MI Players Retention: ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL)ની છેલ્લી સિઝનમાં અત્યંત ખરાબ પ્રદર્શન કરનાર મુંબઈ ઈન્ડિયન્સે આગામી સિઝન પહેલા તેમની ટીમમાં મોટા ફેરફારો કર્યા છે. હરાજી પહેલા મુંબઈએ ટીમમાંથી કુલ 13 ખેલાડીઓને બહાર કર્યા છે અને હવે હરાજીમાં તેઓ સંપૂર્ણ ધ્યાન નવી ટીમ બનાવવા પર રહેશે. મુંબઈની હરાજીમાં 20.55 કરોડ રૂપિયા બાકી છે. મુંબઈએ તેના સૌથી અનુભવી ખેલાડીઓમાંના એક કિરોન પોલાર્ડને પણ મુક્ત કર્યો છે. મુંબઈ દ્ધારા કયા ખેલાડીઓને રિલીઝ કરવામાં આવ્યા અને કયા ખેલાડીઓ હજુ પણ ટીમમાં છે.


મુંબઈ દ્વારા રિલીઝ કરાયેલા ખેલાડીઓ






કિરોન પોલાર્ડ, અનમોલપ્રીત સિંઘ, આર્યન જુયાલ, બેસિલ થમ્પી, ડેનિયલ સૈમ્સ, ફેબિયન એલન, જયદેવ ઉનડકટ, મયંક માર્કન્ડે, મુરુગન અશ્વિન, રાહુલ બુદ્ધિ, રાઇલી મેરેડિથ, સંજય યાદવ અને ટાઇમલ મિલ્સ.






હાલમાં મુંબઈની ટીમ આવી છે


રોહિત શર્મા, ટિમ ડેવિડ, રમનદીપ સિંહ, તિલક વર્મા, સૂર્યકુમાર યાદવ, ઈશાન કિશન, ટ્રિસ્ટન સ્ટબ્સ, ડેવાલ્ડ બ્રેવિસ, જોફ્રા આર્ચર, જસપ્રીત બુમરાહ, અર્જુન તેંડુલકર, અરશદ ખાન, કુમાર કાર્તિકેય, હૃતિક શૌકીન, જેસન બેહરેનડોર્ફ અને આકાશ માધવાલ.


હરાજીમાં મુંબઈની રણનીતિ શું હશે?


મુંબઈ હરાજીમાં રૂ. 20.55 કરોડ રૂપિયા સાથે જશે. નાની હરાજી પ્રમાણે આ રકમ યોગ્ય ગણી શકાય. જોકે, આ વખતે મુંબઈએ ખેલાડીઓની પસંદગી કરવામાં સ્માર્ટનેસ બતાવવી પડશે. હાલમાં તેમની પાસે ત્રણ વિદેશી ખેલાડીઓની જગ્યા ખાલી છે અને ભારતીય ખેલાડીઓ માટે પણ ઘણી જગ્યા ભરવાની બાકી છે. હરાજીમાં મુંબઈ સારા મધ્યમ ક્રમના બેટ્સમેન અને ફિનિશર ખેલાડીઓ શોધવાનો પ્રયાસ કરશે કારણ કે પોલાર્ડની જગ્યા ભરવાનું સરળ કાર્ય નહીં હોય. બોલિંગમાં પણ સ્પિનરો શોધવાની જરૂર પડશે.