપોર્ટ....


લખનઉ અને મુંબઇની આમને સામનેની ટક્કર - 
આઇપીએલની આ સિઝનમાં બન્ને ટીમો 12-12 મેચ રમી ચૂકી છે, આમાં મુંબઈ ઇન્ડિયન્સ 7 જીત અને 14 પૉઈન્ટ સાથે પૉઇન્ટ ટેબલમાં ત્રીજા સ્થાન પર છે, જ્યારે લખનઉ 6 જીત અને એક અનિર્ણિત મેચ સાથે 13 પૉઈન્ટ સાથે પૉઈન્ટ ટેબલમાં ચોથા નંબર પર છે. આ મેચમાં જીત મેળવીને બંને ટીમો પોતપોતાના ખાતામાં 2 પૉઈન્ટનો ઉમેરો કરવા માંગશે. 


મુંબઇ અને લખનઉ - હેડ ટુ હેડ રેકોર્ડ 
IPLમાં લખનઉ સુપર જાયન્ટ્સ અને મુંબઈ ઈન્ડિયન્સની ટીમો અત્યાર સુધી માત્ર બે વાર જ આમને-સામને ટકરાઇ ચૂકી છે. જેમાં લખનઉને બન્ને મેચોમાં જીત મળી છે. બંને વચ્ચે પહેલી મેચ મુંબઈના બ્રેબૉર્ન સ્ટેડિયમમાં ગઇ સિઝન (IPL 2022)માં રમાઈ હતી, જેમાં લખનઉએ 18 રને જીત હાંસલ કરી હતી. વળી, બીજી મેચ વાનખેડે સ્ટેડિયમમાં રમાઈ હતી. જેમાં ફરી એકવાર લખનઉનો શાનદાર વિજય થયો હતો. બીજી મેચમાં લખનઉનો 36 રને વિજય થયો હતો.